ચોમાસામાં ગરમા-ગરમ ભજિયા, દાળવડા કે ગોટા ખાવા મળી જાય તો મજા પડી જાય તેવું કાદચ તમે વિચારતા હશો. જો તમે અમદાવાદમાં હોવ અને આ જગ્યાઓના ભજિયા કે દાળવડા ન ખાધા હોય તો એકવાર અમે દર્શાવેલી જગ્યાએ ચોક્કસ ટ્રાય કરજો. ટેસ્ટ જીભ પર ચોંટી જશે અને એ વિસ્તારમાંથી નીકળશો ત્યારે પણ ભજિયા યાદ આવશે. તો નક્કી કરી લેજો ક્યાંના ભજિયા કે દાળવડા ટ્રાય કરશો.
રાયપુર ભજિયા હાઉસ
શહેરના ખાણી-પીણી માટે વખણાતા નામોમાંનું આ એક નામ છે. રાયપુર ભજિયાનો સ્વાદ લોકો 1903થી માણી રહ્યા છે. રાયપુર દરવાજા પાસે આવેલા આ ભજિયા હાઉસના બટાકાના ભજિયા ખૂબ વખણાય છે, જેમાં મિક્સ ભજિયા પણ આવે છે. આ જગ્યા પર લોકો વારંવાર ભજિયા ખાવા માટે આવે છે તેનું કારણ છે અહીનો જીભે ચોંટી જાય તેવો ટેસ્ટ અને ક્વોલિટી. અહીં લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે જે તેને યુનિક બનાવે છે. રાયપુર ભજીયાની બીજી પણ એક ખાસિયત છે કે તેમાં ભજીયાની સાથે કોઇ ચટણી આપવામાં નથી આવતી. તો પણ આ ભજીયા તમારા ગળામાં ચોંટશે નહીં. બ્રેડ સાથે રાયપુરના ભજીયા ખાવાનો પણ ટ્રેન્ડ વર્ષોથી ચાલી રહ્યો છે.
જેલના ભજિયા
RTO સર્કલ પાસે તમને સાબરમતી જેલના કેદીઓ ધ્વારા બનાવેલા ભજિયા ખાવા મળશે. આ ભજિયાને જેલના ભજિયા તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કારણ કે આ ભજિયા જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે. જો તમે આ વિસ્તારમાંથી પસાર થતા હોવ એકવાર ગરમાગરમ ભજિયા ટેસ્ટ કરજો. અહીના મેથીના ગોટા વખણાય છે. અહીંની ટેસ્ટી કઢીથી ભજિયાનો ટેસ્ટ વધારે મજેદાર બની જાય છે.
મયુર ભજિયા હાઉસ
અંકુર વિસ્તારમાં આવેલા આ ભજિયા હાઉસ પર મિક્સ ભજિયાનો ટેસ્ટ માણવા મળશે. આ મિક્સ ભજિયામાં મેથિના ગોટા, બટેટા વડા, લસણિયા બેટટાના ભજિયા અને મગદાળની ટીકડી સાથે બે ચટણી પણ મળશે. અહીંના ભજિયા એટલા ટેસ્ટ છે કે તમે ટેસ્ટ કર્યા પછી ઘરના લોકો ટેસ્ટ કરે તે માટે ચોક્કસ થોડા ભજિયા પેક પણ કરાવશો. અહીં જાવ તો લસણિયા બટેટાના ભજિાય ચોક્કસ ટ્રાય કરજો, જે એકદમ ડિલિસિયસ અને ટેસ્ટી છે. અહીં પત્રીના ભજિયા, ટામેટાના ભજિયા અને મરચાના ભજિયા પણ મળશે.
અંબિકા દાળવડા
એચએલ કૉલેજ પાસે આવેલા કોમર્સ 6 રસ્તાની નજીકના આ દાળવડા ખાશો તો અહીંથી પસાર થશો ત્યારે-ત્યારે દાળવડા યાદ આવશે. આ દાળવડા બહારથી ક્રન્ચી અને અંદરથી એકમદ સોફ્ટ હોય છે, અહીં એવો એકપણ દિવસ નહીં ગયો હોય કે દાળવડા ખલાસ ન થયા હોય. જો તમારે ઘરે આવો ટેસ્ટ માણવો હોય તો અહીંથી તમને દાળવડાનું ખીરું પણ મળી જશે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.