હિમાચલના આ ગામમાં જોવા મળશે કળા અને સુંદરતાનો અનોખો સંગમ

0
562
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

9 થી 5 નોકરી કરવાની સાથે જ હરવા-ફરવાનો શોખ પૂરો કરવો થોડુંક મુશ્કેલ જરૂર હોય છે પરંતુ અશક્ય નથી. બે દિવસની રજામાં ઉત્તરાખંડ અને હિમાચલને જ એક્સપ્લોર કરવાનું સરળ છે. જ્યાં તમે નેચરની સાથે સાથે એડવેન્ચર અને રિલેક્સિંગ દરેક ચીજ માટે ઓપ્શન્સ મોજુદ છે. હિમાચલમાં એટલી બધી સુંદર જગ્યાઓ છે જેના વિશે ઘણી ઓછી જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ જ કારણે તે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સના લિસ્ટમાં પણ હજુ શિમલા, મનાલી અને લેહ જેવું સ્થાન નથી બનાવી શકી. આવી જ એક જગ્યા છે અંડરેટ્ટા

ગામડાનો ઇતિહાસ

વર્ષ 1930 માં નોરા રિચર્ડ્સ જે એક આઇરિશ નાટ્ય કલાકાર હતી, પોતાના પતિના મૃત્યુ પછી લાહોરથી અહીં આવીને વસી ગઇ. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન મોર્ડન આર્ટના જાણકાર BC Sanyal અને પ્રોફેસર Jaidayalની સાથે મળીને પોટરી કામ શરૂ કર્યું. તો જો તમે પોટરી કળાની બારીકીઓને શિખવા માંગો છો તો અહીં ગરમીઓમાં થતા 3 મહિનાનો રેસીડેન્શિયલ કોર્સ કરી શકો છો. આ જગ્યાની સુંદરતા અને શાંતિ દુનિયાભરના કલાકારોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

અંડરેટ્ટાથી નોરા સેન્ટર ફોર આર્ટ, અંડરેટ્ટા પોટરી એન્ડ ક્રાફ્ટ સોસાયટી, નોરા મડ હાઉસ અને સર શોભા સિંહ આર્ટ ગેલેરી માટે ઓળખાય છે.

અંડરેટ્ટાની આસપાસ ફરવાની જગ્યાઓ

પાલમપુર

અંડરેટ્ટાની પાસે વસેલું પાલમપુર શહેર, જે દુનિયાભરમાં પોતાના ચાના બગીચા માટે ઓળખાય છે. અહીં ઘણી નાની-નાની નદીઓ છે. પહાડો અને નદીઓના કારણે જ અહીંનું વાતાવરણ ઠંડુ રહે છે. જે ચાના બગીચાઓ માટે અનુકૂળ છે.

વૈજનાથ મંદિર

નોર્થ ઇન્ડિયાના સૌથી જુના શિવ મંદિરમાંનું એક છે બૈજનાથ મંદિર. સામાન્ય દિવસો ઉપરાંત, શિવ રાત્રી અને બીજા ઉત્સવો દરમ્યાન અહીં ભક્તોની વધુ ભીડ જોવા મળે છે.

વ્રજેશ્વરી મંદિર

ઇતિહાસના પન્નાઓમાં આ મંદિર પોતાના વિશાળ વૈભવ માટે જાણીતું છે જેને મોંહમ્મદ ગઝનીએ લૂંટવાની કોશિશ કરી હતી.

જ્વાળામુખી મંદિર

ઇન્ડિયાની 51 શક્તિપીઠોમાંનું એક છે અહીંનું જ્વાળામુખી મંદિર. જ્યાં જઇને સુખ અને શાંતિનો અનુભવ થાય છે.

બિરની માતા મંદિર

અંડરેટ્ટા આવો તો આ મંદિર જરૂર જાઓ જ્યાંથી સંપૂર્ણ ખીણ જોવાનો લ્હાવો મળે છે. જંગલોમાંથી ટ્રેક કરતાં આ મંદિર સુધી પહોંચી શકાય છે. નદી કિનારે વસેલું છે ન્યુગલ કેફે, ટ્રેકિંગ માટે આનાથી વધુ સારી જગ્યા નહીં મળે.

કાંગડા ફોર્ટ

પાલમપુરના નજીક છે કાંગડા ફોર્ટ, જેને કટોચ વંશે બનાવ્યો હતો. જે ભારતનો સૌથી જુનો કિલ્લો છે.

એડવેન્ચર સ્પોર્ટ્સ પણ છે અહીં

જો તમે રોમાંચક રમતમાં રસ ધરાવો છો તો તમારે અહીંથી 180 કિલોમીટર દૂર બિલિંગ પેરાગ્લાઇડિંગ એસોસિએશન જરૂર જવું જોઇએ. અહીં હાઇ એલ્ટીટ્યૂડ ક્રોસ કન્ટ્રી પેરાગ્લાઇડિંગ કરવાય છે. અહીં આખા વિશ્વમાંથી લોકો આવે છે.

કેવી રીતે પહોંચશો

રોડ માર્ગ (બાય રોડ)ઃ અડરેટ્ટા, પાલમપુરથી 13 કિલોમીટર દૂર છે. કંગડા, પાલમપુરથી 40 કિમી દૂર છે. દિલ્હી અને ચંદિગઢથી અહીં જવા માટે તમને બસ મળશે.

રેલવે માર્ગ : અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન પઠાનકોટ છે.

હવાઇ માર્ગ : સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે, જે 15 કિમીના અંતરે છે. અહીં પહોંચવા માટે સારૂ એ છે કે તમે એક પ્રાઇવેટ ગાડી હાયર કરો, જેથી તમે સફરને એન્જોય કરી શકો.