ચેન્નઇના બેસ્ટ વેજિટેરિયન રેસ્ટોરન્ટ, જેનો સ્વાદ છે તેની અસલી ઓળખ

0
331
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારતના દક્ષિણમાં ચેન્નઇ વિશ્વવિખ્યાત છે અને સાથે જ અહીંનું સાઉથ ઇન્ડિયન ફુડ પણ દુનિયાભરમાં જાણીતું છે. જેના કારણે અહીં રેસ્ટૉરન્ટની લાઇનો લાગી છે અને તમને તેમાંથી સારી રેસ્ટૉરન્ટ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અને આજે તમને ચેન્નઇના બેસ્ટ વેજિટેરિયન રેસ્ટૉરન્ટ અંગે બતાવવા જઇ રહ્યા છીએ.

કૈદી કિચન

આ રેસ્ટોરન્ટનું ઇન્ટીરિયર જેલ જેવું છે જેમાં વેઇટર અને મેનેજર કેદી અને પોલીસનો ડ્રેસ પહેરીને ખાવાનું પરોસે છે અને ઓર્ડર પણ લેતા નજરે પડે છે. કૈદી કિચન તેના વેજિટેરિયન ફૂડ માટે જાણીતી છે. ચીજ ફોંડુ અને ચીજ યમ્મિનેસ અહીંની પોપ્યુલર ડિશ છે. ફોંડૂ, ચીજથી બનેલી એક પ્રકારની સૉસ હોય છે જેમાં બ્રેડ પીસિજને ડિપ કરીને ખાવામાં આવે છે.

હોલી ગ્રિલ

આ ચેન્નઇની એક બાર્બીક્યૂ રેસ્ટૉરન્ટ છે જે ગ્રિલ ફૂડ માટે ઘણી જાણીતી છે. આમ તો મોટાભાગની બાર્બીક્યૂ નૉન-વેજ કબાબ અને ટિક્કા માટે જાણીતી છે પરંતુ આ રેસ્ટૉરન્ટની ખાસિયત અહીંનું વેજ ગ્રિલ ફૂડ છે. તમે અહીંની ફેમસ ડિશ હરા ભરા કબાબ અને ચિલી બેબીકૉર્નની મજા લઇ શકો છો તો જ્યારે પણ હોલી ગ્રિલનું ખાવાનું ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં.

કૈલાશ પર્વત

સુંદર સજાવટવાળુ આ રેસ્ટૉરન્ટ ચેન્નઇની જાણીતી રેસ્ટૉરન્ટમાંની એક છે જ્યાંનુ નોર્થ ઇન્ડિયન ફૂડ, સ્ટ્રીટ ફૂડ અને ચાઇનીઝ ફૂડ ઘણું જ જાણીતુ છે અને કૈલાસ પર્વતની ચાટ તો આખા શહેરના લોકોને અહીં આવવા માટે મજબૂર કરી દે છે. ચેન્નઇ જાઓ તો અહીંની ચાટ પ્લેટર અને ચીજ પાંઉ ભાજીની મજા જરુર લો.

હેવન સમ્પૂર્ણ

આ સાધારણ ડેકોરેશનવાળુ રેસ્ટોરન્ટ છે. જેમાં સાઉથ ઇન્ડિયન ફૂડ ઉપરાંત સ્વાદિષ્ટ ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન અને ઓરિએન્ટલ ફૂડ પણ પીરસવામાં આવે છે. ચેન્નઇના લોકલ લોકો માટે આ વેજિટેરિયન હેવન છે જ્યાં દરેક ફ્લેવરનું ફૂડ એન્જોય કરી શકાય છે. અહીંની દાલ મખની, પનીર ટિક્કા બિરયાની અને પાન આઇસક્રીમ ઘણો જ ફેમસ છે.

જલપાન

જલપાન રેસ્ટોરન્ટની એક બ્રાન્ડ છે જેના અનેક ચેન રેસ્ટોરન્ટ છે. આ નૉર્થ ઇન્ડિયન ફૂડને એન્જોય કરવાનો ઘણો જ સારો ઓપ્શન છે. આ રેસ્ટોરન્ટમા ખાવાનું બુફે લગાવીને પણ પીરસી શકાય છે. અહીંની સૌથી ખાસ ડિશ પોટલી બિરયાની છે જેમાં ચોખાની ટેસ્ટી બિરયાનીને લોટની પોટલીમાં બંધ કરીને પીરસવામાં આવે છે.

પિંડ

આ પણ ચેન્નઇની ફેમસ રેસ્ટોરન્ટ્સમાંની એક છે જેની ખાસિયત અહીંની પનીર ડિશ છે. કહેવાય છે કે અહીં આખા શહેરનું બેસ્ટ પનીર મળે છે. પિંડ રેસ્ટોરન્ટની એક થાળીમાં અહીંની બધી સ્પેશ્યલ ડિશની મજા લઇ શકો છો.