અમદાવાદનું એકમાત્ર પુલસાઇડ રેસ્ટોરન્ટ કેપ્સિકમ, જમવાની મજા આવશે

0
994
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદના લોકોને હવે ફક્ત સારૂ જમવાનું જ નહીં પરંતુ સાથે જ તેઓ જે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યાંનું એમ્બિયન્સ, ઇન્ટિરિયર, સ્વચ્છતા, સર્વિસ વગેરે પણ ધ્યાનમાં લે છે. અમદાવાદમાં ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, ઇટાલિયન સહિત અનેક રેસ્ટોરન્ટ્સ છે. ઘણી રેસ્ટોરન્ટ થીમ બેઝ પણ છે પરંતુ હવે પુલસાઇડ રેસ્ટોરન્ટ પણ ખુલી છે આ રેસ્ટોરન્ટનું નામ છે કેપ્સિકમ.

શું છે ખાસ કેપ્સિકમમાં

કેપ્સિકમ રેસ્ટોરન્ટ એસ.જી.હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામેની તરફ છે. આ એક પુલ સાઇડ રેસ્ટોરન્ટ છે એટલે કે તમે સ્વિમિંગ પુલ પર બેસીને ડીનરની મજા માણી શકો છો. અહીંના મેનુ પર નજર કરીએ તો તમને અહીં મોકટેલ, ચાટ, સ્ટાર્ટર, સૂપ, સલાડ, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મેક્સિકન, પિત્ઝા, પંજાબી, ડેઝર્ટની સુવિધા મળે છે. અહીંના ફૂડની એક વિશેષતા એ છે કે અહી લાઇવ કાઉન્ટર્સ છે એટલે કે તમને બિલકુલ ફ્રેશ અને હોટ (ગરમ) ખાવાનું મળે છે. અહીં જમવાની એટલી વેરાયટી છે કે શું ખાવું અને શું ન ખાવું એ નક્કી કરવું તમારા માટે મુશ્કેલ બની જશે.તો રાહ કેમ જોવાની….ઉપડી જાઓ કેપ્સીકમમાં

 

સંપર્ક- contact

Capsicum Restaurant, C/O Whistling Meadows Resort & Lawns, Opp. Nirma University, Nr Chaarodi Bus Stop, Off S.G. Highway

Phone Numbers
+91 9558809076
00 2717242231

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.