નર્મદા કિનારે આ છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર, એકવાર જોવા જેવું છે

0
2196
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

વિશ્વનો કોઇપણ ખૂણો એવો નથી જ્યાં સ્વામિનારાયણ મંદિરનું અસ્તિત્વ ન હોય. ગુજરાતમાં તો અનેક ભવ્ય સ્વામિનારાયણ મંદિરો છે. આવું જ એક મનને હરી લે તેવું મંદિર છે નર્મદા કિનારે આવેલું પોઇચાનું સ્વામિનારાયણ ધામ.

નીલકંઠ ધામ તરીકે ઓળખાતું પોઇચાનું આ સ્વામિનારાયણ મંદિર પોતાની ભવ્યતા અને અદ્દભુત રચનાના કારણે ખ્યાતિ પામ્યું છે. ગુજરાત રાજપીપળાના નાંદોદ તાલુકામાં 105 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ મંદિરની રચના પણ અતિભવ્ય છે. નાંદોલ તાલુકના પોઈચા ગામના આ નીલકંઠ ધામમાં વિવિધ પ્રકારના આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા છે.

વડોદરાથી રાજપીપળા તરફ આશરે 65 કીલોમીટરનાં અંતરે નર્મદા નદીના કિનારે 2013માં બનાવાયેલા આ મંદિરે તહેવારો અને રજાઓના દિવસોમાં પ્રવાસીઓનું કીડીયારુ ઉભરાય છે. નીલકંઠ ધામ આજુબાજુ અને અન્ય વિસ્તારના લોકો માટે એક દિવસીય પ્રવાસ માટે ફેવરીટ ડેસ્ટીનેશન બની રહ્યું છે. શનિ-રવિની રજાઓ કે તહેવારોમાં તો અમદાવાદથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ મંદિરના દર્શને જાય છે. નિલકંઠ ધામના મુખ્યમંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ, ગણેશજી સહિતના મંદિરો આવેલા છે. ઈજનેરી કૌશલ્ય કળા સમા આ મંદિરમાં 108 ગૌમુખ છે, જેમાં સ્નાન કરી શકાય છે. સાંજની આરતીમાં હાથી સાથે સવારી નીકળે છે. અને મંદિર રંગબેરંગી રોશની સાથે ઝગમગી ઉઠે છે. આ નજારો મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવે છે.

સહજાનંદ યુનિવર્સ

– નીલકંઠધામની નજીકમાં 2015માં 24 એકરમાં સહજાનંદ યુનિવર્સ નામનું સંકુલ બનાવવામાં આવું છે.
– અહીં ભારતીય સંસ્કૃતિને પ્રર્દિશત કરતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે.
– આ ઉપરાંત સહજાનંદ યુનિવર્સમાં વિવિધ પ્રકારના આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે.
– અહીંનો આખો વિસ્તાર સાત ભાગમાં વહેંચેલો છે, ગેટ પણ ખાસ આકર્ષક છે.
– દોઢ કરોડથી વધુ કિંમતની 152 ફૂટ ઉંચી સ્વામીનારાયણ ભગવાનની પ્રતિમા ખાસ આકર્ષણમાનું એક છે.
– દરરોજ 108 ગાયના દૂધથી અભિષેક કરાય છે, આ અભિષેક થયેલા ગાયના દૂધમાંથી છાસ બનાવી ગરીબ પ્રજાને મફત વિતરણ કરાય છે.
– અહીં હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાનો તેમજ રામાયણ, મહાભારતના ધાર્મિક પ્રસંગોને આવરી લેતા રામ શ્યામ શિવ, ઘનશ્યામની 1100 મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.

મંદિરમાં આવી છે વ્યવસ્થા

– પાર્કિગની સુંદર વ્યવસ્થા
– રહેવા-જમવાની સગવડ
– બાળકો માટે આકર્ષક મેદાન