હિમાચલમાં સાચે જ સ્વર્ગ છે આ જગ્યા, અહીં જવા માટે લલચાશે તમારૂ મન

0
433
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હિમાચલ પ્રદેશના ખોળામાં ફેલાયેલી લાહૌલ-સ્પીતિની સુંદર ખીણો અહીં પ્રવાસીઓને આવવા માટે મજબૂર કરી દે છે. અહીં પ્રવાસીઓને જોવા માટે અનેક જગ્યાઓ છે. જ્યાં નજર કરો ત્યાં આપને સુંદર દ્રશ્યો જોવા મળે છે. બર્ફિલા પર્વતોથી ઘેરાયેલા આકર્ષક સરોવરો, નાના પર્વતોના શિખરો, ઠંડી હવાના સૂસવાટા અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી, આ બધુ જ લાહૌલ-સ્પીતિને શાનદાર બનાવે છે. આમ તો લાહૌલને લેન્ડ વિથ મેની પાસીસ પણ કહેવામાં આવે છે કારણ કે લાહૌલથી દુનિયાનો સૌથી ઊંચો હાઇવે પસાર થાય છે જે લાહૌલને વિશ્વમાં અલગ ઓળક અપાવે છે.

તાબો પ્રાચીન બૌદ્ધ મઠ

તાબો પ્રાચીન બૌદ્ધ મઠ ગેલૂકંપા સંપ્રદાય સાથે જોડાયેલો છે. આ મઠમાં 9 કક્ષ છે અને તેની ચારેબાજુ ઉંચી દિવાલો છે. એવું કહેવાય છે કે આ મઠને બનતા 46 વર્ષ લાગ્યા હતા. તેમાં બુદ્ધની વિશાળ પ્રતિમા પણ છે. તેનું નિર્માણ તિબ્બતના એક શાસક શહોદે કરાવ્યું હતું.

કાઝા

કાઝાનું ત્રિમૂર્તિ મંદિર અને બૌદ્ધ મઠ જોવાલાયક છે. જો તમે અહીં આવવા માંગો છો તો આપને જણાવી દઇએ કે અહીં ઑક્સીજનની માત્રા ઘણી ઓછી રહે છે એટલા માટે અહીં શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.

કુંજમ પાસ

કુંજમ પાસથી હિમાચલ પ્રદેશના ગ્લેશિયરોને સ્પષ્ટ જોઇ શકાય છે. અહીંનું શિગડી ગ્લેશિયર એશિયાનું સૌથી ઊંચુ ગ્લેશિયર માનવામાં આવે છે. અહીંથી 12 કિલોમીટર નીચે ઉતરીને તમે બોટલ નામની જગ્યાએ પહોંચો છો. ચંદ્રા નદી પર પુલ છે, આગળ નાનો પાસ અને મોટો પાસ નામની જગ્યા છે. આ જગ્યા વિશાળ ખડકોની વચ્ચે છે.

કી ગોંપા

કી ગોંપા ગેલુગ્પા સંપ્રદાય સાથે સંબંધિત છે. જો કે વિશ્વભરમાં આ પ્રસિદ્ધ છે. આ લાહૌલ સ્પીતિના દર્શનીય સ્થળોમાંનુ એક છે. કી ગોમ્પા કાજાથી 8 કિમી ઉપરની તરફ છે. ગેલુગ્પા સંપ્રદાય સાથે સંબંધિત ગોમ્પા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેમાં થંકચિત્રોનો વિશાળ ભંડાર છે. જેમાં 100થી વધુ રહેણાંક કક્ષ છે જેમાં 300થી વધુ લામા રહે છે. અહીંનું છમ્મ નૃત્ય જાણીતું છે.

કેલાંગ

કેલાંગ લાહૌલ સ્પીતિ જિલ્લાનું વડુમથક છે. કેલાંગ પોતાના મનમોહક દ્રશ્યોથી પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે લાહૌલ સ્પીતિ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અહીં જરૂર જજો. તેના દક્ષિણમાં ડીલબુરી શિખર છે. અહીં બૌદ્ધ અને હિંદુઓ હળીમળીને રહે છે. આ શિખર તેમનું તીર્થ છે. પૂર્વની બાજુ લેડી ઑફ કેલાંગ શિખર છે. કેલાંગ જે શિખરની ગોદમાં વસ્યું છે તેને કિયારક્યોક્સના નામથી પણ ઓળખવામાં આવે છે.

કેવી રીતે જશો લાહૌલ-સ્પીતિ

લાહૌલ સ્પીતિ જવા માટે ઘણાં રસ્તા છે. લાહૌલનું સૌથી નજીકનું એરપોર્ટ ભુંટાર છે જે શિમલા અને નવી દિલ્હી જેવા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. એરપોર્ટની બહાર ટેક્સીઓ અને કેબ મળી રહે છે. બીજો વિકલ્પ રેલવેનો છે. નજીકનું રેલવે સ્ટેશન જોગિંદર નગર છે જે નાનું રેલવે સ્ટેશન છે. અહીંથી ચંદીગઢ માટે ટ્રેન મળી રહે છે. લાહૌલ રોડ માર્ગે જવા માટે મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 21થી જોડાયેલું છે. આ રસ્તો ચંદીગઢથી વિલાસપુર, મંડી અને કુલૂ થઇને જાય છે. મનાલીથી આગળનો રસ્તો લેહ રોડ કહેવાય છે. અહીં દિલ્હી-શિમલાથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે.

ક્યારે જવું

અહીં આવવાનૌ સૌથી સારો સમય ગરમીની સીઝનને માનવામાં આવે છે. અહીં વરસાદ વધારે થતો નથી. શિયાળા દરમ્યાન આ જગ્યા બરફવર્ષાથી ઢંકાઇ જાય છે અને તાપમાન ઝીરોથી નીચે જતું રહે છે.