જ્યારથી ભારત અને કેટલાક દેશો વચ્ચે ટ્રાવેલ બબલ વ્યવસ્થા શરૂ થઇ છે, ત્યારથી બૉલીવુડ સેલેબ્સે મુસાફરી કરવાનું શરુ કરી દીધું છે અને ફરવા માટે આતુર બધા લોકોને રજાઓ ભારતની બહાર મનાવવાની એક આશા પણ ઉભી કરી છે. જો તમે દેશની બહાર ફરવા માંગો છો અને તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો અને આપને બતાવી રહ્યા છીએ કેટલાક એવા દેશો અંગે જ્યાં તમે જઇ શકો છો.
માલદીવ્ઝ
તમે જોયું હશે કે હાલમાં જ બૉલીવુડના અનેક સેલેબ્સ માલદિવ્ઝની મુલાકાત કરી રહ્યા છે. જો તેઓની ઇન્સ્ટાગ્રામની તસવીરો પૂરતી નથી તો ગૂગલ કરીને પણ આ સુંદર જગ્યાના સ્વચ્છ અને સફેદ સમુદ્ર અને લકઝરી રિસોર્ટ જોઇ શકો છો. માલદિવ્સ જવા માટે સૌથી સારો સમય ડિસેમ્બરથી લઇને એપ્રિલ વચ્ચેનો છે. ટ્રાવેલ બબલની સુવિધા પછી ભારત અને માલદીવ્ઝ વચ્ચે હવાઇ યાત્રાને મંજૂરી મળી ચુકી છે.
માલદીવ્ઝમાં પ્રવેશ માટે તમારી પાસે કન્ફર્મ બુકિંગ અને કોવિડ 19નો નેગેટિવ PCR ટેસ્ટ રિપોર્ટ હોવો જોઇએ. સાથે જ માલદીવ્ઝ પહોંચવા પર યાત્રીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે, પછી જ્યારે રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પોતાની હોટલમાં ક્વોરન્ટિન રહેવું પડશે.
કતર
જો નેટફ્લિક્સનો શો ફેબુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇફ્સ જોઇને તમારુ મન પણ કતર જવાનું કરી રહ્યું છે તો તમારા માટે સારા સમાચાર છે. કતરે હાલમાં જ વિદેશી યાત્રીઓ માટે પોતાના દરવાજા ખોલી નાંખ્યા છે. ભારતથી કતર આવેલા લોકોએ ત્યાં પહોંચીને પોતાની હોટલમાં ક્વોરન્ટિન થવું પડશે અને 48 કલાકની અંદર કોવિડ 19નો ટેસ્ટ કરવો પડશે.
જો તમારા ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે છે તો કતરની એપ એરતેરાજમાં સ્ટેટ્સ પીળું થઇ જશે. ત્યાર બાદ તમારુ ત્યાં રોકાણના છઠ્ઠા દિવસે ફરી ટેસ્ટ કરવો પડશે. જો તેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો એપમાં સ્ટેટ્સ લીલુ થઇ જશે. ત્યાર બાદ તમે આ આરબ દેશમાં ફરી શકો છો.
અમેરિકા
ભારતીય પાસપોર્ટની સાથે જો તમારી પાસે વેલિડ વિઝિટર વીઝા છે, તો તમે ભારતથી અમેરિકા યાત્રા કરી શકો છો. અમેરિકા પહોંચ્યા પછી તમારે 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે અને સાથે જ ત્યાંની ગાઇડલાઇન્સને ફૉલો કરવી પડશે. ડિસેમ્બરથી લઇને માર્ચ મહિનો અમેરિકા જવા માટે બેસ્ટ માનવામાં આવે છે, અમારી સલાહ છે કે તમે દેશના ઉત્તરી ક્ષેત્રની યાત્રા કરો. જેમ કે ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, યેલોસ્ટોન નેશનલ પાર્ક, વરમૉન્ટ અને ઇલીનૉઇસ. જ્યારે તમારે કોવિડ ટેસ્ટ અને ક્વોરન્ટાઇન થઇ જાય તો તમે ત્યાં આરામથી ફરી શકો છો.
ભૂટાન
કોઇ પણ ભારતીય નાગરિકને હાલની બબલ વ્યવસ્થા હેઠળ ભૂટાનની યાત્રા કરવાની અનુમતિ છે. જો પણ ભૂટાન જઇ રહ્યા છે તેને કોવિડ 19 નેગેટિવ ટેસ્ટ કરાવીને જવું પડશે, યાદ રાખો કે તે 72 કલાક જુનો ન હોય. દરેક યાત્રીને 21 દિવસના ક્વોરન્ટાઇન અને ટેસ્ટિંગમાંથી પસાર થવું પડશે અને તેનો ખર્ચ યાત્રીઓએ જાતે જ ઉઠાવવો પડશે.
યૂએઇ
કોઇ પણ ભારતીય નાગરિક જેની પાસે કોઇપણ પ્રકારનો માન્ય યૂએઇ વીઝા છે તો તે યૂએઇની યાત્રા કરી શકે છે. પર્યટકોએ બે કોવિડ 19 પીસીઆર ટેસ્ટ લેવા પડશે- એક તો પ્રસ્થાન કરતા પહેલા, જેના ટેસ્ટિંગનો સમય 96 કલાક સુધી વેલિડ હશે, અને બીજો દુબઇ પહોંચ્યા પછી.
દક્ષિણ આફ્રિકા
જે ભારતીયો દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરવા માંગે છે તેમના માટે આ દેશે ફરી પોતાના દરવાજા ખોલ્યા છે. તમારે ત્યાં જતા પહેલા PCR નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ લઇ જવો પડશે, જે 72 કલાક જુનો ન હોવો જોઇએ. સાથે જ ત્યાં ક્વોરન્ટાઇન પણ થવું પડશે. ત્યાં પહોંચવા પર યાત્રીઓની કોવિડ-19ની સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
Disclaimer: આ લેખ ફક્ત જાણકારીના ઉદ્દેશથી આપવામાં આવ્યો છે. આ સંબંધિત દેશોના બધા કોવિડ-19 પ્રતિબંધ, દિશા નિર્દેશ અને એર બબલ વ્યવસ્થા અધિકારીઓ દ્ધારા ફેરફારને આધીન છે. તેથી ત્યાં જવાનું પ્લાનિંગ કરતાં પહેલા જાતે રિસર્ચ કરી લો.