ગારો હિલ્સની સુંદરતા જોવી હોય તો જરૂર જાઓ બાઘમારા

0
480
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

પર્વતો અને નદી વિસ્તારથી ઘેરાયેલું બાઘમારા બાંગ્લાદેશની સીમા પર સ્થિત ગારો હિલ્સ (મેઘાલય)નું જિલ્લા મુખ્યાલય છે. બાઘમારા 12 ધારાઓના નામથી પ્રસિદ્ધ બારોકર માટે પણ ઓળખાય છે. પર્યટન માટે આ એક શાનદાર જગ્યા છે, જ્યાં તમે એક ક્વોલિટી સમય પોતાના પરિવાર અને મિત્રોની સાથે વિતાવી શકો છો.

બાઘમારા વન્યજીવ અભ્યારણ્ય

બાઘમારાના માધ્યમથી ગારો હિલ્સની સુંદરતા જોવા માટે તમે અહીં બાઘમારા વન્યજીવ અભ્યારણ્યનો પ્લાન બનાવી શકે છે. આ નેશનલ પાર્ક જુદી જુદી વનસ્પતીઓ અને જીવ-જંતુઓને સુરક્ષિત આશ્રય પ્રદાન કરે છે. તમે અહીં હાથી, લંગુર, દિપડો, ગૌર જેવા વન્ય જીવોને જોઇ શકો છો. અહીં માંસાહારી પીચર પ્લાન્ટ વધુ ધ્યાન આકર્ષિત કરે છે.

સીજૂ ગુફાઓ

અહીંની ગુફાઓ પણ જોવા લાયક છે. સીજૂ ગુફાઓ પર્યટકોનું ધ્યાન આકર્ષિત કરવાનું કામ કરે છે. આ ગુફાઓ દેશમાં ત્રીજી સૌથી લાંબી ગુફાઓ છે અને પોતાની અદભુત સ્ટાલાગ્માઇટ્સ અને સ્ટેલેક્ટસાઇટ્સ માટે જાણીતી છે. ગુફામાં અનેક રૂમો છે. ગુફામાં એક નદી પણ પસાર થાય છે.

સીજુ પક્ષી અભ્યારણ્ય

જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને કુદરતનું કંઇક અલગ રૂપ જોવા માંગો છો તો મેઘાલય સ્થિત સીજુ અભ્યારણ્યની મુલાકાત લઇ શકો છો. અહીં સાઇબેરિયાઇ બતકો, ગ્રે હોર્નબિલ, મોર વગેરે જોવા મળે છે. અહીં આવવાનો સૌથી યોગ્ય સમય શિયાળો છે. અહીં કેપિંગ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, માછલી પકડવા જેવી એક્ટિવિટી કરી શકો છો.

સિમસાંગ નદી

સિમસંગ નદી મેઘાલયમાં પ્રસિદ્ધ નદિઓમાંની એક છે અને તે ગારો પર્વતોનાં મધ્યમાંથી નીકળે છે. નદીની આસપાસનું દ્શ્ય ઘણું મનમોહક છે. આત્મિક અને માનસિક શાંતિ માટે અહીની યાત્રા કરી શકાય છે. અહીં તમે વોટર એડવેન્ચરનો આનંદ લઇ શકો છો જેમાં બોટિંગ, જેટ સ્કીઇંગ, ફિશિંગ વગેરે સામેલ છે.

નેગકાંગ

નેગકાંગ પોતાની ત્રણ ગુફાઓ માટે જાણીતું છે. તેમાંથી તેતેંગકોલ બાલવાકોલ ભારતમાં સૌથી લાંબી ગુફા છે જેની લંબાઇ 533 કિમી છે. રોમાંચક ગુફા યાત્રા માટે નેગકાંગ ઘણી ખાસ જગ્યા છે.