ટોંક જિલ્લામાં ફરવાલાયક પર્યટન સ્થળોની સંપૂર્ણ જાણકારી

0
319
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટોંક રાજસ્થાનના જયપુર શહેરથી 96 કિલોમીટરના અંતરે આવેલું એક શાંત શહેર છે જે પોતાના અનેક પર્યટન સ્થળો માટે ઓળખાય છે. ટોંક રાજસ્થાનનું એક એવું ઐતિહાસિક સ્થળ છે જ્યાં પહેલા અફગાનિસ્તાનના પઠાણોનું શાસન હતું. ટોંકનું મુખ્ય આકર્ષણ સોનેરી કોઠી, ગોલ્ડન બંગલો છે જે બહારથી જોવામાં તો ઘણો જ સાધારણ છે પરંતુ અંદરથી આશ્ચર્યજનક રીતે તે સુંદર છે. ટોંક શહેર પર્યટકો દ્ધારા જોવાતા સૌથી પસંદગીના શહેર પૈકીનું એક છે.

ટોંકનો ઇતિહાસ

ઐતિહાસિક ડેટા અનુસાર ટોંક પર જયપુર રાજા માન સિંહે અકબરના શાસનકાળ દરમિયાન તારી અને ટોકરા જનપદ પર વિજય પ્રાપ્ત કર્યો. ટોકરા જનપદ (ડિસ્ટ્રીક્ટ)ના 12 ગામોને વર્ષ 1643માં ભોલા બ્રાહ્મણને આપી દેવામાં આવ્યા. પછીથી ભોલા દ્ધારા જ આ 12 ગામોને ટોંક નામ આપવામાં આવ્યું હતું. આધુનિક ટોંક શહેરની સ્થાપના નવાબ અમીર ખાંએ કરી હતી.

 

ટોંક જિલ્લાના 10 જાણીતા દર્શનીય સ્થળ

જો તમે રાજસ્થાનના ટોંક શહેરની યાત્રા કરવા જઇ રહ્યા છો તો અમે આપને અહીં ટોંકના કેટલાક પ્રવાસન સ્થળો અંગે બતાવવા જઇ રહ્યા છીએ જ્યાં તમારે જરૂર જવું જોઇએ.

ટોંકમાં ફરવાની સૌથી જાણીતી જગ્યા સોનેરી કોઠી

સોનેરી કોઠી ટોંકના સૌથી પ્રમુખ પ્રવાસન સ્થળોમાંનું એક છે. સોનેરી કોઠી (સોનાની હવેલી) રાજસ્થાનમાં સ્થિત એક સુંદર મહેલ છે જે પોતાની સુંદરતા માટે જાણીતો છે. આ મહેલની સૌથી ખાસ વાત એ છે કે તેની અંદરની દિવાલો સોનાના પૉલિશથી સજાવવામાં આવી છે. આ સાથે જ દિવાલો પર કાંચની કારીગરી પણ કરવામાં આવી છે.

હાથી ભાટા

હાથી ભાટા રાજસ્થાનમાં ટોંક -સવાઇ માધોપુર હાઇવેથી 30 કિલોમીટરના અંતરે આવેલો રાજસ્થાનના સુંદર સ્મારકોમાંનો એક છે. એક જ પથ્થરથી નિર્મિત એક હાથી છે, જે અહીં આવનારા પર્યટકોને ઘણો જ આકર્ષિત કરે છે.

દિગ્ગી કલ્યાણજી મંદિર

દિગ્ગી કલ્યાણજી મંદિર ટોંકનું એક જુનુ મંદિર છે પોતાની પ્રાચીનતા માટે જાણીતું છે. આ મંદિરનું શિખર ઘણું જ આકર્ષક છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. મંદિરના શિખરને 16 સ્તંભ સપોર્ટ કરે છે જે જોવામાં અદ્ભુત છે. આ મંદિર સંગેમરમરની સુરુચીપૂર્ણ વાસ્તુકલાનું એક સુંદર ઉદાહરણ છે. જ્યારે તમે આ મંદિરના દર્શન કરવા જાઓતો તેની પાસે આવેલું લક્ષ્મી નારાયણ મંદિર પણ દર્શન કરવા માટે જઇ શકો છો.

બીસલદેવ મંદિર

બીસલદેવ મંદિર રાજસ્થાનના મુખ્ય મંદિરોમાંનું એક છે જે ટોંક જિલ્લાથી લગભઘ 60-80 કિલોમીટરના અંતરે સ્થિત છે. મહત્વનું છે કે આ મંદિર ગોકર્ણેશ્વરના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના આંતરિક ભાગમાં એક શિવલિંગ આવેલું છે.

ટોંકમાં ફરવાની અન્ય જગ્યાઓ

બીસલપુર ડેમ – Bisalpur Dam
હાદી રાની બોરી – Hadi Rani Baori
જળદેવી મંદિર – Jaldevi Temple
ઘંટા ઘર – Clock Tower

ટોંક ફરવા જવાનો સૌથી સારો સમય

જો તમે ટોંકની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો તો ઓક્ટોબરથી માર્ચ સુધી શિયાળો હોય છે અને ટોંક શહેરમાં રજાઓનો આનંદ લેવાનો સૌથી સારો સમય હોય છે. ગ્રીષ્મકાળ એપ્રિલથી જૂન સુધી હોય છે અને ઘણો જ ગરમ અને શુષ્ક હોય છે. જેથી આપને આ સમયગાળા દરમિયાન ટોંકની યાત્રા ન કરવી જોઇએ. અહીં ચોમાસાની ઋતુ જુલાઇથી સપ્ટેમ્બર સુધી હોય છે પરંતુ ટોંકમાં મધ્યમથી ઓછો વરસાદ થાય છે.

ટોંક કેવી રીતે જશો

ટોંક જયપુરથી 96 કિલોમીટર દૂર આવેલું છે. જ્યાં તમે રોડ, હવાઇ, રેલ વગેરે દ્ધારા જઇ શકો છો.

હવાઇ માર્ગે

જો વિમાનમાં જવું હોય તો નજીકનું એરપોર્ટ જયપુર છે. જયપુર દેશના લગભગ તમામ મોટા શહેરો સાથે વિમાન માર્ગે જોડાયેલું છે. એરપોર્ટથી કેબ કે બસથી ટોંક જઇ શકો છો.

ટોંક રેલવે માર્ગથી કેવીરીતે પહોંચશો

ટોંકથી નજીકનું રેલવે સ્ટેશન વનસ્થળી છે જે 35 કિલોમીટર દૂર છે. આ રેલવે સ્ટેશનથી ભંવર ટોંક માટે ટ્રેન પકડી શકો છો.

ટોંક જવા માટે રોડ માર્ગ

જે પણ લોકો પોતાની ખાનગી કાર કે બસ કે ટેક્સી દ્ધારા ટોંક જવા માંગે છે તેમના માટે જણાવી એ કે ટોંક રાજસ્થાનના મુખ્ય શહેરો સાથે રોડ દ્ધારા જોડાયેલું છે. રાજસ્થાન પ્રવાસન યાત્રીઓને ઘણી નિયમિત બસ સેવા પ્રદાન કરે છે જે મુખ્ય પ્રવાસન સ્થળોથી ચાલે છે.