અમેરિકામાં ન્યૂજર્સી ખાતે સ્વામિનારાયણ ગુરૂકૂળના પંચાબ્દી મહોત્વસનો પ્રારંભ

0
1437
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમેરિકાના ન્યૂજર્સી ખાતે સ્વામિનારાયણ ગુરૂકૂળના પંચાબ્દી મહોત્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ ગુરૂકૂળ અને તેની 35 શાખાઓના અધ્યક્ષ મહંતસ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ન્યૂજર્સીના પરામસ શહેરના મેયરશ્રી રિચાર્ડ લાબરબીએરાએ દીપ પ્રાગટ્ય કરી પંચાબ્દી મહોત્વસને ખૂલ્લો મૂક્યો હતો.

ઉત્સવના પ્રારંભ પૂર્વે નારાયણપ્રસાદદાસજી, ધર્મનંદનદાસજી,આનંદસ્વામી તથા રઘુવીરદાસજી સ્વામી તેમજ હરિભક્તોએ ભગવાની શ્રી સ્વામિનારાયણની ધૂન સાથેની પ્રાતઃકાળે પ્રભાત ફરી કરી હતી. અમેરિકામાં ગુરૂકૂળોનું સંચાલન કરી રહેલા શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે ન્યૂજર્સીમાં પરામસ ખાતે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળની શાખાની શરૂઆત દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર વર્ષ 2013માં કરવામાં આવ્યો હતો. અહીં બાળકો તથા યુવાનો માટે ગુજરાતી ક્લાસ, સંગીતક્લાસ, યોગા, ભારતીય સંસ્કૃતના માતૃદેવો, પિતૃદેવો ભવઃના પાઠો શીખવાડમાં આવે છે. દરેક ધર્મના વાલીઓ તેમના સંતાનોને અહીં સંસ્કાર લેવા મોકલે છે. 130 બાળકો 60 યુવાનો, યુવતીઓ તેનો લાભ લે છે.

પંચાબ્દી મહોત્વસના પ્રારંભે સાંજે પાંચ વાગે શોભાયાત્રી નીકળી હતી.જેમાં ઠાકોરજી સાથે ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી બિરાજમાન થયેલા. આ યાત્રામાં સંતો, હરિભક્તો તથા મહિલાઓ પણ જોડાઇ હતી. પંચાબ્દી મહોત્વસ પ્રસંગે મેયરે જણાવ્યું કે, જેમ દરેક દોરાના એક-મેક સાથેના જોડાણથી કપડું બને છે. તેમ વિવિધ દેશોના ધર્મના લોકોના રહેવાથી પરામર્શની ચમક અમેરિકામાં ચમકે છે. આ પ્રસંગે દેવકૃષ્ણદાસજી સ્વામીએ પરામર્શના મેયરને ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે નાળીયેર સાથેનો સુવર્ણક્રાંતિવાળો કુંભ અર્પણ કર્યો હતો.