ભારતના પાંચ સૌથી ચમત્કારી મંદિર, જેના રહસ્યો અંગે જાણીને તમે રહી જશો દંગ

0
551
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારત ધાર્મિક આસ્થામાં વિશ્વાસ કરનારો દેશ છે. જ્યાં મંદિરોમાં સવાર પડતા જ ભજન વાગવા લાગે છે. કોઇ વિશેષ પર્વ પર મંદિરોને ભવ્યતાથી સજાવાય છે. તો આ મંદિરોને લઇને અનેક પ્રાચીન કથાઓ પણ છે. આવા જ પાંચ મંદિર જે અંગે જાણીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો. આ મંદિરોને લઇને અનેક રહસ્યો છે. આ રહસ્યોને આજસુધી કોઇ પણ ઉકેલી શક્યું નથી.

જ્વાળાજી મંદિર- હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત માં દુર્ગાનું જ્વાળા દેવીનું મંદિર ઘણું જ પ્રસિદ્ધ છે. આ મંદિરને લઇને એવું કહેવામાં આવે છે કે મંદિરમાં એક જ્વાળા દરેક સમયે સળગતી રહે છે. જેના કારણે આને જ્વાળાજીનું મંદિર કહેવામાં આવે છે. આ જ્વાળાને લઇને કહેવાય છે કે તે અનાદી કાળથી સળગતી રહી છે અને હંમેશા સળગતી રહે છે. તેના દિવામાંથી વાદળી રંગની જ્યોત પ્રગટે છે જે એક રહસ્ય છે.

લેપાક્ષી મંદિર – આંધ્ર પ્રદેશમાં આવેલું લેપાક્ષી મંદિર વાસ્તુશિલ્પનો એક ચમત્કાર છે. આ મંદિરના પરિસરમાં એક લટકતો સ્તંભ છે જે જમીન પર ટકેલો નથી. આ સાથે જ અહીં એક એવો પથ્થર પણ છે જેની પર એક પદચિહ્ન છે. આ પદચિહ્ન અંગે એવું કહેવાય છે કે તે માતા સીતાનું પદચિહ્ન છે. સૌથી આશ્ચર્ય કરનારી વાત એ છે કે આ પદચિહ્ન હંમેશા ભીનું રહે છે. આને કેટલું પણ સૂકવવામાં આવે, પરંતુ તેમાં પોતાની રીતે પાણી ભરાઇ જાય છે. અત્યાર સુધી તે એક રહસ્ય જ બન્યુ હતું કે છેવટે આમાં પાણી આવે છે કેવી રીતે.

અચલેશ્વર મહાદેવ મંદિર – રાજસ્થાનના ધોલપુરમાં સ્થિત અચલેશ્વર મહાદેવની અલગ જ કૃપા છે. અચલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ દિવસમાં 3 વાર પોતાનો રંગ બદલે છે. પ્રાતઃસવારના સમયે શિવલિંગનો સમય લાલ, તો બપોરના સમયે શિવલિંગનો રંગ કેસરિયો અને દિવસ ઢળ્યા પછી તેનો રંગ કાળો પડી જાય છે. આ મંદિરને લઇને અનોખી વાત એ છે કે અહીં રહેલા શિવલિંગના અંતિમ છેડા સુધી કોઇ પહોંચી શક્યુ નથી.

શિવગંગે મંદિર- કર્ણાટકથી અંદાજે 55 કિલોમીટર દૂર સ્થિત શિવનું મંદિર શિવગંગે મંદિર એક નાનકડા પર્વત પર બનેલું છે. આ મંદિરને લઇને કહેવાય છે કે અહીંના આખા પર્વતો શિવલિંગ જેવા દેખાય છે. આ મંદિર અંગે એવુ પણ કહેવાય છે કે આ શિવલિંગ પર ઘી ચઢાવ્યા પછી તે રહસ્યમય રીતે માખણમાં ફેરવાઇ જાય છે. આ આજે પણ એક રહસ્ય જ રહ્યું છે.

વિરુપાક્ષ મંદિર- કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરૂપાક્ષ મંદિર પોતાનામાં જ એક રહસ્ય છે. કહેવાય છે કે આ મંદિરમાં કેટલાક એવા સ્તંભ છે, જેમાંથી સંગીત નીકળે છે. આને મ્યૂઝિકલ પિલર્સ નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્તંભો વિશે એવું કહેવાય છે કે એકવાર અંગ્રેજોએ એ જાણવા માટે કે સ્તંભોમાંથી કેવી રીતે સંગીત સંભળાય છે, તેને કાપીને જોયા પરંતુ અંદરનું દ્શ્ય આશ્ચર્ય પમાડનારુ હતું કારણ કે થાંભલો અંદરથી ખાલી હતો તેમાં કંઇ હતુ નહીં.