Bollywood Theme પર બની છે આ રેસ્ટોરન્ટ, એકવાર આંટો મારી આવો

0
524
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઇન્ડિયામાં 3 ચીજો માટે લોકોની દિવાનગી સૌથી વધુ છે. એક જમવાનું, બીજું બોલીવુડ અને ત્રીજુ ક્રિકેટ. આના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લોકો કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે, પછી તેના માટે તેમને કંઇપણ કેમ ન કરવું પડે. ફેન્સ હવે રેસ્ટોરન્ટ થીમ દ્ધારા બોલીવુડ સ્ટાર માટે પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે. જો તમે પણ ખાવાના અને બોલીવુડ સ્ટાર પર બેઝ્ડ રેસ્ટોરન્ટમાં ફરવાના શોખીન છો, તો આજે અમે આપને કેટલીક આવી જ જગ્યાઓ અંગે બતાવીશું. તો આવો જાણીએ બોલીવુડના સ્ટાર્સ પર બનેલી રેસ્ટોરન્ટ અંગે…

1. શહેનશાહ રેસ્ટોરન્ટ

બોલીવુડના શહેનશાહના ફેન્સની ગણતરીનો અંદાજો લગાવવો ઘણો જ મુશ્કેલ છે. તેમના પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે રેસ્ટોરન્ટની દિવાલો, ઇંટ, પત્થર, મેનુ ઉપરાંત, ખાવાના ટેબલ પર પણ તેમની ફિલ્મોના નામ લખ્યા છે. અહીં આપને અમિતાભ બચ્ચનની ફેવરિટ ડિશીઝ પનીર ટિક્કા, ચાઇનીઝ ડિશો, હોટશોટ પોટેટો, કેનલોની રોલ, સુર્ખ પનીર અને દાલ રેસીડન્સી ખાવા મળશે.

2. ગરમ-ધરમ ઢાબા તે થેકે રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટ ધર્મેન્દ્રની ફિલ્મો અને ડાયલોગ્ઝ પર બેઝ્ડ છે. જે મુબઇમાં બનાવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં આપને પંજાબી જમવાનું મળશે કારણ કે ધર્મેન્દ્ર પંજાબથી છે. એટલે પંજાબી ટચ રેસ્ટોરન્ટમાં બધુ જ આ સ્ટાઇલનું છે. રેસ્ટોરન્ટની કિટલીથી લઇને દિવાલો સુધી તેમની ફિલ્મના ડાયલોગ લખ્યા છે. ફૂડ પણ ફિલ્મી અંદાજમાં રજૂ કરવામાં આવે છે
3. શ્રીદેવી રેસ્ટોરન્ટ

ચેન્નઇમાં શ્રીદેવીના ફેન્સે તેમના નામે રેસ્ટોરન્ટ બનાવી છે. આ રેસ્ટોરન્ટમાં મેનૂથી લઇને બધી ડિશિઝના નામ પણ શ્રીદેવીના નામે છે. અહીં પર બનનારા 100થી પણ વધુ વ્યંજન શ્રીદેવીના અને તેની ફિલ્મોના નામે છે. મુખ્ય ગેટ પર શ્રીદેવીનું મોટી સાઇઝનું પોસ્ટર પણ લાગેલું છે.

4. બાશા અને કબાલી પિત્ઝા રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટની અંદર જતા જ ચારેતરફ રજનીકાંતની તસવીરો જોવા મળશે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટના મેનૂ પર પણ ભારે ડિશિઝ રજનીના નામ પર જ છે.

5. ભાઇજાન રેસ્ટોરન્ટ

સલમાન ખાનના નામે ખોલવામાં આવેલું આ રેસ્ટોરન્ટ મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં સ્થિત છે. આ રેસ્ટોરન્ટની દિવાલો પર સલમાન ખાનના પોસ્ટર લાગેલા છે. આપને અહીં ખાવામાં નોનવેજ ડિશો મળે છે.
6. 70mm, હૈદરાબાદ રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટ બોલીવુડ થીમ પર બનાવાયું છે. અહીં બોલીવુડની ફેમસ ફિલ્મોના શાનદાર પોસ્ટર જોવા મળશે. જે લોકો બોલીવુડ ફિલ્મોને પસંદ કરે છે, તેમના માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી.

7. હીરો નંબર 1 રેસ્ટોરન્ટ

ગોવિંદાને ડેડિકેટ આ રેસ્ટોરન્ટ નવી દિલ્હીના રાજોરી ગાર્ડનમાં બન્યું છે. અહીંનું બધુ મેનુ ગોવિંદાના નામે જ છે.

8. મુંબઇ મેટીની રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટ બોલીવુડની ફિલ્મોને સમર્પિત છે. અહીં દરેક જુની ફિલ્મના પોસ્ટર લાગેલા છે. આ સાથે જ મેનુમાં જુની ફિલ્મોના નામે શોટ્સ અને ઇટાલિયન ફૂડ ખાવાનું મળશે.

9. કેલેન્ડર કિચન રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના એક પાત્રથી પ્રભાવિત થઇને બનાવાયું છે. આ દિલ્હીના રાજોરી ગાર્ડનમાં બનાવવામાં આવ્યું છે. અહીંની સૌથી ફેમસ ડિશ દહીના કબાબ અને મટન રોગન જોશ છે.

10. સુપરસ્ટાર રેસ્ટોરન્ટ

મિત્રોની સાથે સમય વિતાવવા માટે આ ઘણી જ સારી જગ્યા છે. આ રેસ્ટોરન્ટ દિલ્હીમાં બની છે. મેનૂ પણ બોલીવુડ અભિનેતાના નામે રાખવામાં આવ્યું છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.