રોડ ટ્રિપ પર જઇ રહ્યા છો તો દરેક ચીજનું પ્લાનિંગ તમારે જાતે કરવું પડે છે. કપડા અને ફૂટવેર્સ જરૂર ટ્રાવેલનો સૌથી જરૂરી હિસ્સો હોય છે પરંતુ આ ઉપરાંત, કેટલીક અન્ય ચીજો પણ જરૂર તમને ટ્રાવેલિંગ દરમ્યાન પડતી હોય છે. આવો જાણીએ આ અંગે
રોડ ટ્પિ માટે જરૂરી ચીજો
બેગપેક
રોડ ટ્પિ પર કાર લઇને જઇ રહ્યા છો કે પછી બાઇકથી, પોતાની સાથે નાની બેગપેક જરૂર કરી લો. જેમાં તમે તમારી જરૂરીયાતનો નાનો-મોટો સામાન પેક કરી શકો. આમ તો કારમાં સ્પેસ વધુ હોય છે તો તમે મોટી બેગ પણ કેરી કરી શકો છો પરંતુ ખાવા-પીવાનો સામાન, ચાર્જર, વોટર બોટલ માટે બેગપેક જ બેસ્ટ હોય છે. સાથે જ તેને દરેક જગ્યાએ કેરી કરવાનું પણ સરળ હોય છે.
પર્સનલ કેર કિટ
જો તમે કારમાં જઇ રહ્યા છો તો કદાચ આની જરૂર તમને ઓછી પડે, પરંતુ બાઇકથી રોડ ટ્રિપ પર નીકળો છો તો પર્સનલ કેરની સાથે હાઇજીનનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે. આના માટે તમારી સાથે એક પર્સનલ કિટ કેરી કરો. જેમાં લિક્વિડ શોપ, ફેસવોશ, કોમ્બ, ઓઇલ જેવી ચીજો રાખી શકો છો.
હાઇડ્રેશન માટે
રોડ ટ્રિપ પર નીકળો છો તો તેને ભરપૂર એન્જોય કરવા માટે કેટલીક ચીજોનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમાંનું એક છે બોડીને હાઇડ્રેટ રાખવું. પાણી પીને બોડીને હાઇડ્રેટ રાખી શકાય છે પરંતુ આ ઉપરાંત, જ્યૂસ, મિલ્ક, બટરમિલ્ક જેવી ચીજો પણ હાઇડ્રેટ રાખવા માટે અસરકારક સાબિત થાય છે. સાથે જ એનર્જીને પણ જાળવી રાખે છે.
ઇન્શ્યોરન્સ
ટ્રાવેલિંગ ઇન્શ્યોરન્સ અંગે આપણાંમાંથી કદાચ કેટલાક લોકોને ખબર હશે. અને ખબર પડ્યા પછી પણ રોડ ટ્રિપ પર નીકળતા પહેલાં આ અંગે વિચારે છે. પરંતુ સારૂ એ રહેશે કે તમે આના ફાયદા-નુકસાન અંગે જાણો અને ફોનથી લઇને લેપટોપ, એટીએમ અને ડેબિટ સહિત દરેક કાર્ડનો ઇન્શ્યોરન્સ કરાવી લો.
પાવર બેન્ક અને એકસ્ટ્રા ચાર્જર
રોડ ટ્રિપ પર નીકળો છો તો બેગમાં એકસ્ટ્રા ચાર્જર અને પાવર બેન્ક રાખવાનું ન ભૂલતાં. ફોન આજકાલના જમાનામાં ઘણો જ જરૂરી છે અને ટ્રાવેલિંગ દરમ્યાન તો તેની ખાસ જરૂર પડે છે. ક્યાં ફરવા જવું છે અને ક્યાં અટકવાનું છે અને રસ્તા સુધીની જાણકારી ફોન પર પ્રાપ્ય છે.
ઇમરજન્સી અને ફર્સ્ટ એડ કિટ
પોતાની કારમાં એક ઇમરજન્સી કિટ જરૂર રાખો અને દરેક વખતે ટ્રાવેલિંગ પહેલા તેને ચેક કરો. ઇમરજન્સી કિટમાં રેનકોટ, બેટરી બૂસ્ટર કેબલ્સ, ગાડીના જરૂરી ટૂલ્સ, વિન્ડો બ્રેકર્સ રાખો અને ફર્સ્ટ એડ કિટમાં જરૂરી દવાઓ. ન જાણો ક્યારે કોની જરૂર પડી જાય.