અલાહાબાદમાં બજરંગ બલીનું અનોખું મંદિર જે આખીરાત રહે છે ખુલ્લું

0
486
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અલાહાબાદનું હનુમાન મંદિર પોતાની ખાસ બનાવટના કારણે જાણીતું છે. આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનની મૂર્તિ આડી એટલે કે સૂતેલી અવસ્થામાં છે. એવું કહેવાય છે કે સંગમ આવનારા લોકોની યાત્રા આ મંદિરમાં દર્શન વગર અધૂરી છે. નદીમાં પૂર દરમ્યાન મંદિર સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. પુરાણો અનુસાર, તે સમયે ગંગા હનુમાનજીને સ્નાન કરાવવા આવે છે.

મંદિરનો ઇતિહાસ

લંકા પર વિજય પ્રાપ્ત કર્યા બાદ ભગવાન રામ સંગમ સ્નાન કરવા આવ્યા હતા. ત્યારે તેમના પ્રિય ભક્ત હનુમાન શારીરિક કસ્ટથી પીડિત થઇને અહીં પડી ગયા હતા. ત્યારે માતા જાનકીએ પોતાના સિંદૂરથી તેમને નવું જીવન આપતા હંમેશા આરોગ્ય અને ચિરાયૂ રહેવાના આર્શીવાદ આપ્યા હતા. ત્યારથી જ અહીં મંદિરમાં સિંદૂર ચઢાવવાની પરંપરા છે.

મંદિરની બનાવટ

આ મંદિરનું નિર્માણ ઇસ.1787માં થયું હતું. મંદિરની અંદર 20 ફૂટ હનુમાનજીની સૂતેલી મૂર્તિ છે. આ મૂર્તિની પાસે જ શ્રી રામ અને લક્ષ્મણજીની પણ મૂર્તિઓ છે. અલાહાબાદની વચ્ચો-વચ બનેલું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આખીરાત ખુલ્લું રહે છે. મંદિરમાં આવેલા ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે ભગવાન હનુમાનજી. આડા પડેલા હનુમાનજીને બડે હનુમાનના નામે પણ ઓળખવામાં આવે છે.

મંદિર ઉપરાંત, આસપાસ ફરવાની જગ્યાઓ

અલાહાબાદ ફોર્ટ

ઇસ.1583માં અકબરે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. જે તેના દ્ધારા બનાવાયેલો સૌથી મોટો કિલ્લો છે. ગંગા અને યમુનાના સંગમ પર સ્થિત આ કિલ્લો પોતાના ખાસ આર્કિટેક્ટર માટે જાણીતો છે.

આનંદ ભવન

અલાહાબાદ રેલવે સ્ટેશનથી લગભગ 4 કિમીના અંતરે સ્થિત આ ભવન પોતાની અંદર ઇતિહાસને સમેટે છે. ક્યારેક નહેરૂ પરિવારનું પૈતૃક નિવાસ રહેલું આ ભવન આજે એક સંગ્રહાલય બની ચૂક્યું છે. જ્યાં રોજ મોટી સંખ્યામાં ઇતિહાસ પ્રેમી જાણકારીઓ ભેગી કરવા આવે છે. ભવનમાં આજે પણ ગાંધી અને નહેરૂ પરિવારની અનેક વસ્તુઓ જુની નિશાનીઓ તરીકે દેખાય છે.

અલાહાબાદ પ્લેનેટોરિયમ

અલાહાબાદમાં બનેલું જવાહર તારામંડળ ઘણું જાણીતું છે. આને બનાવવાનો ઉદ્દેશ લોકોને વૈજ્ઞાનિક ખગોળીય યાત્રા કરાવવાનો હતો. તારામંડળ ખુલવાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી છે. અહીં પણ ટૂરિસ્ટોની ભીડ રહેતી હોય છે.

ખુસરો બાગ

આ ઉપરાંત, અહીં ખુસરો બાગ પણ ફરી શકો છો. આ મોટા બગીચામાં સમ્રાટ જહાંગીર અને શાહ બેગમના પુત્રો 3 લોકોની કબરો છે. અલાહાબાદ જંકશનની નજીકની આ જગ્યા પણ ઇતિહાસ પ્રેમીઓની સંખ્યા વધુ નજરે પડે છે.

કેવી રીતે પહોંચશો

હવાઇ માર્ગ

દિલ્હીથી અલાહાબાદ માટે દરરોજ ફ્લાઇટ્સ અવેલેબલ છે. આ ઉપરાંત, તમે લખનઉ (200 કિમી) અને વારાણસી (120 કિમી) માટે પણ ફલાઇટ લઇને અહીં સુધી પહોંચી શકો છો.

બાય રોડ (રોડ માર્ગ)

દિલ્હી, આગ્રાહ, કાનપુર, વારાણસી, પટના અને કોલકાતા જેવા બધા શહેરોથી અલાહાબાદ કનેક્ટ છે. ત્યાં સુધી કે એસી અને નોન એસી દરેક પ્રકારની બસો પણ અવેલેબલ છે.

રેલવે માર્ગ

અલાહાબાદ લગભગ બધા મોટા શહેરો સાથે કનેક્ટ છે. અલાહાબાદ માટે દરરોજ અનેક ટ્રેનો અવાઇલેબલ છે.