ગણેશ ચતુર્થીઃ દગડુ શેઠ ગણેશ મંદિરનો આ છે ઇતિહાસ

0
1137
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શ્રી દગડુ શેઠ હલવાઇ ગણપતિ ભગવાન ભક્તોના લાડલા ભગવાન છે. શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતી પુના શહેરના ગૌરવનું ઉચ્ચત્તમ સ્થાન માનવામાં આવે છે. દર વર્ષે ભારતભરના અને દેશ વિદેશના અગણિત ભક્તો આ ભગવાનના દર્શન કરવા આવે છે. શ્રી દગડુશેઠ હલવાઇ ગણપતીનું આ મંદિર ભક્તોના આદર અને ભક્તીનું સ્થાન તો છે જ, એટલું જ નહીં, પરંતુ સમાજ સેવા અને સંસ્કૃતિ માટે પ્રયત્નશીલ રહેલી એક મહત્વપૂર્ણ સંસ્થા તરીકે પણ લોકો આને ઓળખે છે. શ્રીદગડુ શેઠ ગણપતી મંદિર ટ્રસ્ટ આ નામથી સંસ્થા કાર્યરત છે. આ મંદિરની પાછળ એક ઘણી મોટી અને વૈભવશાળી પરંપરા રહી છે.

દગડુ શેઠ ગણેશ મંદિરનો ઇતિહાસ

દગડુ શેઠ ગણેશ મંદિર પૂનામાં આવેલું છે. આ મંદિર કંદોઈ દગડૂ શેઠ દ્વારા ૧૮૯૩માં બંધાવવામાં આવ્યું હોવાથી આ મંદિર દગડુ શેઠ ગણેશના નામે ઓળખાય છે. દગડુ શેઠ મંદિર બંધાવ્યા પાછળ પણ એક કહાની છે. દગડુ શેઠના પુત્રનું અકાળે મૃત્યુ થતાં તેની પત્ની બહુ ઉદાસ બની ગઈ હતી અને તે હતાશા ને નિરાશામાં ગરકાવ થઈ જતાં દગડુ શેઠ આ સમસ્યાનો ઉકેલ લાવવા તેમના ગુરૂએ તેમને ગણેશનું મંદિર સ્થાપવાની સલાહ આપી. દગડુ શેઠે ગણેશ મંદિરની સ્થાપના કરી, અને ત્યારબાદ પત્ની ગણેશની પુત્રભાવે સેવા પૂજા કરવામાં લીન થતા મંગલમય ગણેશે તેમની ઉદાસીનતાને પ્રસન્નતાથી ભરી દીધી ત્યારથી આજ સુધી આ મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. મંદિરનું નકશીકામ બેનમૂન અને સોનાનાં આભૂષણોથી સજ્જ છે. આ મંદિરની સુંદરતા પણ નિરાળી છે. અહી બિરાજમાન ગણેશની મૂર્તિ દગડુ શેઠની પત્નીની જેમ તેના દ્વારે આવતા માયુસ, નિરાશ ભક્તોના ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે

કોણ હતા દગડુ શેઠ?

દગડુ શેઠ કર્ણાટકથી આવી પૂનામાં વસેલો એક વેપારી અને હલવાઈ હતો. તેના વેપારને એટલી તો સફળતા મળી કે તેની અટક જ હલવાઈ પડી ગઈ હતી. દગડુ શેઠ હલવાઈની ઓરિજીનલ દુકાન આજે પણ પૂનાના દત્ત મંદિર પાસે કાકા હલવાઈના નામે મોજૂદ છે. 1800ની સાલમાં પ્લેગની મહામારીમાં દગડુ શેઠે પોતાનો એક માત્ર પૂત્ર ખોયો. જેને કારણે દગડુ શેઠ અને તેમના પત્ની અત્યંત આઘાતમાં સરી ગયા. તેમને આ આઘાતમાંથી બહાર લાવવા માટે તેમના ગુરુ શ્રી માધવનાથ મહારાજે તેમને ગણપતિ મંદિર બાંધવાની સલાહ આપી. આ મંદીર 1893ની સાલમાં પૂર્ણ થયું.લોકમાન્ય ટીળક દગડુ હલવાઈના ખાસ મિત્ર હતા. અને લોકમાન્ય ટીળકે સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ મહોત્સવની શરૃઆત થઈ.