ખાસ ભસ્મ આરતી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર, જાણો બીજુ શું છે જોવાલાયક

0
572
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

વાદળોની વચ્ચે ઝગમગતા મંદિરના શિખરો તેનો પરિચય જાતે જ આપે છે. મંદિરની મહિમાની લાલીમાનો પ્રકાશ, પ્રકાશ પુંજ બનીને ભક્તોને દૂર-દૂર સુધી આકર્ષિત કરે છે. હર-હર મહાદેવની ગૂંજ વાતાવરણને આસ્થામયી અને આનંદમયી બનાવી દે છે.

ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર

મહાકાલેશ્વર મંદિર ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું એક છે. આ મધ્ય પ્રદેશના ઉજ્જૈન નગરમાં આવેલું છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણામુખી હોવાના કારણે મહાકાલેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા છે. માન્યતા છે કે આના દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. યવનોના શાસનકાળમાં ધાર્મિક પરંપરાઓ નષ્ટ થઇ ગઇ હતી. ત્યારે મરાઠાના શાસનકાળમાં બે મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી- પ્રથમ મહાકાલેશ્વર મંદિરનું પુર્નઃનિર્માણ અને જ્યોતિર્લિંગની પુનઃપ્રતિષ્ઠા તથા સિંહસ્થ પર્વ સ્નાનની સ્થાપના, આ ઘણી મોટી ઉપલબ્ધી હતી. ત્યારબાદ રાજા ભોજે આ મંદિરનો વિસ્તાર કર્યો.

ભસ્મ આરતીનું આકર્ષણ

મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થનારી ભષ્મ આરતી સૌથી વિશેષ છે. આ આરતી વહેલી સવારે શિવજીને જગાડવા માટે થાય છે. ભગવાનની પૂજા ઘાટોની પવિત્ર રાખથી આરતી કરવામાં આવે છે. આરતીનું આયોજન કરતાં પહેલા રાખને લિંગમમાં સ્પર્ષ કરાવવામાં આવે છે. આ આરતી એકમાત્ર આ જ મંદિરમાં કરવામાં આવે છે. આ જ કારણ છે કે આ આરતીમાં સામેલ થવા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવું પડે છે અને દેશ-દુનિયામાંથી લોકો આ આરતીના દર્શન માટે આવે છે.

મંદિરના વિશેષ દિવસ

આમ તો મંદિરમાં દરરોજ મેળો જ જામેલો રહે છે પરંતુ કેટલાક પ્રસંગે અહીંની શોભા જોવા યોગ્ય હોય છે. જેમાં મહાકાલ યાત્રા, નિત્ય યાત્રા, દર સોમવાર અને વિજયાદશમીએ નિકળનારી સવારી તેમજ શિવરાત્રી મુખ્ય છે.

નજીકનાં પર્યટન સ્થળો

આસપાસ અનેક જોવાલાયક મંદિરો છે. ગડકાલિકા મંદિર કાલિદાસની ઇષ્ટદેવીને સમર્પિત છે. હરસિદ્ધિ મંદિર વિક્રમાદિત્યની ઇષ્ટદેવીનું મંદિર માનવામાં આવે છે. આ મંદિરને ઊર્જાના સ્ત્રોત તરીકે પણ માનવામાં આવે છે. આ સાથે જ અહીં આવેલું મંગલનાથ મંદિરને મંગળ ગ્રહની જન્મભૂમિ કહેવામાં આવે છે. જેની કુંડળીમાં મંગળદોષ હોય છે તે અહીં શાંતિપૂજા માટે આવે છે. આ મંદિરનું મહત્વ એટલા માટે પણ છે કે અહીંથી કર્ક રેખા પસાર થાય છે. આ ઉપરાંત, અહીં કૃષ્ણ અને બલરામનું અભ્યાસનું સ્થળ સાંદીપનિ આશ્રમ પણ છે. ઉજ્જૈનમાં તમને વારંવાર આવવાનું મન થાય છે.