કેટલાક શાનદાર ઇન્ડિયન આર્કિટેક્ચરલ સ્ટ્રકચર્સ જેની પર આખી દુનિયાને છે ગર્વ

0
321
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આખી દુનિયામાં ઇન્ડિયાના આર્કિટેક્ચરલ માર્વેલ્સની પિપૂડી એમ જ નથી વાગતી! આની પાછળ ભારતીય એન્જિનિયર્સની કુશળતા અને અથાગ પરિશ્રમ મુખ્ય કારણ છે. તો આવો જોઇએ કેટલાક એવા સ્ટ્રક્ચર્સ જેની પર પૂરી દુનિયા કરે છે ગર્વ.

1. સ્ટેચ્યૂ ઑફ યૂનિટી

ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ પર બનેલા સરદાર વલ્લભભાઇ પટેલની આ વિશાળકાય મૂર્તિ હાલ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ માનવામાં આવે છે. આ મૂર્તિ લોખંડની બનેલી છે અને 182 મીટર ઊંચી છે જેને બનાવવાનો ખર્ચ 27 અબજ રૂપિયા થયો છે. તેના કૉન્સેપ્ચ્યુલાઇઝર, ફોર્મ્યૂલેટર ઇન્ડિયન હતા પરંતુ વિદેશોની પણ મદદ લેવામાં આવી છે.

2. પનવેલ નદી વાયડક્ટ

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં સ્થિત 424 મીટર લાંબો સુપર સ્ટ્રક્ચર્સ પનવેલ નદી પર બન્યો છે. કોંકણ રેલવેથી ટ્રાવેલ કરતી વખતે તમને આ એન્જિનિયર માર્વેલ જોવા મળી શકે છે. આ વાયડક્ટ એશિયામાં ત્રીજો સૌથી ઊંચો વાયડક્ટ છે. આ સ્લિપ ટેક્નોલોજીની ઉપર બનેલો છે જે ઇન્ડિયામાં પહેલીવાર યૂઝ કરવામાં આવ્યો છે.

3. પંબન બ્રિજ, તામિલનાડુ

તામિલનાડુ મેનલેન્ડથી રામેશ્વરમને જોડતો આ બ્રિજની સૌથી ખાસ વાત એ છે કે આ કેન્ટીલેવર બ્રિજ છે, એટલે કે સમુદ્રની ઉપર બનેલા આ બ્રિજને શિપ્સ પસાર થાય એટલે ઉપર ઉઠાવવાની સુવિધા છે. આમ કરતી વખતે બ્રિજના બન્ને ભાગ આકાશ તરફ ઉભા થઇ જાય છે. 143 પિયર્સની ઉપર ટકેલા આ બ્રિજની કુલ લંબાઇ 2 કિલોમીટર છે અને આ ઇન્ડિયાનો બીજો સૌથી લાંબો પુલ છે.

4. પીર પંજાલ-રેલવે ટનલ

જમ્મૂ-કાશ્મીર સ્થિત પીર પંજાલ ટનલ પણ કોઇ ચમત્કારથી કમ નથી. બનિહાલથી કાજીગુંડ વચ્ચે બનેલી ખીણની રેલવે લાઇન પર બનેલી આ ટનલ પીર પંજાલ માઉન્ટેન રેન્જને ચીરીને બનાવાઇ છે. આ ટ્રાન્સપોર્ટેશન પેસેજને ઇન્ડિયામાં સૌથી લાંબુ ટ્રાન્સપોર્ટેશન પેસેજ માનવામાં આવે છે. જ્યારે એશિયામાં આ બીજા નંબરનું સૌથી લાંબુ છે. તેની કુલ લંબાઇ 11 કિલોમીટર છે.

5. બાંદ્રા-વર્લી સી લિંક

આ 8 લેનનો બ્રિજ અરબી સમુદ્રની ઉપર બનેલો છે અને મુંબઇના બે પરાના વિસ્તારો બાંદ્રા અને વર્લીને જોડે છે. આ વિશાળ છે, મેજિસ્ટિક છે. આ પહેલીવાર છે જ્યારે કોઇ કેબલ સ્ટે બ્રિજને ઓપન સીમાં ઇન્ડિયાએ અટેમ્પ્ટ કર્યો અને હવે આ ટૂરિસ્ટ એટ્રેક્શન પણ બની ગયું છે.

6. ભૂપેન હજારિકા સેતુ

ધોલા-સાદિયા બ્રિજ (જેને ભૂપેન હજારિકા સેતુ પણ કહેવામાં આવે છે) આ બીમ બેઝ્ડ બ્રિજ છે જે આસામને અરૂણાચલ પ્રદેશ સાથે કનેક્ટ કરે છે. આ દેશનો સૌથી લાંબો બ્રિજ છે અને તેની કુલ લંબાઇ 9.15 કિલોમીટર છે. આ 60 ટનની બેટલ ટેન્કનો ભાર સહન કરી શકે છે.

7. આઇફ્લેક્સ સૉલ્યૂશન્સ, બેંગાલુરૂ

આઇફ્લેક્સ સૉલ્યુશન્સ બિલ્ડિંગની ખ્યાતિ આખી દુનિયામાં તેની ખાસ ડિઝાઇનના કારણે છે. આ બિલ્ડિંગ્સ સુપર્બ સ્ટેટ ઓફ આર્ટ આર્કિટેક્ચર માટે જાણીતી છે અને તેનું ઇન્ફ્રાસ્ટ્રકચર કોઇ પણ સાધારણ બિલ્ડિંગની અપેક્ષા ઘણું અલગ છે.

આ હશે બેજોડ ઉદાહરણ

શ્રીરામની મૂર્તિ

પ્રભુ શ્રીરામની કાંસાની પ્રતિમા યૂપીના અયોધ્યામાં લગાવવામાં આવશે અને આ સરકારનો વર્તમાન પ્રોજેક્ટ છે જેની પર કામ શરૂ થઇ ગયું છે. આ દુનિયાની સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમા હશે જેની કુલ લંબાઇ 251 મીટર હશે.

અંડરવૉટર ટનલ

આ દેશની પહેલી એવી રેલવે ટનલ હશે જે હુગલી નદીની અંદર અડધા કિલોમીટર સુધીનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. આ દેશની પ્રથમ અન્ડર વોટર રેલવે ટનલ પણ હશે.

ચિનાબ બ્રિજ

આ 427 મીટર લાંબો આર્ક બ્રિજ હશે જેને ઇન્ડિયન રેલવે બનાવી રહ્યું છે. આ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ હશે જે જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબ નદીની ઉંપર બક્કલ અને કૌડી વિસ્તારોને પરસ્પર જોડશે.