કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી…આખા દેશની વાત કરવામાં આવે ત્યારે હંમેશા આ શબ્દનો પ્રયોગ થાય છે. દેશના આ બન્ને છેડા ન કેવળ કુદરતી સૌંદર્ય, પરંતુ પર્યટનની રીતે પણ અવ્વલ રહે છે. કન્યાકુમારીને મોટાભાગે ધાર્મિક સ્થળ તરીકે માન્યતા આપવામાં આવે છે પરંતુ આ શહેર આસ્થા ઉપરાંત, કળા અને સંસ્કૃતિનું પ્રતીક પણ રહ્યું છે. ત્રણ સમુદ્ર હિંદ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડીના સંગમ પર સ્થિત આ શહેર એલેક્ઝાન્ડ્રિયા ઓફ ઇસ્ટ પણ કહેવાય છે. દૂર સુધી ફેલાયેલી સમુદ્રની વિશાળ લહેરો વચ્ચે તમને અહીં જે વસ્તુ સૌથી વધુ આકર્ષે છે તે છે અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો. ચારે તરફ પ્રકૃતિના અનંત સ્વરૂપને જોઇને એવું લાગે છે કે જાણે પૂર્વમાં સભ્યતાની શરૂઆત અહીંથી જ થઇ હતી.
લાઇટહાઉસની ચમક
જ્યારે તમે કન્યાકુમારી મંદિર એટલે કે માતા અમ્મન મંદિર જાઓ છો તો આ અવાજ તમારી આસ્થાને વધારવા માટે કામ કરશે. માન્યતા અનુસાર દેવી આદિશક્તિની મુખ્ય શક્તિપીઠોમાંની એક કન્યાકુમારી માતા (અમ્ન) મંદિર પણ છે. ત્રણ સમુદ્રોના સંગમ સ્થળ પર સ્થિત એક નાનકડું મંદિર છે જે માતા પાર્વતીને સમર્પિત છે. લોકો મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવે છે, જે ત્રિવેણી મંદિરની જમણી તરફ 500 મીટર દૂર છે. મંદિરનું પૂર્વનું પ્રવેશ દ્ધારને હંમેશા બંધ રાખવામાં આવે છે. કારણ કે મંદિરમા સ્થાપિત દેવીના આભૂષણોની રોશનીથી સમુદ્રના જહાજ આને લાઇટ હાઉસ સમજવાની ભૂલ કરી બેસે છે અને જહાજને કિનારે કરવાના ચક્કરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જાય છે.
ચાંદ અને સૂરજના દર્શન એક સાથે
જો કહીએ કે કન્યાકુમારી આવવાની સૌથી મોટી જગ્યાઓમાંની એક એ પણ છે કે લોકો કુદરતની સૌથી અનોખી ચીજ જોવા માટે આવે છે તો તે ખોટું નહીં હોય. આ અનોખી ચીજ છે ચાંદ અને સૂરજનો એક સાથેને નજારો. પૂર્ણિમાના દિવસે આ નજારો વધુ સુંદર હોય છે. હકીકતમાં, પશ્ચિમમાં સૂરજને અસ્ત થતા અને ઉગતા ચાંદને જોવાનો અનુભવ સંયોગ કેવળ અહીં નથી મળતો. 31 ડિસેમ્બરની સાંજે આ વર્ષને વિદાય કરો અને બીજા દિવસે સવારે ત્યાં જઇને નવા વર્ષની આગેવાની કરવાનું સુખ પણ મેળવી શકો છો. ખરેખર આ દ્શ્ય એટલું અદભૂત હોય છે કે તેને જોવાનો અલગ જ રોમાંચ છે.
સ્વામી વિવેકાનંદની યાદમાં
સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ દરમ્યાન ઇસ.1892માં કન્યાકુમારી આવ્યા હતા. અહીં તેમના માનમાં વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટીએ ઇસ.1970માં રોક મેમોરિયલ બનાવ્યું હતું. આ સ્મારકના બે મુખ્ય હિસ્સા છે- વિવેકાનંદ મંડપમ અને શ્રીપદ મંડપમ. વિવેકાનંદર મેમોરિયલ જવા માટે તમારે સમુદ્રી બોટ-સર્વિસ લેવી પડશે. જે તમને નિયમિત અંતરે પર મળશે.
અહીં તામિલ કવિ થિરૂવલ્લુઅરની પ્રતિમા મુખ્ય દર્શનીય સ્થળોમાંની એક છે. 38 ફૂટ ઉંચા આધારે બનેલી આ પ્રતિમા 95 ફૂટની છે જેનો અર્થ આ સ્માર્કની કુલ ઉંચાઇ 133 ફૂટ છે અને તેનું વજન 2000 ટન છે. આ પ્રતિમાને બનાવવામાં અંદાજે 5000 મૂર્તિકારો દ્ધારા કુલ 1283 પત્થરના ટૂકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિ થિરૂક્કુરલના 133 અધ્યાયોનું પ્રતીક છે.
અનોખી ટેકનીકનો કમાલ
અહીં સમુદ્ર કિનારે ગાંધી મંડપ એ સ્થાન છે, જ્યાં મહાત્મા ગાંધીની ચિતા રાખવામાં આવી હતી. અહીં તમે ગાંધીજીના સંદેશ અને તેમના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓને સચિત્ર જોઇ શકો છો. આ સ્મારકની સ્થાપના 1956માં થઇ હતી. આ સ્મારકને બનાવતી વખતે એવી અનોખી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી દર વર્ષે મહાત્મા ગાંધી જન્મ દિવસ 2 ઓક્ટોબરના રોજ સૂર્યનું પ્રથમ કિરણ તે સ્થાને પર પડે છે, જયાં મહાત્માની રાખ રાખવામાં આવી છે.
કેવી રીતે પહોંચો?
નજીકનું એરપોર્ટ કેરળનું તિરૂઅનંતપુરમ છે જે કન્યાકુમારીથી 89 કિલોમીટરના અંતરે છે. અહીં બસ કે ટેક્સીના માધ્યમથી કન્યાકુમારી પહોંચી શકાય છે. અહીંથી લક્ઝરી કાર પણ મળી જાય છે. કન્યાકુમારી ચેન્નઇ સહિત ભારતના મુખ્ય શહેરોથી રેલવે સાથે કનેક્ટ છે. ચેન્નઇથી દરરોજ ચાલતી કન્યાકુમારી એક્સપ્રેસ દ્ધારા અહીં જઇ શકાય છે. બસ દ્ધારા કન્યાકુમારી જવા માટે ત્રિચી, ચેન્નઇ, તિરૂઅનંતપુરમ અને તિરુચેન્દુરથી નિયમિત બસ સેવાઓ છે. તામિલનાડુ પર્યટન વિભાગ કન્યાકુમારી માટે સિંગલ ડે બસ ટૂરની વ્યવસ્થા પણ કરે છે.
ક્યારે જશો
સમુદ્ર કિનારે હોવાના કારણે આખું વર્ષ કન્યાકુમારી જવા લાયક હોય છે પરંતુ પર્યટનના હિસાબથી ઓક્ટોબરથી માર્ચની વચ્ચે જવાનું સૌથી સારૂ છે.