એવી જગ્યા જ્યાં લોકો ભૂતને પીવડાવે છે પાણી, જાણો આની સાથે જોડાયેલા રહસ્યો

0
222
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હિમાચલ પ્રદેશ મનમોહક ખીણો અને પર્વતો માટે દુનિયાભરમાં જાણીતું છે. દેશ-વિદેશથી લોક હિમાચલ ફરવા આવે છે. પહાડોનો પ્રદેશ હોલિડે પોઇન્ટ જ નથી પરંતુ હનીમૂન સ્પોટ પણ છે. દરવર્ષે પ્રવાસીઓ હિમાચલની ધરતી પર આવે છે. અહીં લોકો પોતાને પ્રકૃતિની નજીક ગણે છે. જો કે, આ ધરતી પર અનેક એવી રોમાંચિત અને રહસ્યમયી જગ્યાઓ પણ છે, જે અંગે જાણશો તો શરીરમાં કંપારી છૂટી જશે.

આવા સ્થળો પૈકીનું એક સ્થળ છે ગાટા લૂપ્સ (Gata Loops). જે પોતાના વળાંકદાર રસ્તાઓ માટે વિશ્વવિખ્યાત છે. ગાટા લૂપ્સમાં હેરપિન જેવા કુલ 21 ગોળાકાર ચક્કર છે. આ જગ્યા 17 હજાર ફૂટની ઊંચાઇએ છે, જેનાથી રોમાંચ વધી જાય છે. દરેક ગોળાકાર ચક્કરનું અંતર 300થી 600 મીટર છે. જ્યારે છેડાના બન્ને લૂપ્સનું અંતર લગભગ એક કિલોમીટર છે.

આ કોઇ સામાન્ય રસ્તો નથી, કારણ કે ઘણાં લોકો આ રસ્તે નથી જતા, પરંતુ શૉર્ટકટ અપનાવે છે. જો કે ટ્રકો માટે આ ગોળાકાર રસ્તો અનુકૂળ છે. એવું કહેવાય છે કે શિયાળામાં બરફવર્ષાના કારણે ગાટા લૂપ્સથી સંપર્ક તૂટી જાય છે. આ સ્થાન પર એક મંદિર છે જે પ્રેતાત્માને સમર્પિત છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ-

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, વાત 1999ની છે. જ્યારે એક ટ્રક 19માં લૂપ પર ખરાબ થઇ ગઇ. ત્યારબાદ ડ્રાઇવર અને હેલ્પરે તેને રિપેર કરવાની પૂરતી કોશિશ કરી પરંતુ તેમને સફળતા મળી નહીં. દરમિયાન ભારે બરફવર્ષાના કારણે રસ્તો બંધ થઇ ગયો. ઘણાં સમય સુધી રાહ જોયા બાદ કોઇની પણ મદદ ન મળી તો ડ્રાઇવરે નજીકના ગામમાંથી મદદ મેળવવાનું વિચાર્યું.

અ સમયગાળા દરમિયાન હેલ્પરની તબિયત બગડી. જેના કારણે ડ્રાઇવર એકલો જ ગામ તરફ નીકળ્યો. ભૂખ અને તરસના કારણે હેલ્પરની તબિયત વધુ ખરાબ થવા લાગી. કેટલાક દિવસો બાદ ડ્રાઇવર ગામના લોકોને લઇને ટ્રકની પાસે પહોંચ્યો તો હેલ્પર મૃત જોવા મળ્યો. ત્યારબાદ લોકોએ હેલ્પરના તે જ જગ્યાએ અંતિમ સંસ્કાર કર્યા અને તે સ્થાન પર એક નાનકડું ઘર બનાવી દીધું.

એવું કહેવાય છે કે હેલ્પર આજે પણ ગાટા લૂપ્સ પર રહે છે. કેટલાક લોકો હેલ્પરને જોવાનો દાવો પણ કરે છે. આજે પણ લોકો ગાટા લૂપ્સ પાસેથી પસાર થતી વખતે હેલ્પરને પાણી અને જરૂરીયાતની ચીજો આપીને જ પસાર થાય છે. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે તેમને કોઇ મુશ્કેલી પડતી નથી. હાં, ત્યાં એક નાનકડું ઘર જરૂર છે અને આવતા જતા લોકો પાણીની બોટલ જરૂર રાખે છે.