ભારતના આ કિલ્લાઓ જોવા માટે કરવો પડશે આટલો ખર્ચ

0
401
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજાઓના કિલ્લા તમને તેની શૂરવીરતા અને ઇતિહાસનું જ્ઞાન કરાવે છે. કિલ્લાઓને જોતાં જ તે સમયના રાજાઓની ભવ્યતા, કલા અને ધરોહરના દર્શન થાય છે. ગુજરાતીઓને કિલ્લાઓ જોવાનું ઘણું જ પસંદ છે એનો અંદાજ રાજસ્થાનમાં જતા ગુજરાતીઓ પ્રવાસીઓની સંખ્યા પરથી લગાવી શકાય છે. આજના સમયમાં પણ પ્રાચીન કિલ્લાઓ એટલું જ આકર્ષણનું કેન્દ્ર છે જેટલો તેમનો ઈતિહાસ રસપ્રદ છે. તો ચાલો કરીએ આ રોમાંચથી ભરપૂર કિલ્લાઓનો પ્રવાસ.

મેહરાનગઢ કિલ્લો(રાજસ્થાન)

મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુરમાં છે. જેને રાવ જોધાએ બનાવડાવ્યો હતો. આ કિલ્લાના 7 ગેટ છે અને તમામ ગેટ રાજાએ કોઇને કોઇ યુદ્ધ જીત્યા બાદ સ્મારક તરીકે બનાવ્યા હતા. આ કિલ્લાની અંદર મોતી મહેલ, શીશ મહેલ જેવા ભવનો ખુબ જ સુંદર રીતે સજાવેલા છે. મેહરાનગઢ કિલ્લાની અંદર ચામૂંડા દેવીનું મંદિર અને મ્યૂઝિયમ બન્ને જોઇ શકાય છે. આ કિલ્લો 500 વર્ષ જૂનો છે. આ કિલ્લાની દિવાલો 10 કિ.મી. સુધી ફેલાયેલ છે. સુપર હીટ અંગ્રેજી ફિલ્મ ‘ડાર્ક નાઇટ’નો અમુક ભાગ પણ અહીં જ શૂટ કરવામાં આવ્યો હતો.

ટાઇમિંગઃ આ કિલ્લામાં તમે સવારે 9થી સાંજે 5.30 વાગ્યા સુધી ફરી શકો છો.

ટિકિટઃ આ કિલ્લામાં ફરવા માટે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

ગ્લાલિયરનો કિલ્લો(મધ્યપ્રદેશ)

ગ્લાલિયરનું સૌથી મોટું આકર્ષણ ગ્વાલિયરનો કિલ્લો છે. શહેરના લગભગ દરેક ભાગમાંથી દેખાતો આ કિલ્લાની તુલનામાં મોગલ બાદશાહ બાબરે મોતી સાથે કરી હતી. આ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં રાજા માનસિંહ તોમરે કરાવ્યું હતું. ગોપાંચલના પર્વત પર 100 મીટર ઉંચાઇએ આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. કિલ્લાની બહારની દિવાલની પહોળાઇ 200 મીટરની છે. ત્રણ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ કિલ્લામાં ત્રણ મિંદર છે. કિલ્લાની પાસે જ સુરજ કૂંડ છે, જેનું પાણી પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત ગ્લાલિયર કિલ્લાના જહાંગીર મહલ, કરણ પેલેસ, શાહજહાં મહેલ અને ગુજરી મહેલ પણ જોવાલાયક છે. અહીં ફરવા માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય બેસ્ટ માનવામાં આવે છે.

ટાઇમિંગઃ કિલ્લો સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

ટિકિટઃ આ કિલ્લો ફરવા માટે તમારે માત્ર 50-100 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

ગોલકુંડા કિલ્લો(હૈદરાબાદ)

હૈદરાબાદથી 11 કિ.મી.ના અંતરે બનેલા ગોલકુંડાના કિલ્લાનું નિર્માણ કાકતિયા શાસકોએ કરાવ્યું હતું. આ કિલ્લો વિશાળ ચાર દિવાલોથી ધેરાયેલો છે. એવું કહેવામાં આવે છેકે આરંભમાં અહીં માટીથી બનેલો કિલ્લો હતો પરંતુ કુતુબશાહી વંશના શાસનકાળમાં તેને ગ્રેનાઇટથી બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લામાં આઠ દિવાલ અને ચાર સીડીઓ છે. તેની ચાર દિવાલો પર 87 અર્ધ બુર્જ છે. પ્રત્યેક બુર્જ પર અલગ અલગ ક્ષમતાવાળી તોપ લાગેલી છે. આ કિલ્લો એક સમયે આખા શહેર જેટલો વિશાળ હતો, જેનો તમે આ કિલ્લામાં ફરીને અનુભવ કરી શકો છો. કિલ્લાની ખાસીયત છે કે તેના પ્રવેશદ્વાર પર તાલી વગાડવાથી ધ્વનિ સ્પષ્ટ રીતે પર્વતના શિખર પર બનેલા કિલ્લામાં સાંભળી શકાય છે.

ટાઇમિંગઃ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

ટિકિટઃ આ કિલ્લો જોવા માટે 70 રૂપિયા ટિકિટ છે.

સિંધુદુર્ગ(મહારાષ્ટ્ર)

મુંબઇથી 400 કિ.મી. દૂર સમુદ્રની વચ્ચે બનાવવામાં આવેલ આ કિલ્લાનું નિર્માણ શિવાજીએ કર્યું હતું. આ કિલ્લો પોતાની સુંદરતાના કારણે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. સિંધુદુર્ગ સમુદ્રની વચ્ચે એક નાના ટાપૂ પર બનેલો છે.

ટાઇમિંગઃ આ સવારે 10થી 5.30 વાગ્યા સુધી જોઇ શકાય છે.

ટિકિટઃ પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા છે.

કાંગડા કિલ્લો(હિમાચલ પ્રદેશ)

આ કિલ્લો હિમાચલ પ્રદેશના કાંગડામાં છે. તેને કાંગડાના શાહી પરિવારે બનાવ્યો હતો. આ કિલ્લો વિશ્વના સૌથી જૂના કિલ્લા પૈકી એક છે. તેને નગરકોટ અથવા કાટ કાંગડના નામે પણ ઓળખવામાં આવે છે.

ટાઇમિંગઃ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

ટિકિટઃ આ કિલ્લામાં પ્રવેશ માટે તમારે 150 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચવા પડશે.