દુનિયાભરમાં અનેક રેસ્ટોરન્ટ છે, જે કોઇને કોઇ ખાસ કારણે ઓળખાય છે. કેટલીક આવી પણ રેસ્ટોરન્ટ છે જે પોતાની ખાસ રેસિપી અને લોકેશન માટે બીજા કરતાં અલગ તરી આવે છે. આજે હમે આપને દેશની સૌથી પહેલી રેલવે રેસ્ટોરન્ટ અંગે જણાવી રહ્યા છીએ.
આ રેલવે રેસ્ટોરન્ટ શ્યામલા હિલ્સ સ્થિત હોટલ અશોકા લેક વ્યૂમાં બનાવાઇ છે. જ્યાં પ્લેટફોર્મ કે કોચમાં બેસીને તમે શાનદાર લંચ કે ડિનરનો આનંદ લઇ શકો છો. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે જ્યારે તમે અહીં બેસીને ખાવાનું ખાઇ રહ્યા હશો તો ટ્રેન કે હોર્ન કે પ્લેટફોર્મ પર થનારી એનાઉન્સમેન્ટ જેવા આવાજો સાંભળીને તમને એવું લાગશે કે જાણે તમે કોઇ રેલવે સ્ટેશન પર બેઠા છો. 2007માં મધ્યપ્રદેશ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે આ રેસ્ટોરન્ટ તૈયાર કરી હતી. જેનું નામ ભોપાલથી નિઝામુદ્દીન જનારી ટ્રેન શાન-એ-ભોપાલના નામે રાખવામાં આવ્યું હતું.
આ રેસ્ટોરન્ટનું ઇન્ટીરિયર ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોચની બારી પર એક વીડિયો ચાલતો રહે છે જેનાથી એવું લાગે કે તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા છો.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.