કોરોના વાયરસનાં સંક્રમણ વચ્ચે બનાવી રહ્યા છો ગોવા ફરવા જવાનો પ્લાન તો જાણો આ નિયમ

0
404
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગોવા તેની સુંદરતા અને સમુદ્ર માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. દર વર્ષે મોટી સંખ્યામાં દેશી-વિદેશી પર્યટકો અહીં ફરવા માટે આવે છે. જો કે, કોરોના વાયરસને કારણે આ વર્ષે ગોવાના દરિયા કિનારે ભીડભાડ નજરે નથી પડતી. પરંતુ હવે જ્યારે ગોવાને પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે ત્યારે પ્રવાસીઓની અવરજવર ધીમે ધીમે વધી રહી છે.

ખાસકરીને ગોવામાં સંક્રમણ ઓછું હોવાના કારણે પર્યટકો ગોવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. એવામાં રાજ્ય સરકારે પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે. જો તમે પણ કોવિડ 19ના સમયમાં ફ્રેશ થવા ગોવા જવા માંગો છો તો તમારે આ નિયમોનું પાલન કરવું પડશે. જો તમને નવા નિયમો ખબર નથી તો આવો જાણીએ

નવા નિયમો

-પર્યટકના મોબાઇલમાં આરોગ્ય સેતુ રહેવી અનિવાર્ય છે. આરોગ્ય સેતુમાં તમારા સ્વસ્થ થવાની પુષ્ટિ પણ હોવી જોઇએ.

-માસ્ક પહેરવું અનિવાર્ય છે. પર્યટકોએ પોતાની સાથે મોજા, સેનિટાઇઝર રાખવાની સલાહ આપવી જરૂરી છે. તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન રાખવું પડશે.

-પ્રવાસીઓની પાસે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ હોવું જોઇએ. તો કોરોના નેગેટિવ સર્ટિફિકેટ ફક્ત 48 કલાક પહેલાનું જ માન્ય ગણાશે.

-જો કોઇ પ્રવાસી પાસે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ નથી તો તેને ગોવામાં પ્રવેશની અનુમતિ આપવામાં નહીં આવે. તે પ્રવાસીઓ ખાલી હાથે પાછા ફરવું પડશે.

-પ્રવાસીઓ હવા અથવા રોડ દ્ધારા ગોવામાં પ્રવેશ કરે તો સૌથી પહેલા તેનો કોરોના ટેસ્ટ થશે. જો કોઇ પર્યટક કોરોના પોઝિટિવ હશે તો તેને પાછો મોકલવામાં આવશે અથવા તો તેને ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ક્વોરન્ટીન પ્રક્રિયા ત્યાં સુધી હશે, જ્યાં સુધી તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ ન આવે.

-પ્રવાસીઓએ રાજ્ય પર્યટન વિભાગ દ્ધારા પ્રમાણિત હોટલોમાં જ રહેવું પડશે. આના માટે તેમણે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. પોતાના ઓળખિતાને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં નથી આવી.