ક્યાં છે ભીમબેટકા ગુફાઓ ? શું છે ખાસિયત? જાણો, કેવી રીતે પહોંચશો ત્યાં

0
1067
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હિન્દુસ્તાનમાં પહાડી ગુફાઓના ઇતિહાસ વિશે તમે જરૂર વાંચ્યું હશે. તમને એ પણ સાંભળવા મળ્યું હશે કે ગુફાઓ ક્યારેક ઋષિ-મુનિઓ માટે યજ્ઞનું સ્થળ પણ ગણાતી હતી. જો કે દેશમાં ઘણી જગ્યાએ એવી ગુફાઓ છે જેમનો પોતાનો ઇતિહાસ છે. એટલે આજે અમે પણ તમને એક ગુફા ભીમબેટકા અંગે જણાવીશું જે વિશ્વવિખ્યાત છે.

ક્યાં છે ભીમબેટકા ગુફા ?

આ ભીમબેટકા ગુફાઓ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલી છે. આ ગુફા ભોપાલથી 45 કિલોમીટર દૂર છે. આ ગુફાઓને ભીમબેટકા રૉક શેલ્ટર ( Rock shelter) કે ભીમબેટકા પણ કહેવામાં આવે છે. સાત પર્વતોમાંથી એક ભીમબેટકાના પર્વત પર 750થી વધુ રૉક શેલ્ટર મળી છે, જે અંદાજે 10 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી છે. આ ગુફાઓ આદિ-માનવ દ્ધારા બનાવેલા શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે તેનો સંબંધ મધ્ય પાષાણ કાળ સાથે છે. અહીંની દિવાલ, લઘુસ્તૂપ, ભવન, શુંગ-ગુપ્ત કાલીન અભિલેખ, શંખ અભિલેખ અને પરમાર કાલીન મંદિર હજારો વર્ષ જુની છે. ભોપાલ મંડલે ભીમબેટકાને 1990માં રાષ્ટ્રીય મહત્વનું સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. પછી યૂનેસ્કોએ ભીમબેટકા ગુફાઓને 2003માં વિશ્વ ધરોહર સ્થળ (વર્લ્ડ હેરિટેજ સાઇટ)જાહેર કર્યું છે.

ભીમબેટકા ગુફાની ખાસિયત

વિંધ્યાચળ પર્વતમાળાઓથી ઘેરાયેલી ભીમબેટકા ગુફાઓમાં કુદરતી લાલ અને સફેદ રંગો (ક્યાંક પીળા અને લીલા રંગનો પ્રયોગ પણ થયો છે)થી વન્યજીવનના શિકારના દ્રશ્યો ઉપરાંત ઘોડા, હાથી વાઘના ચિત્રો કોતરવામાં આવ્યા છે. અહીંના મુખ્ય ચિત્રોમાં ડાંસ, સંગીતવાદન, શિકાર, ઘોડા અને હાથીઓની સવારી મુખ્ય છે. ભીમબેટકાની ગુફામાં સૌથી જુની પેન્ટિંગ 30,000 વર્ષ જુની માનવામાં આવે છે.

કેવી રીતે પડ્યું નામ ?

ભીમબેટકા નામ ભીમ મહાકાવ્ય મહાભારતના દેવતા ભીમ સાથે જોડાયેલું છે. ભીમબેટકા શબ્દ ભીમબેઠકા જેનો અર્થ છે ‘ભીમના બેઠવાની સલાહ’

ભીમબેટકા ફરવાની એન્ટ્રી ફી: ભીમબેટકાની મુલાકાત લેનારાએ એન્ટ્રી ફી 10 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને વિદેશી નાગરિકો માટે આ ચાર્જ 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ નિર્ધારિત કરેલો છે. જો તમે મોટર રાઇડનો આનંદ લેવા માંગો છો તો આના માટે ભારતીય નાગરિકોને પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા અને વિદેશી નાગરિકો માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયા ચૂકવવા પડશે.

ક્યારે જશો: ભીમબેટકા ફરવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ મહિનો છે. જો કે, વરસાદની ઋતુ ફરવા માટે સારી ગણવામાં આવે છે. જો તમે ઇચ્છો તો વરસાદની ઋતુમાં પણ ભીમબેટકા ફરવા જઇ શકો છો.

કેવી રીતે જશો: ભીમબેટકા ફરવા જનારાઓ માટે સૌથી નજીકનું એરપોર્ટ ભોપાલ છે. તમે દિલ્હી, ગ્વાલિયર, મુંબઇ, ઇન્દોરથી ભોપાલ સરળતાથી પહોંચી શકો છો. રેલવેથી જવું હોય તો ભોપાલ ઉતરીને ત્યાંથી બસ કે ટેક્સી દ્ધારા પહોંચી શકાય છે.