ભારતના કુદરતી ચમત્કાર અને અજાયબીઓ જે તમને કરી દેશે મંત્રમુગ્ધ

0
357
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારત કુદરતના શાનદાર સર્જન અને તેના અટપટા રહસ્યોનું નિવાસસ્થાન છે, જે પોતાની કુદરતી અજાયબીઓથી દુનિયાભરને આશ્ચર્યમાં મુકે છે. ભારતમાં પ્રકૃતિ દ્ધારા નિર્મિત રચનાઓ જેવી કે ખડકો, પર્વતો, ગુફાઓ, નદીઓ અને બીજી અનેક વસ્તુઓ જોવા મળે છે જે અનેક વણઉકેલ્યા અને પેચીદા રહસ્યોને પ્રસ્તુત કરે છે. આ રહસ્યોના કારણે પ્રતિવર્ષ લાખો પર્યટકો ભારતની મુલાકાતે આવે છે. તો આવો આજે આપણે અહીં ભારતના કેટલાક કુદરતી ચમત્કાર અને અજાયબીઓ અંગે જાણીએ જે નિશ્ચિત રીતે તમને મંત્રમુગ્ધ અને આશ્ચર્યચકિત કરી દેશે.

ફ્લોટિંગ ટાપુ લોકતક સરોવર

ઇમ્ફાલથી લગભગ 50 કિમીના અંતરે આવેલું લોકતક સરોવર દુનિયાનું એકમાત્ર તરતું સરોવર છે અને પૂર્વોત્તર ભારતનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે. લોકતક તળાવનું સૌથી મુખ્ય આકર્ષણ, તળાવના નાના-મોટા અનેક દ્ધિપ છે જે તરતા જોવા મળે છે. મણિપુરના ફ્લોટિંગ ટાપુ પર આપને એક રહસ્યમયી નજારો જોવા મળે છે, લોકતક તળાવની સપાટી પર તરતા ફ્લોટિંગ ટાપુ આપને આશ્ચર્યચકિત કરવા માટે પર્યાપ્ત હશે. આ ટાપુ ફુમદીના સ્વરૂપમાં ઓળખાય છે જે વનસ્પતિઓ, માટી અને અન્ય અનેક કાર્બનિક પદાર્થોનો સમૂહ છે અને તમને જણાવી દઇએ કે કેટલાક તરતા ટાપુ એટલા તો મોટા છે કે તેની પર અનેક રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે.

ચૂના પથ્થરના ખડકો, યાના

યાના, ઉત્તર કર્ણાટકમાં સ્થિત એક હિલ સ્ટેશન છે જે પોતાની અદ્ધિતીય સુંદરતા અને પ્રાકૃતિક દ્રશ્યો માટે જાણીતું છે. આ ટ્રેકર્સ માટે સૌથી સારી જગ્યાઓમાંનું એક છે કારણ કે આ જગ્યાની સુંદરતા આપને આકર્ષિત કરે છે અને યાદ રાખવા માટે પર્યાપ્ત છે. યાનાનું મુખ્ય આકર્ષણ બે વિશાળ કુદરતી ચૂના પથ્થરના બે ખડકો છે જે કુદરતના વણઉકેલ્યા રહસ્યોમાંના એક છે, જે દરવર્ષે હજારો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ બે ખડકોને ભૈરવેશ્વર શિખર અને મોહિની શિખરના નામે ઓળખવામાં આવે છે અને આ ક્રમશઃ ભગવાન શિવ અને દેવી પાર્વતીનું પ્રતિનિધિત્વ કરતાં ધાર્મિક મહત્વ પણ રાખે છે. મહત્વનું છે કે ધાર્મિક મહત્વની સાથે સાથે આ ટ્રેક બર્ડ વોચ માટે પણ એક શાનદાર જગ્યા છે.

