કોરોના વાયરસના કારણે છેલ્લા 4 મહિનામાં બંધ પડેલું માલદીવ ગત 15 જુલાઇથી ખુલી ગયું છે. રાષ્ટ્રપતિ મોહંમદ સોલિહે થોડાક સમય પહેલા જ તેની જાહેરાત કરી હતી. માલદીવના પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર 15 જુલાઇથી દ્ધિપ, રિસોર્ટ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ પરથી પ્રતિબંધો હટાવી દીધા છે.
કોરોના સંક્રમણ ફેલાયા બાદ માલદીવને 27 માર્ચ પછી બંધ કરી દેવામાં આવ્યું હતું. દુનિયાભરના દેશોની જેમ માલદીવની ઇકોનોમી પર ટુરિઝમ પર આધારિત હોવાથી તેને આર્થિક ફટકો પડ્યો હતો. પર્યટન મંત્રાલયનું કહેવું છે કે માલદીવની ઇકોનોમીને પાછી પાટા પર લાવવા માટે ટૂરિઝમ પરથી પ્રતિબંધ હટાવવો જરૂરી થઇ ગયો છે.
મહત્વનું છે કે માલદીવમાં ઘણી સુંદર જગ્યાઓના કારણે પ્રવાસીઓમાં તેની ખાસ ઓળખ છે. અહીં આખુ વર્ષ પ્રવાસીઓની ભીડ રહે છે. પ્રવાસીઓ અહીં ખાસ કરીને સમુદ્રના આકર્ષક કિનારા અને આઇલેન્ડની સુંદરતાનો આનંદ ઉઠાવવા આવે છે.
માલદીવની સૌથી સુંદર જગ્યા
માલદીવમાં પ્રવાસીઓ માટે અનેક ટૂરિસ્ટ સ્પૉટ છે, પરંતુ તેમાંથી કેટલાક ખાસ છે. જો તમારે સી બીચીઝનો આનંદ લેવો હોય તો માલે એટોલ, સન આઇલેન્ડ, બનાના રીફ, અલીમાથા આઇલેન્ડ, બાયલોમિસેન્ટ બીચ, આર્ટિફિશિયલ બીચ અને બારૂસ આઇલેન્ડ જઇ શકો છો.
આ ઉપરાંત, હરવા-ફરવા અને શોપિંગ માટે મજિધિ માગુ, નેશનલ મ્યૂઝિયમ, ગ્રાન્ડ ફ્રાઇડે મૉસ્ક્યૂ, પ્રોસીડેન્શિયલ પેલેસ, ચીન-માલદીવ ફ્રેન્ડશિપ બ્રિજ, સૂનામી મોનુમેન્ટ્સ અને નેશનલ આર્ટ ગેલેરી જોવા જઇ શકો છો. હનિફારૂ બે અને એચપી રીફમાં તમે સ્કૂબા ડાઇવિંગની મજા પણ લઇ શકો છો.