હાઇવે પરથી પસાર થતા મોટાભાગે અનેક ઢાબા રસ્તામાં આવતા હોય છે અને કેટલાક ઢાબાનું ખાવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે ત્યાં વારંવાર જવાની ઇચ્છા થાય છે. આ ઢાબા કોઇ ફાઇવસ્ટાર હોટલથી કમ નથી પરંતુ તેનો સ્વાદ એવો હોય છે જે તમને દિવાના બનાવી દે છે. જો તમને હાઇવેની આવા જ ઢાબાનો સ્વાદ ગમે છે તો અને આપને દિલ્હી-ચંદિગઢ હાઇવે પર આવતા આવા જ કેટલાક ઢાબા અંગે જણાવીશું જ્યાં લોકો તેના શ્રેષ્ઠ સ્વાદની મજા લેવા જાય છે.
સેઠી ઢાબા, જીરકપુર
ગુરુદાસ માનના પોસ્ટરવાળા આ ઢાબામાં પંજાબી લોક સંસ્કૃતિની ઝલક જોઇને તમારો જુસ્સો વધી જશે. અહીં મકાઇની રોટી અને સરસવનું સાગ તમને શણના આસન પર આપવામાં આવે છે. સેઠી ઢાબામાં તમને પંજાબી જમવાનો ઑથેન્ટિક સ્વાદ મળે છે. સારી વાત એ છે કે આ ઘણું જ સ્વચ્છ છે. અને અહીંની ફૂડ આઇટમ્સની કિમત પણ વધારે નથી. આ ઢાબા જીરકપુરના સિલ્વર સિટીમાં અંબાલા રોડની સામે પડે છે અને તમે અહીં 24 કલાક ટેસ્ટી ખાવાની મજા ઉઠાવી શકો છો.
નીલકંઠ સ્ટાર ઢાબા, કરનાલ
જો તમે ખાવા અંગે બહુ લાંબા-પહોળા પ્લાન બનાવવાના શોખીન નથી અને ઇચ્છો છો કે તમારી સામે એક એકથી ચઢિયાતી ડિશ પરોસવામાં આવે તો તમારે નીલકંઠ સ્ટાર ઢાબાની મુલાકાત લેવી જોઇએ. અહીં ખાવા-પીવાના ઢગલો ઓપ્શન ઉપલબ્ધ છે. અહીં ખાવાનું ઘણી જ સાફ-સફાઇ સાથે સર્વ કરવામાં આવે છે. આસપાસની સારી વ્યવસ્થાને જોતા આપનું અહીં આવવું પૂર્ણ રીતે પૈસા વસૂલ બની જાય છે. આમ તો અહીંના મેનૂમાં ઘણી વાનગીઓ છે પરંતુ અહીંની ખીરનો સ્વાદ તમે જરુર ચાખજો. લાંબી મુસાફરી બાદ આ ડેઝર્ટનો સ્વાદ લેવાનું બને જ છે.
પાલ ઢાબા, ચંદીગઢ
એનએચ 1 પર ખાવાનું સર્વ કરનારા સૌથી જુના ઢાબામાંનો એક છે પાલ ઢાબા. અહીંના સ્ટફ્ડ પરાઠા, છોલે ભટૂરે, લસ્સી જેવી દેસી ફૂડ આઇટમ્સનો સ્વાદ લોકો 1960થી ઉઠાવતા આવ્યા છે. પરાઠા પર ઓગળતુ માખણ તમારી ભૂખને અનેક ગણી વધારી દે છે. અહીંનુ એમ્બિયંસ સામાન્ય પ્રકારના ઢાબા જેવુ જ છે પરંતુ અહીંની સર્વિસિઝ કાબિલે તારીફ છે. આ ઢાબાની ફૂડ આઇટમ્સની મજા લેવા માંગો છો તો ચંદીગઢના સેક્ટર 28 તરફ પ્રસ્થાન કરો.
અમરીક સુખદેવ, મુર્થલ
જો તમે આ ઢાબા પર આવી રહ્યા છો તો શક્ય છે કે તમારે ખાવાનું ખાવા માટે લાઇનમાં લાગવું પડે. કૉલેજના સ્ટુડન્ટ્સથી લઇને, વર્કિંગ પ્રોફેશનલ્સથી લઇને બિઝનેસમેન સુધી અહીંના ટેસ્ટી ફૂડનો સ્વાદ લેવા માટે આવે છે. અહીંના સ્ટફ્ડ પરોઠા અને તેની સાથે સફેદ માખણનું કોમ્બિનેશન એવું હોય છે કે બસ ખાતા જ રહો. આ ઢાબા 24 કલાક ખુલ્લું રહે છે.
હવેલી, કરનાલ
કરનાલની હવેલી ઢાબાનું એમ્બિયન્સ ઘણું જ સારુ છે, એટલા માટે તમે અહીં ખાવાનું વધારે એન્જોય કરો છો. જો કે અહીંનું જમવાનું થોડુ મોંઘુ છે પરંતુ અહીં મેનૂમાં તમને ઘણીબધી વેરાયટી મળશે. દાલ મખનીથી લઇને પનીર, રાજમા, કઢી ચોખા જેવી દરેક ડિશનો સ્વાદ તમને અહીં માણવા મળશે. અહીંની સર્વિસ પણ ઘણી સારી છે. તમે અહીં પાર્ટી પણ કરી શકો છો. આ ઢાબા જીટી રોડ દિલ્હી-કરનાલ હાઇવે પર ભીગન ચોકની સામે આવેલો છે. જે 24 કલાક ખુલ્લો રહે છે.