બોર્રા કેવ, વિશાખાપટ્ટનમ

ભારતના પૂર્વીય કિનારે વિશાખપટ્ટનમ જિલ્લામાં અરકૂ ખીણનાં અનંતગિરી પર્વતોમાં સ્થિત બોર્રા ગુફાઓ પ્રકૃતિની સૌથી અદ્ભુત સંરચનાઓમાંની એક છે. બોર્રા ગુફાઓ દેશની સૌથી મોટી ગુફાઓ છે જે લગભગ 705 મીટરની ઊંચાઇએ આવેલી છે. મહત્વનું છે કે બોર્રા ગુફાઓ ચૂના પથ્થરની સંરચનાઓ છે જે 80 મીટરની ઊંડાઇ સુધી ફેલાયેલી છે, અને ભારતની સૌથી ઊંડી ગુફાઓ માનવામાં આવે છે. સૂર્યનો પ્રકાશ અને અંધારાનું સંયોજન બોર્રા ગુફાઓની ઊંડાઇમાં એક અદ્બૂત દ્રશ્ય પ્રસ્તુત કરે છે, જે વાસ્તવમાં અકલ્પનીય છે.

માર્બલ રૉક્સ ભેડાઘાટ

ભેડાઘાટ જબલપુર શહેરથી લગભગ 20 કિમી દૂર નર્મદા નદીના કિનારે આવેલું છે. ભેડાઘાટને સંગમરમરીય સોંદર્ય અને શાનદાર ઝરણા માટે ઓળખવામાં આવે છે. સાથે જ ધુંઆધાર જળધોધ ચમકીલા માર્બલની 100 ફૂટની ઊંચી ખડકો માટે પણ પર્યટકોમાં પ્રસિદ્ધ છે. આ જગ્યા ત્યારે વધુ સુંદર લાગે છે જ્યારે આ સંગેમરમરની સફેદ ખડકો પર સૂર્યના કિરણો અને પાણી પર તેનો પછડાયો પડે છે ત્યારે કાળા અને ગાઢ રંગની આ સફેદ ખડકોને જોવાનો સુખદ અનુભવ થાય છે, એટલું જ નહીં ચાંદની રાતમાં તે વધારે જાદુઇ પ્રભાવ પેદા કરે છે.

મેગ્નેટિક હિલ લદ્દાખ

લદ્દાખના લોકપ્રિય પર્યટન સ્થળ “મેગ્નેટિક હિલ”ને ગ્રેવિટી હિલ પણ કહેવામાં આવે છે, જ્યાં વાહન ગુરુત્વાકર્ષણ બળના કારણે પોતાની મેળે પહાડ તરફ આગળ વધે છે. લદ્દાખની ચુંબકીય પહાડી ભારતના પ્રાકૃતિક ચમત્કાર અને કોઇ રહસ્યથી કમ નથી, આ પર્વત પર કાર પોતાના દમ પર બંધ અવસ્થામાં પહાડ તરફ ઢળતી જોઇ શકાય છે. જે આપને ઘણી હદ સુધી હેરાન અને અચંબિત કરી મુકે છે પરંતુ આ સત્ય છે. વૈજ્ઞાનિકોના મતે આની પાછળનું કારણ ચુંબકિય બળ છે.

ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, ચેરાપૂંજી

ભારતમાં લીલા-છમ જંગલોમાં છુપાયેલું ચેરાપુંજી એક આકર્ષક પર્યટન સ્થળ છે. આ ક્ષેત્ર ભારતીય રબર ટ્રીથી બનેલા રુટ પુલો માટે જાણીતું છે. જેમાં પ્રમુખ ડબલ ડેકર બ્રિજ સૌથી પ્રસિદ્ધ છે. આ 3 કલોમીટર લાંબો છે અને 2400 ફૂટની ઊંચાઇ પર આવેલો છે. ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ પ્રકૃતિ દ્ધાર નિર્મિત એવા સુંદર નજારા પૈકીનો એક છે જે મોટી સંખ્યામાં ટૂરિસ્ટોને પોતાની તરફ આકર્ષે છે.