હોટલ મોટી હોય કે નાની, બેડમાં પાથરવામાં આવતી બેડશીટનો રંગ સફેદ જ હોય છે. પરંતુ શું તમે તેની પાછળનું કારણ જાણો છો? આમ કરવા પાછળ જે 5 કારણ છે તે ઘણાં રસપ્રદ છે. આવો જાણીએ છેવટે શું છે આ કારણ
રાહત
માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને રાહત આપે છે. જેટલું સારૂ સફેદ રંગને જોઇને લાગે છે તેટલી શાંતિ કોઇ બીજા રંગને જોઇને નથી થતી. આ જ કારણ છે કે તેને પવિત્ર અને સાફ માનવામાં આવે છે.
ગંદો
બેડશીટનો રંગ સફેદ હોવાથી તે જલદી ગંદો (મેલો) થઇ જાય છે, જેના કારણે તે હોટલના કર્મચારીઓની નજરમાં જલદી આવી જાય છે. જેનાથી તેને બદલવામાં સરળતા રહે છે.
બ્લીચિંગ કરવાનું સરળ
સફેદ બેડશીટ પર ભૂલથી જો કોઇ ડાગ લાગી જાય છે તો તેને બ્લીચ કરવાનું સરળ થઇ જાય છે. હોટલમાં બેડશીટને સાફ કરવા માટે મોટાભાગે બ્લીચનો ઉપયોગ થાય છે. આમ કરવાથી કપડા પર રહેલા બધા જીવાણુંનો નાશ થઇ જાય છે.
સ્ટ્રેસનો રાખે છે દૂર
મોટાભાગે લોકો રજાઓમાં પોતાના સ્ટ્રેસને દૂર કરવા માટે ફરવા જાય છે. આવા સંજોગોમાં હોટલના રૂમમાં પાથરવામાં આવેલી સફેદ ચાદર તેમને પોતાની તરફ ઘણી જ આકર્ષિત કરે છે. સાઇકોલોજિસ્ટનું માનીએ તો હોટલનો રૂમ જેટલો સાફ હશે ગેસ્ટને એટલું જ સારૂ લાગશે.
ખાસ કારણ
1990 ના દશક પહેલા, હોટલમાં રંગીન ચાદરોનો ઉપયોગ થતો હતો. તેની જાળવણી કરવાનું સરળ રહેતું હતું કારણ કે તેમાં લાગેલા ડાગા છુપાઇ જતા હતા. ત્યાર બાદ વેસ્ટિનની હોટલ ડિઝાઇનરોએ એક રિસર્ચ કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે ગેસ્ટ માટે એક લકઝરી બેડનો અર્થ શું હોય છે. ત્યાર બાદ ગેસ્ટની હાઇઝીનને ધ્યાનમાં રાખીને સફેદ ચાદરનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો.