હવાઇ મુસાફરી દરમ્યાન આ નવા નિયમોનું પાલન કરવું જરૂરી

0
302
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અનેક રાજ્ય સરકારોએ કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતાં પોત-પોતાના રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. આવી પરિસ્થિતિમાં લોકો અસમંજસમાં છે કે પૂર્ણ લૉકડાઉનમાં કઇ સેવાઓ ઉપલબ્ધ હશે અને કઇ સેવાઓ પર પ્રતિબંધ છે. આના પગલે લોકો પોતાની યાત્રાઓને પણ ટાળવાનું વિચારી રહ્યા છે.

જો તમે પણ યાત્રા કરવાનું વિચારી રહ્યાં છો તો તમારે યાત્રાના નવા નિયમોનું પાલન કરવું પડશે. ખાસ કરીને ફ્લાઇટથી યાત્રા કરનારા લોકોને સરકારની આધિકારિક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સાથે જ 14 દિવસના ક્વોરન્ટીનમાંથી પણ પસાર થવું પડી શકે છે. આ સાથે જ એરપોર્ટના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમને ખબર નથી તો આવો જાણીએ-

બિઝનેસ ક્લાસના યાત્રીઓ માટે નવા નિયમો આ પ્રકારે છે

  • જો કોઇ યાત્રીની પાછા ફરવાની (રિટર્ન) ટિકિટ છે અને તેને આવતા 48 કલાકની અંદર રિટર્ન થવાનું છે તો યાત્રીને ક્વોરન્ટીન નહીં થવું પડે અને તેના હાથની છાપ પણ નહીં લેવામાં આવે. મુસાફર પાસે વેલિડ રિટર્ન ટિકિટ હોવી જોઇએ. આ સાથે જ મુસાફરને મળનારા વ્યક્તિ અંગે સંપૂર્ણ અને યોગ્ય જાણકારી હોવી જોઇએ.
  • જો કોઇ મુસાફર આવ્યા પછી સાત દિવસની અંદર પાછો ફરવા માંગે છે તો યાત્રી પાસે વેલિડ રિટર્ન ટિકિટ હોવી જોઇએ. યાત્રીને મળનારા વ્યક્તિ અંગે સંપૂર્ણ અને યોગ્ય જાણકારી આપવી પડશે. આ સાથે જ એરપોર્ટ પર પહોંચ્યા પછી જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે જેના પૈસા ખર્ચવા પડશે. ટેસ્ટ પરિણામ આવે ત્યાં સુધી એટલે કે 48 કલાક માટે ક્વોરન્ટીનમાં રહેવું પડશે. યાત્રી કોરોના નેગેટિવ ટેસ્ટ બતાવીને ટેસ્ટથી બચી શકે છે.
  • એરપોર્ટ પર ટેક્સીની સુવિધા ઉપલબ્ધ હશે અને ટેક્સીઓને સેનિટાઇઝ કરવામાં આવશે. જ્યારે ચાલકોને દરેક ટ્રિપ પછી સ્ક્રિન ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
  • જો કોઇ મુસાફર કોઇ રાજ્યના રસ્તે અન્ય રાજ્યની મુસાફરી કરે છે, તો તેને ક્વોરન્ટીન નહીં કરવામાં આવે. શરત એટલી કે તે એરપોર્ટમાંથી બહાર નહીં નીકળી શકે.
  • જો કોઇ મુસાફરમાં કોરોના વાયરસના લક્ષણ દેખાય છે તો તેનો ટેસ્ટ કરવામાં આવશે. જો ટેસ્ટ નેગેટિવ આવે છે તો તે યાત્રીને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટિનમાં રહેવું પડશે.એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતા-જતા દરેક યાત્રીને 14 દિવસો સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે.