પ્રયાગરાજમાં કુંભના મેળા માટે તમામ ઓનલાઈન સાઈટ અને ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીઓએ પેકેજ બહાર પાડ્યા છે. પરંતુ જો તમારે સસ્તામાં રહેવું હોય તો અમે તમને એક ઓપ્શન બતાવી રહ્યા છીએ. પ્રયાગરાજમાં માં યોગેશ્વરી શિબિર અને મહાશક્તિપીઠ શિબિરમાં તમે 2100 રૂપિયામાં રહી શકો છો. જેમાં એક ટેન્ટમાં 2 થી 3 બેડની વ્યવસ્થા છે. શિબિરમાં સવારે નાશ્તો, બપોરે લંચ અને રાત્રે ડીનરની વ્યવસ્થા છે જેનો કોઇ એકસ્ટ્રા ચાર્જ નથી. ડોરમેટરીમાં 3 થી 5 વ્યક્તિઓની રહેવાની સુવિધા મળી રહે છે. દરેક ટેન્ટમાં ટોયલેટ અને બાથરૂમની સુવિધા છે.
યોગશ્વરી કેમ્પમાં માં યોગ યોગેશ્વરી યતીના સાનિધ્યમાં ધ્યાન યોગ, આધ્યાત્મિક પ્રોગ્રામ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન યોજાશે જેનો લાભ તમે લઇ શકો છો. જેમાં નિત્ય ગૌ પૂજન, ગૌ આરતી, ગંગા આરતી, દ્ધાદશ જ્યોર્તિલિંગ અભિષેક, લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ, શ્રીમદભાગવત કથા, ગૌ-નંદી વિવાહ, રુદ્ર મહાયજ્ઞ, ભક્ત ભગવાન મિલન યાત્રા, મહાશિવરાત્રી, મહારુદ્રાભિષેક તેમજ ધ્યાન જેવા કાર્યક્રમો 4 માર્ચ સુધી આયોજિત થવાના છે.
માં યોગેશ્વરી કેમ્પ અને મહાશક્તિપીઠ કેમ્પમાં રહેવા માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
અલકા લાહોટીઃ ફોન નંબર- 74558 49520
ઓફિસનો નંબરઃ 73807 67876
વોટ્સએપ નંબરઃ 91491 88838
કુંભ મેળામાં સ્નાન કરવાની મુખ્ય તારીખો
4 ફેબ્રુઆરીઃ મૌની અમાસ (બીજું શાહી સ્નાન)
10 ફેબ્રુઆરીઃ વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
19 ફેબ્રુઆરીઃ માઘ પૂર્ણિમા
4 માર્ચઃ મહા શિવરાત્રિ