મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવનાં બે મંદિરો છે – ઓમકારેશ્વર અને અમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંનો પર્વત ૐના આકારનો દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ૐના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિંધ્યાચલે પણ તપસ્યા કરી હતી.
દર્શનમહાત્મ્ય
આ સ્થળે શિવજી ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુનો પણ વાસ છે. ઓમકારેશ્વરનાં દર્શન સર્વથા સુખ અને આનંદ આપનારા છે.