હિમાચલના જીભી અને તીર્થનમાં લઇ શકો છો ટ્રેકિંગ અને ફિશિંગનો આનંદ, જાણો શું છે નવા નિયમ

0
320
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પર્યટકો માટે સારા સમાચારા આવી રહ્યા છે. પર્યટનના હૉટસ્પૉટ ગણાતા હિમાચલ પ્રદેશના જીભી અને તીર્થનને ગત 5 સપ્ટેમ્બરથી ખોલી દેવામાં આવ્યું છે. જેથી હવે તમે આ જગ્યાએ જઇ શકશો પરંતુ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ક્યાં છે જીભી અને તીર્થન

જીભી અને તીર્થન બે મુખ્ય પર્યટન સ્થળ છે. જીબી હિમાચલ પ્રદેશના કુલૂથી 60 કિલોમીટર દૂર છે. જ્યારે શિમલાથી 150 કિલોમીટર દૂર છે. જીભીનું મુખ્ય આકર્ષણ કેંપિંગ અને ટ્રેકિંગ છે. જ્યારે તીર્થનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કની સાથે સાથે ટ્રેકિંગ અને ફિશિંગ પણ છે. આ સાથે જ અહીં એવા સુંદર ગામ અને દર્શનીય સ્થળ છે જે હવે પર્યટકોની પસંદ બની રહ્યા છે.

પ્રવાસીઓ તીર્થનમાં સાઇ રોપા નામના ગામથી હિમાલયન નેશનલ પાર્ક સુધી ટ્રેકિંગ કરી શકે છે. આના માટે સાઇ રોપા ગામમાં રહેવાની વ્યવસ્થા છે. આ સાથે જ રંગથર ટૉપ, રોલા જળધોધ અને શિલ્ટ હટ ટ્રેક કેટલાક ઉમદા ટ્રેક્સ છે. અહીં આપને ટ્રેકિંગ માટે સ્થાનિક ગાઇડ પણ મળી જશે. જો કે કોરોના વાયરસના કારણે પર્યટનનો આનંદ લેવા માટે તમારે કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે. જો તમને આ નવા નિયમો ખબર નથી તો આવો જાણીએ-

નવા નિયમો જાણી લો

-જીભી અને તીર્થનના હોટલ માલિકો, ગેસ્ટહાઉસિઝ અને ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે લોકોને રહેવા માટે હવે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, પ્રવાસીઓએ ઓછામાં ઓછું 10 દિવસ માટે બુકિંગ કરવું પડશે.

-પ્રવાસીઓએ Covid-19 સર્ટિફિકેટ લઇ જવાની આવશ્યક્તા હશે, જે 72 કલાકથી પહેલાનું ન હોવું જોઇએ.

-પ્રવાસીઓએ પાંચ દિવસ હોટલમાં પસાર કરવા પડશે. ત્યાર બાદ તેઓ પ્રવાસ માટે જઇ શકે છે.

-પ્રવાસીઓને ત્રીજા દિવસથી જ તીર્થનમાં માછલી પકડવા માટેની મંજૂરી મળશે.

-પ્રવાસીઓને સાર્વજનિક વાહન જેવી કે રિક્શા-ટેક્સીઓમાં યાત્રા કરવાની અનુમતિ નહીં મળે.

-10 દિવસના બુકિંગના નિયમ ઉપરાંત, પ્રવાસીઓએ પોતાના વાહનો દ્ધારા આવવાનું રહેશે. વૉક-ઇન પર્યટકોનું બુકિંગ નહીં કરવામાં આવે. હોટલમાં મહત્તમ 50 ટકા બુકિંગ કરી શકાય છે.