કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે પર્યટકો માટે મોટી ખુશખબરી છે. હવે તમે દેશમાં જ ગ્લાસ સ્કાય વૉકનો આનંદ લઇ શકો છો. આ અગાઉ ગ્લાસ સ્કાય વૉક માટે ચીન જવું પડતું હતું, પરંતુ હવે પર્યટક દેશમાં જ સ્કાય ગ્લાસ વૉક કરી શકે છે. ચીનના હેબઇ પ્રાંતમાં એસ્ટ તૈહાંગ ગ્લાસ સ્કાય વૉક છે. જો કે, જે લોકોને ઉંચાઇથી ડર છે તેમણે ગ્લાસ સ્કાય વૉકની અનુમતિ નહીં મળે. જો આપને આ અંગે ખબર નથી તો આવો આ અંગે જાણીએ-
ક્યાં છે ગ્લાસ સ્કાય વૉક
જો તમે એડવેન્ચરની મજા લેવા માંગો છો, તો તમારે સિક્કિમ જવું પડશે. આ પર્યટન સ્થળ સિક્કિમ રાજ્યના પેલિંગમાં સ્થિત છે. પેલિંગ સ્થિત ગ્લાસ સ્કાય વૉક ચેનરેજિગ મૂર્તિની સામે છે. આ પ્રતિમા 137 ફૂટ ઉંચી છે. જ્યારે આ પ્રતિમાનું અનાવરણ 2018માં કરવામાં આવ્યું હતું. સિક્કિમનો આ ગ્લાસ સ્કાય વૉક દેશનો પહેલો સ્કાય વૉક પર્યટન સ્થળ છે. આ સ્થાનથી ચેનરેજિગ મૂર્તિ, તીસ્તા અને રંગીત નદીઓના દર્શન થઇ શકે છે.
કેવી રીતે કરી શકો છો ગ્લાસ સ્કાય વૉક
ગ્લાસ સ્કાય વૉકનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે. પ્રવાસીઓ આ સમય દરમિયાન ગ્લાસ સ્કાય વૉક કરી શકે છે. જ્યારે પ્રતિ વ્યક્તિ ટિકિટ ચાર્જ માત્ર 50 રૂપિયા છે. આ સ્થાન પેલિંગથી ફક્ત અઢી કિલોમીટર દૂર છે. જો કોઇ વ્યક્તિને વર્ટિગો એટલે કે ચક્કર આવવાની સમસ્યા છે અથવા ઊંચાઇનો ડર લાગે છે, તેને જવાની અનુમતી નથી. જો કોઇ વ્યક્તિના હ્રદયના ધબકારા વધી જાય છે તો તે વ્યક્તિને જવાની અનુમતિ નહીં આપવામાં આવે. ગ્લાસ સ્કાય વૉકની બન્ને બાજુ રેલિંગ છે. પર્યટક આ રેલિંગના સહારે અંતિમ છેડા સુધી જઇ શકે છે. જો કે, કોરોના કાળમાં તમારે ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. આના માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે અને શારીરિક અંતરનું પણ ધ્યાન રાખવું પડશે.