આ છે દુનિયાના 10 સૌથી શ્રેષ્ઠ Floating Restaurant

0
362
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ખાવા-પીવા અને ફરવાના શોખીન છો તો દુનિયામાં કેટલીક floating restaurant તમારી વિશ લિસ્ટનો હિસ્સો બની શકે છે. દુનિયાના આવા જ floating restaurant લઇને અમે આવ્યા છીએ, જેમાં ભારતની એક રેસ્ટોરન્ટ પણ સામેલ છે. આવો જાણીએ, floating restaurant માં એવું તો શું હોય છે ખાસ…

1. Veli Lake Floating Restaurant, Kerala કેરળનું વેલી લેક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ દુનિયાભરમાં જાણીતું છે. તિરુઅનંતપુરમથી 8 કિમીના અંતરે પાણીમાં તરતી આ સુંદર રેસ્ટોરન્ટ સરોવરના કિનારે વસેલા ગામોની વચ્ચોવચ છે. આ રેસ્ટોરન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પીરસવામાં આવતા ખાવામાં કેરળથી મળનારા મસાલાનો પ્રયોગ થાય છે.
2. Jumbo Kingdom Restaurant, Hong Kong
દુનિયાની સૌથી મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હોંગકોંગની જમ્બો કિંગડમ છે. આ રેસ્ટોરન્ટમાં એક સાથે 2300 લોકો ખાવાનું ખાઇ શકે છે. પાણીમાં તરતી આ રેસ્ટોરન્ટને હોંગકોંગની સૌથી આકર્ષક જગ્યાઓમાંની એક માનવામાં આવે છે.
3. Sea Palace, Amsterdam, Netherlands
સી પેલેસ યૂરોપની સૌથી પહેલી ફ્લોટિંગ ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે. સી પેલેસ રેસ્ટોરન્ટ ચાઇનીઝ આર્કિટેક્ચરનો એક સુંદર નમૂનો છે.
4. BBQ Donut Restaurant, Germany
જર્મનીની બીબીક્યૂ ડોનટ રેસ્ટોરન્ટનું નામ બે ફૂડ આઇટમમાંથી લેવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં એક તરતું ટેબલ છે. જ્યાં તમને ફૂડ સર્વ કરવામાં આવે છે.
5. Cat Ba Bay Restaurant, Vietnam
વિયેતનામની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કેટ બા બે સી ફૂડ માટે જાણીતી છે. આ રેસ્ટોરન્ટને ઘરની જેમ જ બનાવવામાં આવી છે.
6. Rustar Dhow Floating Restaurant, Dubai
દુનિયાની મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં દુબઇની રૂસ્ટર ધાઉ પણ સામેલ છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે આ એક જગ્યાએ સ્થિર રહેવાના બદલે ચારે બાજુ ફરતી રહે છે. આ રેસ્ટોરન્ટમાં એક સાથે 397 લોકો લંચ અને ડિનર કરી શકે છે.
7. Sea Restaurant, Vancouver ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં Vancouver ની સી રેસ્ટોરન્ટને આની અનોખી ઓળખ એટલે કે પ્લાસ્ટિકથી બનેલી હોવાના કારણે ઓળખવામાં આવે છે. આ રેસ્ટોરન્ટને બનાવવામાં મટિરિયલ તરીકે અંદાજે 1700 પ્લાસ્ટિક બોટલો અને દેવદારની લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
8. The Mack Barz Restaurant, Columbia
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં બ્રિટિશ કોલંબિયાની ધ મેકબાર્જ રેસ્ટોરન્ટ ટૂરિસ્ટ પ્લેસની જેમ બનાવવામાં આવી હતી. ધીમે-ધીમે અહીંના સુંદર સ્વાદવાળા વ્યંજનોના કારણે લોકો તેને ઓળખવા લાગ્યા.
9. The Murinsel Cafe, Austria
ઓસ્ટ્રિયાની ધ મ્યૂરિનલ કેફે રેસ્ટોરન્ટના લિસ્ટમાં ઘણી પોપ્યુલર છે. આ રેસ્ટોરન્ટને ન્યૂયોર્કની એક આર્ટિસ્ટ બિટો અકાનસીએ બનાવી છે.
10. Nusa Penida Island Floating Restaurant, Indonesia
ઇન્ડોનેશિયાની આઇલેન્ડ બાલીની નજીક આવેલી છે, આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. અહીંનું ખાવાનું અને ડ્રિંક દુનિયાભરમાં જાણીતું છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.