દુનિયાના 6 એવા ખતરનાક પુલ, જે પોતાની બનાવટ અને રોમાંચ માટે છે જાણીતા

0
475
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આજે અમે આપને રૂબરૂ કરાવી રહ્યા છીએ દુનિયાના એવા 6 પૂલોથી, જે પોતાની બનાવટ, ઉંચાઇ અને કારીગરીનો બેજોડ નમૂનો છે. આ જગ્યાએ પસાર થવાથી માણસ રોમાંચિત થઇ જાય છે. કેટલાક તો એવા પુલ છે જેના પરથી નીચે જોવામાં આવે તો હાલત ખરાબ થઇ જાય છે, ચક્કર આવવા લાગે છે. આવા પુલો જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. આ પુલોને જોવાનો એક અલગ જ રોમાંચ છે. આવો જઇએ દુનિયાના આ ખતરનાક અને રોમાંચથી ભરેલા પુલોની સેર કરવા…

1. મિલો વિડક્ટ બ્રિજ, ફ્રાંસ

આને દુનિયાનો સૌથી ઉંચા બ્રિજનો દરજ્જો પ્રાપ્ત છે. આની ઉંચાઇનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે આ એફિલ ટાવરથી પણ 132 ફૂટ (40મીટર) ઉંચો છે. આની ઉંચાઇ 343 મીટર છે. આ ટાર્ન ખીણ પર બન્યો છે. આને આધુનિક એન્જિયરિંગની નાયાબ ઉપલબ્ધિ માનવામાં આવે છે. તે પોતાની આધુનિક ડિઝાઇન માટે ઓળખાય છે. આના નિર્માણની શરૂઆત ઓક્ટોબર 2001માં થઇ હતી, આ લગભગ 3 વર્ષમાં બનીને તૈયાર થયો હતો. આને ડિસેમ્બર 2004માં સામાન્ય લોકો માટે ખોલી નાંખવામાં આવ્યો. આના નિર્માણમાં 24 અબજ 94 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવ્યો. ટાર્ન ખીણમાં ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આનું નિર્માણ કરવામાં આવ્યું.

2. ટ્રિફ્ટ બ્રિજ, સ્વિટ્ઝરલેન્ડ-

100 મીટર લાંબા અને 170 મીટર લાંબા અને સાંકડા બ્રિજનું નિર્માણ 2004માં થયું હતું. આ બ્રિજ આલ્પ્સ પર્વત પર ટ્રિફ્ટસી નદીની ઉપર બનેલો છે. ખાસ વાત એ છે કે આને પગપાળા મુસાફરો માટે બનાવાયો છે. આ બ્રિજ પર ચાલવા માટે તમારૂ દિલ મજબૂત હોવું જોઇએ. ટ્રિફ્ટ ગ્લેશિયરને જોવા માટે દર વર્ષે અહીં 20,000 પ્રવાસીઓ આવે છે. જો કે, 2009માં આ પુલમાં કેટલોક સુધારો કરવામાં આવ્યો.

3. રોયલ બ્રિજ, કોલોરાડો-

અર્કાસસ નદીની ઉપર 955 ફૂટની ઉંચાઇ પર બનેલો આ અમેરિકાનો સૌથી ઉંચો સસ્પેશન બ્રિજ છે. 1929થી 2001 સુધી આને દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ હોવાનો રેકોર્ડ હતો. પરંતુ 2001માં ચીનના લિયૂગુઆંગ બ્રિજના બનવાથી આ રેકોર્ડ જતો રહ્યો. જો કે, 2012 સુધી આ દુનિયાના 10 સૌથી ઉંચા બ્રિજમાં સામેલ હતો. આનું નિર્માણ 1929માં ફક્ત 6 મહિના જૂનથી નવેમ્બર વચ્ચે થયું. તે સમયે આની પર 3 લાખ 50 હજાર અમેરિકી ડોલરનો ખર્ચ આવ્યો હતો.

4. ચેસાપીક બ્રિજ, અમેરિકા-

આ ગાડી ડ્રાઇવ કરવાના હિસાબથી દુનિયાનો સૌથી ડરામણો બ્રિજ છે. ત્યાં સુધી કે આ બ્રિજને પાર કરવા માટે કેટલીક પ્રાઇવેટ ડ્રાઇવર સુદ્ધાં ઉપલબ્ધ કરાવે છે. આ બ્રિજની લંબાઇ લગભગ 7 કિલોમીટર (6.946 km) છે. આ અમેરિકાના મેરિલેન્ડ રાજયમાં છે. જે ગ્રામીણ પૂર્વી ભાગને જોડે છે. 1952માં આને લોકો માટે ખોલવામાં આવ્યો હતો.

5. મરીએનબ્રુકે, જર્મની-

આલ્પ્સ પર્વતમાળાના બે શિખરોને જોડતાં બનેલો આ બ્રિજ પર્યટકોમાં એડવેન્ચર માટે ખાસ્સો પસંદ કરવામાં આવે છે. આ બ્રિજને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આ બ્રિજ 90 મીટર (295 ફૂટ) ઉંચો છે.

6. તમન નેગારા નેશનલ પાર્ક બ્રિજ, મલેશિયા-

આ ખતરનાક સસ્પેન્સન બ્રિજ મલેશિયાના તમને નેગારા નેશનલ પાર્કમાં સ્થિત છે. આ બ્રિજ 540 મીટર લાંબો અને 40 મીટર ઉંચો છે. વરસાદના દિવસોમાં આ વધુ ખતરનાક બની જાય છે. આ દુનિયાનો સૌથી લાંબો ફૂટબ્રિજ (પગેથી ચાલીને જવાનો) છે.