એડવેન્ચરથી ભરપૂર અમેરિકાની આ 5 જગ્યાઓ છે ફેમિલી વેકેશન માટે એકદમ પરફેક્ટ

0
290
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ તેમની સાથે યાદગાર સમય વિતાવવા અને મૂડને રિફ્રેશ કરવા માટે વેકેશનથી સારો કોઇ બીજો આઇડિયા હોઇ જ ન શકે. પરંતુ જ્યાં ફ્રેન્ડ્સની સાથે તમે ગમે ત્યારે બેગ પેક કરીને ફરવા ઉપડી શકો છો પરંતુ ફેમિલીની સાથે પરફેક્ટ લોકેશન પસંદ કરવાનું કામ સરળ નથી હોતું. જો તમે ઇન્ડિયાની બહાર ફેમિલીની સાથે લકઝરી ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અમેરિકા જાઓ. જ્યાં એક બે નહીં મોજ-મસ્તી માટે છે ઢગલો ઓપ્શન્સ.

માઉ, હવાઇ

માઉમાં તમે અનેક સારી એડવેન્ચર એક્ટિવિટીઝની મજા લઇ શકો છો. બાળકથી માંડીને મોટાઓ સુધી એડવેન્ચરના ઢગલો ઓપ્શન મોજુદ છે. દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે આ જગ્યા. અંડરવૉટર એક્ટિવિટીઝ ઉપરાંત અનેક વોટરફૉલ્સ પણ છે અહીં. બીચ પર શાંતિથી બેસીને સમુદ્રી લહેરોને જોવાની મજા જ કંઇક ઓર છે.

ડેનવર, કોલોરાડો

અહીંની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ, એડવેન્ચર સ્પોર્ટ્સ, શોપિંગ, મોન્યુમેન્ટ્સ, આર્ટ્સ અને કલ્ચર આપના વેકેશનને બનાવી દેશે શાનદાર. ડેનવરમાં પશ્ચિમી યૂએસએના સુંદર નેશનલ પાર્ક છે જેવા કે મેસા વર્ડે, જે કોલોરાડોના ચાર નેશનલ પાર્કમાંના એક છે, આ ઉપરાંત વ્યોમિંગમાં યેલોસ્ટોન અને ઉટાહમાં કૈનયોનલેન્ડ્સ. અહીં તમે રેન્ટલ કાર લઇને આસપાસની સુંદરતાને શાંતિથી મનભરીને માણી શકો છો.

હંટ્સવિલે, એલાબામા

દક્ષિણ પૂર્વી યુએસએના સૌથી ઝડપથી વિકસિત થતા શહેરોમાં એક હંટ્સવિલેનું પ્લાનિંગ કરીને તમે તમારા વેકેશનને બનાવી શકે છે શાનદાર. હંટ્સવિલેમાં 100થી વધુ ભાષાઓ બોલી શકે છે તો તમે અહીં સરળતાથી લોકો સાથે વાતચીત કરી આસપાસ વસેલી રોમાંચક જગ્યાઓ અંગે જાણી શકો છો. 1958માં આ શહેરથી પ્રથમ અમેરિકી સેટેલાઇટ ઓર્બિટમાં મોકલવામાં આવ્યો આ સાથે જ તમે અહીં યૂએસ સ્પેસ એન્ડ રૉકેટ સેન્ટર અને અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ડેસ્ટિનેશનનો પણ આનંદ માણી શકો છો.

ટકસન, એરિઝોના

ટકસન અને દક્ષિણી એરિઝોના પોતાનામાં ‘રિયલ વર્લ્ડ’ની પરિભાષા છે. ટકસનને તેના રિચ કલ્ચર અને મોન્યુમેન્ટ્સ માટે ઓળખવામાં આવે છે. અહીં તમે દક્ષિણી-પશ્ચિમીની લાજવાબ ડિશિઝનો આનંદ માણી શકે છે. અહીંની સુંદરતા શાનદાર અનુભવની સાથે ફોટોગ્રાફી માટે સુંદર છે. અહીં આખુ વર્ષ ફેસ્ટિવલ્સનું આયોજન થતા રહે છે. જેને જોવાનો રોમાંચ જ અલગ હોય છે.

ઑગસ્ટા, જોર્જિયા

જૉર્જિયા બીજુ પ્રાચીન શહેર છે, જે સદીઓથી મહેમાનોનું સ્વાગત કરી રહ્યું છે. એટલાંટાથી 241 કિલોમીટર પૂર્વમાં વસેલી આ જગ્યા ટૂરિસ્ટ્સને ખુબ લલચાવે છે. ઑગસ્ટામાં તમે ડિલીસિયસ ડિશીઝની સાથે સુંદર નજારા પણ જોઇ શકો છો. ફેમિલી ટ્રીપને યાદગાર બનાવવા માટે ઑગસ્ટા ઘણી સુંદર જગ્યા છે.