રાજસ્થાનની આ પેલેસ હોટેલ્સમાં એકવાર રોકાવા જેવું છે, રાજમહેલ જેવી સુવિધાઓ મળશે

0
503
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાનમાં આમ તો ફરવા જેવું ઘણું છે પરંતુ તેનું મુખ્ય આકર્ષણ તેના કિલ્લાઓ અને મહેલો છે. રાજસ્થાનમાં રાજપૂતી શાન દર્શાવતા અનેક કિલ્લાઓ અને પેલેસ આવેલા છે. જોકે આજે તો આવા અનેક કિલ્લા અને મહેલને હોટેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. આવી હેરિટેજ હોટલો તેમાં રોકાનારને એક રાજવી હોવાનો અનુભવ કરાવે છે. ચાલો જોઇએ રાજસ્થાનની આવી જ કેટલીક હેરિટેજ હોટલો વિશે.

નિમરાણા ફોર્ટ

રાજસ્થાનના અલવરમાં આવેલો આ ફોર્ટ આશરે 553 વર્ષ જૂનો છે. પરંતુ, અનોખી બાંધણી અને હેરિટેજ લુકને કારણે પ્રવાસીઓને આકર્ષે છે. હાલમાં આ પેલેસમાં પેલેસ હોટેલ ચાલી રહી છે. વેકેશનમાં અથવા વીકએન્ડમાં રજાઓ ગાળવા માટેનું આ સૌથી સુંદર સ્થળ છે. રાજસ્થાનમાં આવેલી અરાવલ્લીની પર્વતમાળા વચ્ચે આ હોટેલ આવેલી છે. ફોર્ટ એટલો વિશાળ છે કે, તેને 9 વિંગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. દરેક વિંગનું આર્કિટેક્ચર અને ઝરુખાઓ મનમોહી લે તેવા છે. આ સિવાય હોટેલના રુમ પર એ સમયના રાજવી શાસનકાળની યાદ તાજી થાય છે. આ સિવાય સ્વિમિંગપુલ, સ્પા અને ડાઈનિંગ હોલ જેવી આધુનિક સુવિધાઓથી પણ તે સજ્જ છે.

ફલકનુમા પેલેસ

એક સમયના નિઝામની નગરી હૈદરાબાદમાં તાજ ફલકનુમા પેલેસ આવેલો છે. જે નિઝામના સમયના શાસનની લાઈફસ્ટાઈલની ઝાંખી કરાવે છે. અગાઉ આ પેલેસ પાયગહ પરિવાર પાસે હતો જે પછીથી નિઝામે લઈ લીધો. રુમના કલર્સ, ફર્નિચર અને સ્પેશ્યલ સ્યુટ એક રોયલ લિવિંગની યાદ અપાવે છે. ગોલ બંગલોમાં જમવાનું, જ્યાંથી મોટા ભાગનું હૈદરાબાદ સિટી જોવા મળે છે. અહીં એક હુક્કાલૉંજ પણ આવેલું છે.

રામથરા ફોર્ટ

રાજસ્થાનના રણમાં ખોવાઈ જવું હોય અને રાજવી જેવી અનુભૂતિ કરવી હોય તો રામથરા ફોર્ટ એક પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. 1645માં કરૌલીના રાજવીએ પોતાના પુત્ર ઠાકુર ભોજપાલને ભેટ આપ્યો હતો. એક એવી પણ માન્યતા છે કે, રામાયણના સમયમાં અહીં ભગવાન રામ શ્રીલંકા જતી વખતે થોડા સમય વિશ્રામ માટે રોકાયા હતા. અહીથી ભરતપુર બર્ડ સેન્ચુરી નજીક છે.આ સિવાય રણ પ્રદેશની ઘરતી પર ટેન્ટમાં રહેવાનો આનંદ પણ ઉઠાવી શકશો.

લેક પેલેસ

મહારાજ જગતસિંહ-2એ વર્ષ 1743થી 1746ના સમયગાળામાં લેક પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. જેનો ઉપયોગ ઉનાળામાં સમર પેલેસ તરીકે થતો હતો. પિછોલા તળાવની વચ્ચે આવેલા આ પેલેસમાં કુલ 65 ભવ્ય રુમ છે અને 18 ગ્રાન્ડ રુમ છે. વર્ષ 1983માં જેમ્સ બોન્ડની ફિલ્મ ઓક્ટોપસીનું શુટિંગ અહીં થયા બાદ આ પેલેસ લોકોમાં ચર્ચાયો હતો. પેલેસના ઝરોખા, અમ્રિતસાગરની સાઈટ પર બેસીને સમય પસાર કરવો એ લાઈફટાઈમ મેમરી બની જશે.

સુજન રાજમહેલ

જયપુરમાં આવેલો આ સુજન રાજમહેલ સૌથી જૂનો અને અતિ ભવ્ય હોવાનું માનવામાં આવે છે. તેને જયપુરના મહારાજાઓનું ઘર માનવામાં આવે છે. નક્શીકામ, ફ્લોર પરની આકૃતિઓ અને સુંદર દેખાવને કારણે તેને સિમ્બોલ ઓફ રોયાલિટી પણ કહે છે. આ સિવાય તે જયપુરની શાન પણ છે. અહીં મહેમાનોના કમ્ફર્ટને ધ્યાનમાં લઈને તેના રુમને ડીઝાઈન કરવામાં આવ્યા છે. જાણે કોઈ પ્રાઇવેટ હોલી ડે પર આવ્યા હોય એવી બેસ્ટ અનુભુતી આ મહેલમાં થશે. ડાઈનિંગ પ્લેસ અહીં ખાસ મહેમાનો માટે બુક કરવામાં આવે છે.

ઉદયવિલાસ

ઈન્ડિયાની બેસ્ટ પેલેસ હોટેલમાં સૌથી પહેલુ નામ ઓબેરોય ઉદયવિલાસ પેલેસનું આવે છે. અહીં રાજવી શાસનની ઝાંખીની સાથે આધુનિક શૈલીના સ્પા પણ પ્રાપ્ય છે. આ સિવાય એક રોયલ વેડિંગ માટે આ પર્ફેક્ટ પ્લેસ છે. આ સિવાય સ્વિમિંગ પુલ, ડિનરઝોન, ડેટિંગ માટેનું પણ બેસ્ટ પ્લેસ છે. આ સિવાય અહીં એક સાઈટ પર તમે જાતે રસોઈ પણ બનાવી શકો છો. આ ઉપરાંત દરરોજ સવારે ગાર્ડનમાં નાસ્તો કરવાનો આનંદ પણ માણી શકાય છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.