મુંબઇ દેશના મોટા મહાનગરોમાંનું એક છે. સપનોના આ શહેરમાં અનેક કોમ્યુનિટિઝના લોકો રહે છે. રસપ્રદ વાત એ છે કે અહીં ફરવાની સાથે સાથે ખાવા-પીવામાં પણ મજા આવે છે. મુંબઇમાં નવા અને જુના અનેક રેસ્ટોરન્ટ્સ છે, જે ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ખાવાથી લઇને એક્સપેરિમેન્ટલ ફૂડ પણ સર્વ કરે છે. મુંબઇના આવા જ 5 આઇકોનિક રેસ્ટોરન્ટ્સ અંગે આવો જાણીએ.
મસાલા લાયબ્રેરી
મસાલા લાયબ્રેરીનું નામ જેટલુ અનોખુ છે, અહીંનું ફૂડ પણ એટલું જ અલગ છે. અહીં વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે ખાવાનું તૈયાર થાય છે પરંતુ તે પારંપારિક રીતો કરતા થોડાક અલગ હોય છે. વર્ષ 2013માં જિગ્સ કાલરાએ આ રેસ્ટૉરન્ટની શરુઆત કરી હતી, જે તે સમયના જાણીતા ફૂડ કોલમિસ્ટ રહ્યાં છે. અહીં 9 કોર્સ ફૂડ સર્વ કરવામાં આવે છે, જેમાં સિગ્નેચર ડિશીઝ થોડી થોડી ક્વોન્ટિટીઝમાં સર્વ કરવામાં આવે છે.
બૉમ્બે કેન્ટીન
જો તમે ટ્રેડિશનલ ડિશીઝના સ્વાદમાં નવું ટ્વિસ્ટ માંગો છો તો તમારે બૉમ્બે કેન્ટીનમાં જવું જોઇએ. તેની શરુઆત શેફ માસ્ટર્સ વિનર ફ્લૉઇડ કાર્ડોઝે કરી હતી. આ રેસ્ટૉરન્ટ કોઇ હેરિટેજ બંગલો જેવું દેખાય છે. અહીંના કૉકટેલ્સનો સ્વાદ તમને જરુર પસંદ આવશે. આ મુંબઇના સૌથી જુના અને પોપ્યુલર રેસ્ટૉરન્ટમાં શામિલ રહ્યું છે. આ દેશની પહેલી એવી રેસ્ટૉરન્ટ છે, જ્યાં ઓપન એર બેકરી છે. અહીંના મેનૂમાં ઇન્ડિયન અને કૉન્ટિનેંટલ દરેક પ્રકારની ડિશીઝ મળે છે. અહીં આઉટડોર ગાર્ડન અને અંદરની એરકંડિશન સ્પેસ, બન્ને એમ્બિયંસ પોતાનામાં ખાસ છે. બટર ચિકન, રોગન જોશ અને લસણ ફિશ અહીંની સ્પેશ્યલ ડિશીઝ છે જેનો સ્વાદ જરુર લેવો જોઇએ.
Khyber
જો તમે ઉત્તર પૂર્વના પારંપરિક સ્વાદની મજા લેવા માંગો છો તો કોલાબાની પાસે સ્થિત ખાયબર રેસ્ટૉરન્ટ તમારે જરુર જવું જોઇએ. આ રેસ્ટૉરન્ટ 1958માં ખુલ્યું હતું. 1985માં તે સળગીને રાખ થઇ ગયું હતું. ત્યારબાદ તેનું ફરી નિર્માણ થયું. પુનઃનિર્માણ બાદ તેના ઇન્ટીરિયર્સ ઘણાં જ સુંદર દેખાય છે. અહીં ફેમસ આર્ટિસ્ટ્સના પેન્ટિંગ જોવા મળે છે, સાથે જ ઉપરના ફ્લોર સુધી જવા માટે માર્બલની સીડીઓ છે. આ રેસ્ટૉરન્ટની વિઝિટ કરીએ તો તમને તંદૂરી અને stewed lamb dishes નો સ્વાદ જરુર લેવો જોઇએ. અહીં વેજિટેરિયન ડિશિઝની પણ સારી એવી વેરાયટી જોવા મળે છે. જેમાં મલાઇ કોફતા અને માંની દાળ ઘણી જ લાજવાબ છે.
Diva Maharashtracha
Diva Maharashtrachaનો અર્થ છે મહારાષ્ટ્રનો પ્રકાશ. આ રેસ્ટૉરન્ટમાં મહારાષ્ટ્રની દરેક પ્રકારની પોપ્યુલર ડિશનો સ્વાદ લેવાની તક મળે છે, જેમાં વડા પાઉં મિસલ, સાબુદાણાની ખિચડી જેવી ડિશ સામેલ છે. તેમાં એવી મહારાષ્ટ્રીયન ડિશીઝ પણ સામેલ છે જે અંગે ઘણી વધારે જાણકારી નથી મળતી. રસપ્રદ વાત એ છે કે અહીં 200 કરતાં પણ વધુ વેરાયટીનું ખાવાનું મળે છે, જેમાં વેજિટેરિયન અને નોન વેજ એમ બન્ને પ્રકારની ડિશિઝ સામેલ છે.