જેસલમેર ફરવા જાઓ તો આ જગ્યાઓ જરૂર જોઇ લેજો

0
637
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાનના રણમાં વસેલુ નાનકડુ સુંદર શહેર એટલે જેસલમેર. ગોલ્ડન ફોર્ટ જેસલમેરની ઓળખાણ છે. જેસલમેર ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ છે. રણને નજીકથી જોવું હોય તો જેસલમેર જરૂર જવું જોઇએ. જેસલમેરનો ગોલ્ડન ફોર્ટ રાજપૂતના ભટ્ટી વંશના રાજા રાવલ જૈસલે 12મી સદીમાં બંધાવ્યો હતો. ત્યાર પછીના રાજાઓએ આ મહેલને વધુ ભવ્યતા આપી. એક સમયે જેસલમેર રણમાંથી પસાર થતા વેપારીઓ માટે વેપાર કરવાનું એક અગત્યનું બંદર હતું. આજે જેસલમેરમાં એવી અનેક સુંદર જગ્યાઓ આવેલી છે જે આખી દુનિયામાંથી ટૂરિસ્ટ્સને આકર્ષે છે. તમે પણ જેસલમેર જાવ તો આ જગ્યાઓ જોવાનું ચૂકશો નહિ.

જેસલમેર ફોર્ટ

નાનકડી ટેકરી પર બનેલો આ વિશાળ કિલ્લો તમને જરૂર આશ્ચર્યચકિત કરી દેશે. આ ફોર્ટને ગોલ્ડન ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આસપાસ 30 ફૂટની ઊંચી દિવાલ છે. કિલ્લામાં 99 બુરજો આવેલા છે અને અંદર અંદર અનેક પોળ તથા રસ્તાઓ બનેલા છે જે તમને પ્રાચીન સમયમાં કેવા ભવ્ય બાંધકામ થતા હતા તેની ઝલક આપશે.

જૈન મંદિરો

જેસલમેર ફોર્ટની અંદર સાત સુંદર જૈન મંદિરો આવેલા છે. સાતેય મંદિર એકબીજા સાથે જોડાયેલા છે અને તેમાં ઝીણી સુંદર કોતરણી કરવામાં આવેલી છે. તેમાં તમને નૃત્ય કરતા અને આપણા પુરાણોના અનેક પાત્રો જોવા મળશે. આવી સરસ કારીગરી તમે જીવનમાં ભાગ્યે જ બીજે ક્યાંય જોઈ હશે

 

પટવોં કી હવેલી

જેસલમેરમાં આ હવેલી જોવાની ચૂકાય એવી નથી. તેમાં પાંચ ઘર આવેલા છે જે પાંચ જૈન વેપારી ભાઈઓ દ્વારા 19મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. 200 વર્ષ જૂના આ બાંધકામને જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે.

સામ ગામના રેતીના ઢૂવા

સામ ગામની નજીક સફેદ રેતીના સુંદર ઢૂવા આવેલા છે. અહીં તમને જેસલમેરના રણની અસલી સુંદરતાનો અહેસાસ થશે.

સલીમ સિંહ કી હવેલી

આ હવેલી જેસલમેરના 19મી સદીના વડાપ્રધાન સલીમ સિંહ દ્વારા બાંધવામાં આવી હતી. તમે આ હવેલી પર જશો ત્યારે તેનું છાપરુ તરત જ તમારુ ધ્યાન ખેંચશે. અહીં મોરના શેપની સરસ કારીગરી કરવામાં આવી છે અને તેની નીચે સુંદર બાલ્કની આવેલી છે. આ હવેલી સંપૂર્ણપણે પથ્થરથી બાંધવામાં આવી હોવાથી અલગ તરી આવે છે. તેમાં સિમેન્ટ કે ઈંટનો ઉપયોગ થયો નથી. આ હવેલીમાં હજુ પણ લોકો રહે છે પરંતુ બહારથી પણ તેને જોશો તો દિલ ખુશ થઈ જશે

બડા બાગ

આ ગાર્ડન જેસલમેરની બહારના વિસ્તારમાં આવેલો છે. તેમાં રાજપૂત રજવાડાઓની કબરો આવલી છે. તેનો આકાર પિરામિડ અને ડોમ જેવો છે. તેની સીલીંગમાં અદભૂત કાર્વિંગ કરેલુ જોવા મળે છે. દરેક છત્રીમાં મહારાવલ રજવાડા વિષે થોડુ લખાણ જોવા મળે છે. આ ગાર્ડનની નજીક જ પવનચક્કીઓ પણ આવેલી છે જેને કારણે આ જગ્યાની સુંદરતા અનેકગણી વધી જાય છે.

ગડસીસર તળાવ

આ સુંદર તળાવની આસપાસ અનેક મંદિરો આવેલા છે. અહીંથી જેસલમેર ફોર્ટનો પણ સુંદર નજારો જોવા મળે છે.

નથમલજી કી હવેલી

19મી સદીમાં બંધાયેલી આ હવેલી બે આર્કિટેક્ટ ભાઈઓએ તૈયાર કરી હતી. નવાઈની વાત એ છે કે આ બંને ભાઈઓએ સ્વતંત્ર રીતે હવેલીની ડિઝાઈન તૈયાર કરી હતી અને પોતાના સેક્શન બંધાવડાવ્યા હતા આમ છતાંય બંનેના બાંધકામમાં ગજબ સામ્યતા જોવા મળે છે.

ડેઝર્ટ કલ્ચર સેન્ટર એન્ડ મ્યુઝિયમ

જેસલમેરના લોકો કેવુ જીવન જીવે છે તે જાણવાની ઉત્સુકતા હોય તો આ તમારા માટે પરફેક્ટ જગ્યા છે. પરંપરાગત ટેક્સટાઈલ્સથી માંડીને, સંગીતના વાદ્યો, વાસણો, તેમના સિક્કા, અવશેષો, હસ્તલિખિત ગ્રંથો વગેરે તમામ ચીજો તમને આ મ્યુઝિયમમાં જોવા મળશે. તેઓ નિયમિત ધોરણે કઠપૂતળીના શો પણ આયોજિત કરે છે.

જેસલમેર વોર મ્યુઝિયમ

જેસલમેરમાં રોકાણ માટે નીચેના નંબર પર ફોન કરો

મોબાઇલઃ 099987 44614
વોટ્સએપઃ 099987 44614
Email: info@chalofarava.com