મુન્નારનું આહલાદક હવામાન અને અદ્ભુત સુંદરતા છે પ્રિયજન સાથે રોમાંસ કરવા માટે શ્રેષ્ઠ જગ્યા

0
318
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોવિડ પછીના સમયમાં ફરવા માટે એવી કોઇ જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમારી ચિંતા અને ડિપ્રેશનને દૂર કરી શકો તો તે જગ્યા છે કેરળનું મુન્નાર. અહીંનું હવામાન અને ખીણો આપની દરેક પળને યાદગાર બનાવવા માટે તૈયાર રહે છે.

અદ્ભુત ખીણોમાં લો રોમાંસની મજા

દક્ષિણના નજારા જોવા માટે કન્યાકુમારી, બેંગાલુરૂ, મૈસૂર, ચેન્નઇ, કોવલમ જનારા તો ઘણાં મળી જશે અને આ જ કારણ છે કે આ જગ્યાએ ટૂરિસ્ટ્સની સારી એવી સંખ્યામાં અવર જવર જોવા મળે છે પરંતુ જો તમે નવવિવાહિત કપલ છો એટલે કે તમારા હમણાં જ લગ્ન થયા છે તો નિશ્ચિત રીતે તમે એવા ડેસ્ટિનેશન્સની શોધમાં હશો જ્યાં દક્ષિણ ભારતની ફિલ તો હોય પરંતુ ભીડભાડ ન હોય.

કેરળના હિલ સ્ટેશન મુન્નાર હનીમુન માટે યોગ્ય જગ્યા છે. અહીં પહોંચવા માટે નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન એર્નાકુલમ અને એરપોર્ટ કોચ્ચી છે. ત્યાંથી આગળ જવા માટે રોડ દ્ધારા જવું પડશે. શહેરની ભાગદોડને પાછળ રાખતાં થોડીક વારમાં જ પર્વતોના વળાંક આવવા લાગશે અને આપને ખબર પણ નહીં પડે કે ક્યારે આખુ વાતાવરણ રોમાંટિક થઇ ગયું. મુન્નારના દર્શન કરનારા ચાના બગીચાની હરિયાળી દિલમાં આનંદની અનુભૂતી કરાવશે અને મનમાં ને મનમાં તમે એવું વિચારશો કે અહીં આવવા માટે તમે આટલુ મોડુ કેમ કર્યું. જો શક્ય હોય તો કોઇ ચાના બગીચામાં હેરિટેજ કૉટેજ કે બંગલો રહેવા માટે પસંદ કરો અને મિનિટોમાં પહોંચી જાઓ એવા સમયમાં જ્યાં ન હોય ભાગમભાગ, ન શોરબકોર અને ન કોઇ ડેડલાઇન્સની મારકાટ