મેકલોડગંજ, જ્યાં એકલા જઇને પણ કરી શકો છો મજા

0
657
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

એકલા ફરવાના શોખીન છો કે પ્રથમવાર એકલા બહાર જઇ રહ્યા છો, બન્ને માટે યોગ્ય ડેસ્ટિનેશનની પસંદગી સૌથી જરૂરી અને મુશ્કેલ ટાસ્ક હોય છે. ઇન્ટરનેટ પર રહેલા ઓપ્શન્સ જ્યાં ઘણીવાર મદદ કરે છેતો ઘણીવાર કન્ફ્યુઝ પણ. સૌથી પહેલા એ વાતને જાણી લેવી જરૂરી છે કે સોલો ટ્રિપ પર કોઇપણ જાતના એક્સપીરિયન્સ વગર નીકળ્યા છો તો 2-3 દિવસનો પ્લાન બનાવો. આવામાં ઉત્તરાખંડ અને હિમાચલમાં અનેક બધી જગ્યાઓ છે જેને 2 થી 3 દિવસમાં કવર કરી શકાય છે.

હિમાચલમાં મેકલોડગંજ આવી પસંદગીના ડેસ્ટિનેશન્સમાંનું એક છે. અહીં ફરવા માટે ઘણી સારી જગ્યાઓ છે. અને સોલો ટ્રાવેલર્સની તો આ ફેવરિટ જગ્યા છે કારણ કે ટ્રેકિંગથી લઇને બૌદ્ધ કલ્ચર એમ દરેકનો એક એક્સપીરિયન્સ લઇ શકાય છે.

મેકલોડગંજમાં ફરવાલાયક જગ્યાઓ

ત્રિઉન્ડ ટ્રેક

ટ્રેકિંગ પસંદ છે તો મેકલોડગંજમાં ત્રિઉંડ ટ્રેકનો એક્સપીરિયન્સ જરૂર લો. જવાનો રસ્તો સરળ નથી પરંતુ ઉંચાઇ પર પહોંચીને આસપાસના દ્શ્યો ટ્રેકિંગ દરમ્યાન થયેલી બધી થકાવટને દૂર કરી દેશે.

મસરૂર ટેમ્પલ

8મી સદીમાં બનેલું આ હિન્દુ મંદિર મેકલોડગંજના સુંદર ધાર્મિક જગ્યાઓમાંની એક છે. 15 રોક કટ ટેમ્પલ છે જે જોવામાં ઘણાં કંઇક એલોરા જેવા છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો જ સુંદર છે.

ભાગસૂ ફોલ

ચારે તરફ લીલાછમ પર્વતો અને તેની વચ્ચેથી પડતા ઝરણાનું દ્શ્ય પેન્ટિંગ્ઝ અને પુસ્તકો ઉપરાંત મેકલોડગંજમાં પણ જોવા મળશે. જી હાં, ભાગસૂ ફોલ બિલકુલ આવી જ જગ્યા છે. સીડીઓથી ચડતા ઝરણાની નજીક પહોંચી શકાય છે. જ્યાં આસપાસ બેસવા અને રિલેક્સ કરવા માટે ઘણાં ઓપ્શન્સ છે.

નેચુંગ મોનેસ્ટ્રી

મેકલોડગંજ જઇને અહીંની સુંદર મોનેસ્ટ્રી નથી જોઇ તો સમજી જજો ઘણું બધું મિસ કરી દીધું. બૌદ્ધ કલ્ચરને જોવા, સમજવા અને જાણવા માટે ઇચ્છુક છો તો અહીં આવો. આમ પણ ફરવાની રીતે પણ આ મોનેસ્ટ્રી સારી જગ્યા છે.

સનસેટ પોઇન્ટ

ઢળતા સૂરજના સુંદર નજારાને જોવા માટે નદી ગામ જાઓ. નેચર લવર્સ અને ફોટોગ્રાફર્સની તો આ ફેવરિટ જગ્યા છે.

ઇન્દ્રાહાર પાસ

ઓફબીટ જગ્યાઓ પર ફરવાનો શોખ રાખો છો તો ઇન્દ્રહાર પાસ સારી જગ્યા છે. 4342 મીટર ઉંચાઇવાળી આ જગ્યાનું ટ્રેકિંગ સારો અનુભવ સાબિત થશે.

વિપાસના મેડિટેશન સેન્ટર

ટ્રિપથી કેટલોક સમય કાઢીને ધર્મકોટના વિપાસના મેડિટેશન સેન્ટર જરૂર જાઓ. હિમાલયના પહાડો પર વસેલી આ જગ્યા માઇન્ડને રિલેક્સ કરવા માટે સુંદર જગ્યા છે.

મહારાણા પ્રતાપ સાગર લેક

આ પોંગ ડમ લેકના નામે પણ ઓળખાય છે. જે એક આર્ટિફિશિયલ લેક છે. જેમાં બોટિંગ અને ફિશિંગને એન્જોય કરી શકાય છે. સાથે જ, આસપાસ પર્વતો અને જંગલોના કારણે અહીં અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળી જશે.

ક્યારે જશો

સપ્ટેમ્બરથી લઇને જૂન સુધી ક્યારે પણ મેકલોડગંજ ફરવાનું પ્લાનિંગ કરી શકાય છે. ડિસેમ્બરથી માર્ચ વચ્ચે અહીં ઘણી જ ઠંડી પડે છે. એપ્રિલથી જૂન મહિનો ફરવા માટે બેસ્ટ હોય છે.

કેવી રીતે જશો

મેકલોડગંજ અને ધર્મશાળા માટે તમને સરળતાથી એસી અન નોન એસી બસોની સુવિધા મળી જશે

સોલો ટ્રાવેલર્સ માટે જરૂરી ટિપ્સ

ટ્રેકિંગ પર જતી વખતે જેટલો બની શકે તેટલો ઓછો સામાન કેરી કરો જેનાથી તમે ટ્રેકિંગને એન્જોય કરી શકો.

પોતાની સાથે પાણીની બોટલ્સ અને ખાવા-પીવાની ચીજો જરૂર કેરી કરો. આમ તો અહીં વચ્ચે અનેક જગ્યાઓ પર રોકાઇને ચા, મેગી અને આમલેટ ખાઇ શકાય છે પરંતુ સારૂ એ રહેશે કે કેટલાક સ્નેક્સ પોતાની સાથે કરે કરો.

ટ્રેકિંગ દરમ્યાન ચપ્પલ પહેરો અને આવા આઉટફિટ્સ કેરી કરી લો જે લાઇટ હોવાની સાથે જ બદલાતી ઋતુના હિસાબથી પણ યોગ્ય હોય.