આ ભવ્ય મંદિર અમદાવાદમાં જ છે, એકવાર દર્શન કરવા અચૂક જજો

0
669
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદમાં ઇસ્કોન ટેમ્પલ પછી હરેકૃષ્ણનું ભવ્ય મંદિર રિંગરોડથી નજીક ભાડજ ખાતે આવેલું છે. રાધા-રમણ મંદિર તરીકે જાણીતું આ મંદિર અધ્યાત્મિક પ્રકાશ આપવા સાથે માનવજાતની સેવા પણ કરે છે.

મંદિર દ્વારા ‘અક્ષય પાત્ર’ કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે. તે ગુજરાતની 1500 શાળામાં મધ્યાનભોજન પુરુ પાડે છે. દેશનું મોટું રસોડું અહીં આવેલું છે જે પાંચ કલાકમાં બે લાખ બાળકો માટે રસોઈ બનાવે છે. અહીં ભક્તો માત્ર આશીર્વાદ લેવા જ નહીં, પણ મનની શાંતિ માટે પણ આવે છે.

હરેકૃષ્ણ મંદિરનું નિર્માણ એપ્રિલ, 2015માં અક્ષય તૃતિયાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. આ પહેલા થલતેજના એક ભાડાના બંગ્લોમાં મંદિરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 2012માં દાનમાં મળેલી જમીન પર મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી.

મંદિરમાં સુવિધાઓની વાત કરીએ તો અહીં વિશાળ પાર્કિંગ, ગિફ્ટ શોપ, ‘અન્નકૂટ’નામનો એર ગાર્ડન રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પાર્ક, કન્વેન્શન હોલ, લેન્ડસ્કેપ ગાર્ડન, એટીએમ અને વ્હીલ ચેર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.

ક્યાં છે મંદિર

હરેકૃષ્ણ મંદિર અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સિટીની નજીક ભાડજ ખાતે આવેલું છે.