જાણો, નાનેઘાટ રિવર્સ વૉટરફોલ ક્યાં છે અને શું છે તેની સાથે જોડાયેલા વણઉકેલ્યા રહસ્યો

0
401
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મુંબઇ તેની ફિલ્મ સિટી આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પરંતુ તેની આસપાસ એવી ઘણી જગ્યા એવી છે જે પોતાના રહસ્યો માટે આખી દુનિયામાં જાણીતી છે. તેમાંની એક જગ્યા છે નાનેઘાટ, જે રિવર્સ વૉટરફૉલ માટે જાણીતી છે. આ ઘાટ રિવર્સ વૉટરફૉલ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં તેની સુંદરતા જોવાલાયક હોય છે. મોટી સંખ્યામાં લોકો રિવર્સ વૉટરફૉલ જોવા માટે આવે છે. જો તમે આ વૉટરફૉલ અંગે જાણતા નથી તો આવો જાણીએ…

નાનેઘાટ રિવર્સ વૉટરફૉલ ક્યાં છે

આ રિવર્સ વૉટરફૉલ મહારાષ્ટ્રમાં છે, જે કોંકણ સમુદ્ર કિનારો અને જુન્નાર નગરની વચ્ચે છે. પુનાથી તેનું અંતર લગભગ 150 કિલોમીટર છે. જ્યારે મુંબઇથી તેનું અંતર 120 કિલોમીટર છે. તેને અનેક નામે ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેને નાનેઘાટ કરે છે, તો કેટલાક તેને નાના ઘાટ કહે છે. એવુ માનવામાં આવે છે કે આ નગરની સ્થાપના સાતવાહન વંશે કરી છે, કારણ કે નાના ઘાટની ગુફામાં બ્રાહી અને સંસ્કૃત ભાષામાં અભિલેખ લિખિત છે. આ અભિલેશમાં સાતવાહન વંશ અંગે વર્ણન છે. જ્યારે ગણતરીની સંખ્યા પણ લખવામાં આવી છે.

નાનેઘાટ રિવર્સ વૉટરફૉલ સાથે જોડાયેલા તથ્યો

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે ઉંચાઇ પર કોઇ વસ્તુ ફેંકવામાં આવે છે તો તે ગુરુત્વાકર્ષણના કારણે નીચે ધરતી પર આવે છે. વૉટરફૉલ પણ ગુરૂત્વાકર્ષણના નિયમોનું પાલન કરે છે. જો કે, નાનેઘાટ ધોધ ગુરુત્વાકર્ષણને આધીન નથી, પરંતુ ગુરુત્વાકર્ષણના નિયમોથી વિપરિત કામ કરે છે.

ઘાટની ઊંચાઇથી નીચે ઝરણું પડવાના બદલે ઉપરની તરફ જાય છે. આ દ્શ્યને જોઇને તમે દંગ રહી જશો કે આવું કેવી રીતે થઇ શકે ? નાના ઘાટમાં પાણી નીચે પડવાના બદલે ઉપર તરફ જાય છે. આ અંગે વિજ્ઞાનનું માનવું છે કે નાનાઘાટમાં હવા ઘણી જ ઝડપી ચાલે છે. આ જ કારણે જ્યારે વૉટરફૉલ નીચે પડે છે તો તે હવાના કારણે ઉડીને ઉપર તરફ જાય છે.