આધુનિક સમયમાં સ્વસ્થ રહેવું એ કોઈ પડકારથી ઓછું નથી. ખરાબ દિનચર્યા, ખાણીપીણીની કુટેવો અને તણાવના કારણે ઘણી બીમારીઓ જન્મ લે છે, જેના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. સરળ શબ્દોમાં કરીએ તો આ બીમારીઓથી વ્યક્તિ ઉંમર કરતાં પહેલા વૃદ્ધ થઇ જાય છે. ભારતમાં પ્રાચીન સમયથી સ્વસ્થ રહેવા માટે યોગ કરવામાં આવે છે. આધુનિક સમયમાં દુનિયાભરમાં યોગ કરવામાં આવે છે. યોગના અનેક પ્રકાર છે, જેને કરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકે છે. જાણકારોનું માનીએ તો યોગ અનેક બીમારીઓમાં દવા સમાન છે. યોગ અને ધ્યાન કરવાથી મન એકાગ્ર અને શાંત થાય છે. સાથે જ તણાવથી મુક્તિ મળે છે. આના માટે દરરોજ 30 મિનિટ યોગ જરુર કરો. જો તમે સમયના અભાવે કારણે ઘર પર યોગ નથી કરી શકતા તો આધ્યાત્મિક યોગ કેન્દ્રનો સહારો લઇ શકો છો. આનાથી તમે યોગની સાથે-સાથે પર્યટનની મજા પણ લઇ શકો છો. આવો, દેશના પ્રસિદ્ધ યોગ કેન્દ્ર અંગે જાણીએ-
ઋષિકેશ, ઉત્તરાખંડ
જો તમે ક્યારેક ઉત્તરાખંડ જાઓ તો ઋષિકેશ યોગ કેન્દ્ર જરુર જજો. આ ઉપરાંત માનસિક શાંતિ માટે સમય કાઢીને ઋષિકેશના આનંદ પ્રકાશ આશ્રમ પણ જરુર જાઓ. આનંદ પ્રકાશ આશ્રમ અખંડ યોગ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ કેન્દ્રમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં લોકો આવે છે.
તુષિતા ધ્યાન કેન્દ્ર, ધર્મશાળા
આ ધ્યાન કેન્દ્ર ધર્મશાળામાં આવેલું છે જે બૌદ્ધ સંત દલાઇ લામાનું જન્મસ્થળ છે. આ કેન્દ્રમાં ભગવાન બુદ્ધના ઉપદેશોનું પાલન કરવામાં આવે છે. સાથે જ મધ્યમ માર્ગ પર ચાલવામાં આવે છે. આ કેન્દ્રમાં હજારોની સંખ્યામાં લોકો માનસિક શાંતિ માટે આવે છે. જો તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માંગો છો, તો એકવાર તુષિતા ધ્યાન કેન્દ્ર, ધર્મશાળા જરુર જાઓ.
કૈવલ્યધામ, લોનાવાલા
લોનાવાલા ચિક્કી માટે પ્રસિદ્ધ છે. આ સિવાય લોનાવાલામાં કૈવલ્યધામ યોગ કેન્દ્ર છે, જેની સ્થાપના મહર્ષિ કુવાલયનંદે ઇસ.1924માં કરી હતી. જો તમે મુંબઇ જાઓ, તો એકવાર લોનાવાલા જરુર જજો. સાથે જ માનસિક શાંતિ અને તણાવ મુક્તિ માટે કૈવલ્યધામ યોગ કેન્દ્ર પણ જાઓ.