ચાલો ગુજરાતી થાળી જમવા ગામઠી રેસ્ટોરન્ટમાં

0
1045
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમને એક જ સ્થળે ગુજરાતી, કાઠીવાડી, પંજાબી મળી જાય તો..અને વળી પાછું ભવ્ય એમ્બિયન્સ. અમદાવાદમાં આવી જ એક ભવ્ય કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. એસ.જી.હાઇવે પર જગતપુર પાટીયા પાસે ગોતામાં છે ગામઠી રેસ્ટોરન્ટ.

ગામઠી રેસ્ટોરન્ટના એમ્બિયન્સની વાત કરીએ તો અહીં રંગબેરંગી ફુવારાની આસપાસ બેસીને ખાટલામાં અને ટેન્ટમાં બેસીને જમવાનો આનંદ જ અનોખો છે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા છે. લોબી પણ વિશાળ છે. આ એક ઓપન-એર રેસ્ટોરન્ટ હોવાથી તમને અહીં ડીનર કરવાની મજા આવશે. જો કે કેટલાકને એસી હોલની કમી જરૂર લાગશે. પાર્કિંગની અહીં પૂરતી સુવિધા છે.

શું મળશે

ગામઠી રેસ્ટોરન્ટમાં તમે પંજાબી, કાઠીયાવાડી, રાજસ્થાની, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ,સિઝલર, મોકટેલનો આનંદ માણી શકો છો. રેસ્ટોરન્ટના મેનુ પર નજર કરીએ તો તેમાં તમને સૂપ, રાયતા, છાશ, પાપડ, સલાડ, સ્ટાર્ટરમાં પનીરની આઇટમ્સ મળશે. ઉપરાંત, ચાઇનીઝ નૂડલ્સ, રાઇસ, પાસ્તા, પંજાબી,કાઠીયાવાડી, રાજસ્થાની શાકની વેરાયટી મળશે. કાઠીયાવાડીમાં તમે પરંપરાગત સેવ ટામેટાં, લસણિયા બટાકા, રિંગણનો ઓળો સહિતના અનેક શાકની પસંદગી કરી શકો છો. રાજસ્થાની વાનગીમાં દાલબાટી, રાજસ્થાની કઢીનો ટેસ્ટ કરવા મળશે. પંજાબીમાં પણ પનીર, વેજીટેબલ્સની અનેક વેરાયટી છે. દાલ-રાઇસ, બટર રોટી, તવા રોટી મળશે. ઉપરાંત, સેન્ડવીચ, પિત્ઝા, સ્વીટ્સ, આઇસ-સ્ક્રીમ, કોલ્ડડ્રિંક્સ, જ્યૂસ, લસ્સી પણ અહીં ઉપલબ્ધ છે. ગામઠીમાં પંજાબી ફિક્સ લંચ, પંજાબી ડિલક્સ લંચ, કાઠીયાવાડી ફિક્સ લંચ, પેક લંચ, અનલિમિટેડ લંચ અને ડીનરની સુવિધા પણ છે.

ક્યાં છે

Address
Beside Hathi Temple, Jagatpur Patiya, Gota, Ahmedabad

Phone number
02717 242001

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.