બાડમેર, રાજસ્થાનના સૌથી મોટા જિલ્લામાંનો એક છે. આ જિલ્લો રાજ્યના પશ્ચિમમાં હોવાના કારણે થાર રણનો એક હિસ્સો પણ તેમાં આવે છે. પશ્ચિમમાં પાકિસ્તાનની સરહદ પણ છે. બાડમેર જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 28,387 ચોરસ કિલોમીટર છે. જેસલમેર અને બીકાનેર જિલ્લા પછી રાજસ્થાનનું ત્રીજો સૌથી મોટો જિલ્લો છે. આ ભારતનો પાંચમો સૌથી મોટો જિલ્લો છે.
બાડમેરને જુના સમયમાં માલાણીના નામે પણ ઓળખવામાં આવતો હતો. આ શહેર તેની જીવંતતા પર્યટકોનો ઘણો જ આકર્ષિત કરે છે. જે બાડમેરની યાત્રા કરવા માંગે છે તે રાજસ્થાનના ગ્રામ્ય જીવનને નજીકથી જોઇ શકે છે. બાડમેરની યાત્રા દરમિયાન રસ્તામાં આવતા ગામડા અને લોકોનો રાજસ્થાની પોષાક પર્યટકોને ઘણો જ આકર્ષિત કરે છે. માર્ચ મહિનામાં આખુ શહેર રંગોથી ભરાઇ જાય છે કારણ કે અહીં બાડમેર મહેત્સવનું આયોજન થાય છે. બાડમેર તેના મહોત્સવ માટે પણ ઘણું પ્રસિદ્ધ છે.
બાડમેરની હસ્તકળાઓ
બાડમેરના પ્રસિદ્ધ હસ્તશિલ્પ તમને અહીંની દુકાનો પર મળી જશે, જ્યાં ભારતીય ગ્રામીણ પરિધાનથી સંબંધિત સુંદર હસ્તશિલ્પ મળે છે. અહીં નક્કાશીદાર કપડા, હાથવણાટના ઉનના દરિયા, કાર્પેટ, લાકડા પર કોતરીને બનાવેલી વસ્તુઓ, પારંપારિક રીતે રંગેલા કપડા, પેન્ટિંગ્ઝ, બાંધણીના સુંદર કપડા વગેરે વસ્તુઓ ખરીદી શકો છો.
બાડમેરનો ઇતિહાસ
બાડમેરના સંસ્થાપક પરમાર શાસક ’બહાડ રાવ’હતા, જેને બાડ રાવ (જૂના બાડમેર)ના નામથી પ્રસિદ્ધ હતું. 12મી શતાબ્દીમાં આ ક્ષેત્ર‘મલ્લાણી’ના નામે પ્રસિદ્ધ હતું. બાદમાં પરમાર શાસકોએ એક નાનકડા શહેરનું નિર્માણ કર્યાવ્યું જે વર્તમાનમાં ‘જૂના’ના નામથી ઓળખાય છે. આ શહેર બાડમેરથી 25 કિ.મીના અંતરે છે. પરમાર પછી રાવત લૂકા-રાવલ મલ્લિનાથના પૌત્રે પોતાના ભાઇ રાવલ મંડાલકની મદદથી જૂના બાડમેરમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. તેણે જુનાના પરમારોને હરાવીને તેને પોતાની રાજધાની બનાવી હતી.
શું છે જોવાલાયક
બાડમેરમાં પર્યટકો માટે અનેક આકર્ષણ છે જેમાં બાડમેરનો કિલ્લો, રાણી ભટિયાણી મંદિર, વિષ્ણુ મંદિર, દેવકા સૂર્ય મંદિર, કિરાડ મંદિર, બાડમેરનો કિલ્લો અને ગઢ મંદિર, શ્રી નાકોડાજી જૈન મંદિર, ચિંતામણી પાશ્વનાથ જૈન મંદિર, જૂના જૈન મંદિર, સેન્ડ-ડ્યૂન્સ, સફેદ અખાડા મુખ્ય છે.
બાડમેર કેવી રીતે જશો
બાડમેર ભારતના બધા મુખ્ય શહેરો સાથે રોડ, રેલવે અને હવાઇમાર્ગે જોડાયેલું છે. બાડમેર જવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ જોધપુર છે. જોધપુરથી મીટર ગેજ ટ્રેનમાં બાડમેર જઇ શકાય છે. બાડમેર જવા માટે ટેક્સી અને રાજસ્થાન પરિવહનની બસો પણ મળે છે. જોધપુર એરપોર્ટ અહીંથી 220 કિલોમીટર દૂર છે.
ક્યારે જવું
બાડમેર જવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ મહિના વચ્ચેનો છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં ગરમી નથી લાગતી. વાતાવરણ ખુશનુમા હોય છે.