ફેમિલી વેકેશન પર જઇ રહ્યા છો તો હોટલ બુકિંગ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

0
697
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ફેમિલી વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો? તો દરેક ચીજોનું પહેલેથી જ પ્લાનિંગ કરીને જ તમે ટ્રિપને એન્જોય કરી શકશો. ટ્રાન્સપોર્ટથી લઇને હોટલ્સના પ્રી-બુકિંગ તમારા રૂપિયા બચાવવાના કામ કરવાની સાથે સાથે ટ્રાવેલિંગ દરમ્યાન થતી ભાગદોડથી પણ બચાવે છે. સોલો કે ગ્રુપ ટ્રાવેલમાં જ્યાં અનેક ચીજોની સાથે સમજૂતી કરવાનું પોસિબલ થાય છે તો ફેમિલીમાં આના ચાન્સિસ ન બરાબર હોય છે. ખાસ કરીને હોટલ્સ બુકિંગમાં. તો ફેમિલી વેકેશન પર હોટલ્સના બુકિંગમાં કઇ-કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ, જાણીશું આ અંગે

હોટલનું લોકેશન

ફેમિલીની સાથે જે જગ્યાએ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. સૌથી પહેલા ત્યાંની હોટલ અંગે તપાસ કરી લો. એવી હોટલમાં બુકિંગ કરાવો જે શહેરથી બહુ દૂર ન હોય જે સેફ્ટીના હિસાબે ઘણી જરૂરી છે. આસપાસ ફરવાની જગ્યાઓ નજીક હોય. જેનાથી ટ્રાન્સપોર્ટમાં વધારે પૈસા ન ખર્ચ કરવા પડે.

ફેમિલી ફ્રેન્ડલી રૂમ

હોટલ્સના રૂમ અને બાથરૂમ ચોખ્ખાં-ચટાક છે કે નહીં? ટીવી, વાઇ-ફાઇ, રૂમની અંદર ફોન અને પાર્કિંગ, આવી જ બીજી સર્વિસિઝ અંગે, ઇન્ટરનેટ પર રહેલા કસ્ટમર રિવ્યૂઝમાં સરળતાથી વાંચી શકાય છે. ત્યારપછી જ બુકિંગ બટન પર ક્લિક કરો.

મલ્ટીપલ ડાઇનિંગ ઓપ્શન્સ

હોટલ્સમાં ડાઇનિંગના જેટલા વધુ ઓપ્શન હશે એટલું જ વધુ સારૂ હોય છે. લંચ, ડીનર અને કોફી પીવા માટે અલગ સ્પેસ તમને ભીડ-ભાડથી દૂર રાખવાની સાથે જ અલગ-અલગ વેરાયટીવાળી ડિશિઝને પણ ટ્રાય કરવાનો ઓપ્શન આપે છે. એક જ રેસ્ટોરન્ટ હોવાનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે ત્યાં ઓર્ડર આપવા અને તેની સર્વિસમાં ઘણીવાર લાંબી રાહ જોવી પડે છે.

રૂમની સાઇઝ

રૂમ એટલો કેટલો મોટો છે કે નહીં, તેમાં પૂરી ફેમિલી એક સાથે રહી શકે છે. જો ક્યાંક એકસ્ટ્રી બેડની જરૂરીયાત પડે તો તેને લગાવી શકાય કે નહીં. બાથરૂમથી રૂમથી અલગ તો નથી ? આ બધી ચીજોની જાણકારી પહેલાથી લઇ લો.

હોટલના રિવ્યૂઝ

ઇન્ટરનેટ પર મોજુદ હોટલ્સ અંગે કસ્ટમરના સાર-ખરાબ અનુભવો પર પણ એક નજર જરૂર નાંખો. ઘણીવાર હોટલ્સ જોવામાં તો ઘણી સારી હોય છે પરંતુ સર્વિસ, સ્ટાફના વર્તનના કેસમાં બિલકુલ ઠપ્પ. તો પેમેન્ટ કરતાં પહેલા થોડીક પણ સાવધાની તમારી ટ્રિપને મજેદાર પણ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે.