ચેન્નઇમાં બરફવર્ષા?
જી હાં !
સાંભળીને આશ્ચર્ય જરુર થયું હશે. પરંતુ આ સાચુ છે જો આપણે ચેન્નઇના વીજીપી સ્નો કિંગડમમાં હોઇએ તો.
સ્નો કિંગડમ ભારતનો સૌથી મોટો અને તામિલનાડુનો પહેલો અને એકમાત્ર ઇનડોર સ્નો થીમ પાર્ક છે જ્યાં તમને વાસ્તવિક બરફવર્ષાનો શાનદાર અનુભવ થશે. ચેન્નઇનો આ સ્નો પાર્ક 14,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે જ્યા ચારે તરફ ફક્ત બરફ જ બરફ નજરે પડે છે. જો ઇચ્છો તો તમે અહીં ટબમાં બેસીને એક ઉંચી બર્ફિલી લસરપટ્ટીથી નીચે આવો કે કોઇ ઇગ્લૂમાં સંતાઇ જાઓ પરંતુ સૌથી વધુ મજા તો બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકવામાં જ છે. તમે કદાચ કલ્પના નહીં કરી શકો પણ પરિવાર સાથે વિતાવેલો એક કલાકનો સમય તમને જીવનભર યાદ રહેશે.
શું તમે જાણો છો કે સ્નો કિંગડમની યાત્રા કેવી રીતે કરાય, ટિકિટના પૈસા કેટલા થાય, સમય કેટલો લાગે અને જરુરી યાત્રા ટિપ્સ શું છે?
VGP Snow kingdom
વીજીપી સ્નો કિંગડમ ક્યાં છે?
વી.જી.પી. ગોલ્ડન બીચ, ઇંજબક્કમ, ઇસ્ટ કોસ્ટ રોડ (ઇસીઆર) ચેન્નઇ, તામિલનાડુ
કિંગડમ ચેન્નઇથી કેટલું દૂર છે?
22 કિલોમીટર
ચેન્નઇ ફરવા જવાનો સૌથી સારો સમય કયો છે?
ઓક્ટોબરથી માર્ચ
વીજીપી સ્નો કિંગડમ માટે સૌથી સારો રુટ કયો?
મહાબલીપુરમ જતા કે પાછા ફરતા અહીં આવવાનું સારુ રહેશે
સ્નો કિંગડમમાં કુલ કેટલો સમય જોઇએ?
1.5-2.5 કલાક
ચેન્નઇ સ્નો પાર્કનો સમય શું છે?
સવારે 10 થી રાતે 8 વાગ્યા સુધીનો. દરેક દિવસે અંતિમ પ્રવેશ સાંજે 7 વાગે થાય છે.
શું સ્નો કિંગડમમાં અંદર જવા માટે ગરમ કપડા મળે છે?
બરફમાં પહેરવામાં આવતા કપડા (મોજા, જૂતા, જર્કિન અને હાથમોજા) મળે છે જેને ઉપયોગ પછી પાછા આપી દેવાના હોય છે.
કેટલા કલાક સુધી સ્નો પાર્કમાં અંદર રહેવા દેવામાં આવે છે?
કુલ 1 કલાક, જેમાં 15 મિનિટનો સમય તમને ઠંડીને અનુકૂળ થવા માટે આપવામાં આવે છે.
વીજીપી સ્નો કિંગડમની એન્ટ્રી ટિકિટ કેટલી છે?
500 રુ (2-11 વર્ષ સુધી), 550 (11 વર્ષથી ઉપર)
વીજીપી સ્નો કિંગડમ માટે ઑનલાઇન ટિકિટ કેવી રીતે બુક કરશો?
ચેન્નઇ સ્થિત સ્નો કિંગડમ માટે ઑનલાઇન ટિકિટ અહીંથી બુક કરો
સ્નો કિંગડમ, ચેન્નઇ
તમને જણાવી દઉં કે જો તમે ચેન્નઇના લોકલ નથી અને ફક્ત ફરવા માટે ચેન્નઇ આવ્યા છો તો તમારે એડવાન્સમાં જ સ્નો કિંગડમની ટિકિટ બુક કરી લેવી જોઇએ. આનો ફાયદો એ છે કે વધુ ભીડભાડ થાય ત્યારે વધુ રાહ નહીં જોવી પડે અને તમે સીધા જ અંદર જઇ શકશો. બરફમાં પહેરવાના કપડાનો ચાર્જ ટિકિટમાં આવી જાય છે પરંતુ જો 90 સે.મી. ઉંચાઇથી નીચેનું બાળક છે તો તમારે અલગથી 150 રુપિયા આપવા પડશે. સ્નો પાર્કમાં તાપમાન અંદાજે −5 °C થી −8 °Cની વચ્ચે રહે છે.
બાળકોને ગરમ કપડા બરોબર પહેરાવજો કારણ કે અંદર ઠંડી વધારે લાગશે. અહીં બાળકો અને મોટાઓ માટે અલગ સ્લાઇડ્સ જેવી કે ઇગ્લૂ, સ્લેજ, બરફમાં જોવા મળથા પ્રાણીઓની મૂર્તિઓ, કુત્રિમ પહાડો, બરફનો કિલ્લો, ડાન્સ ફ્લોર, લપસવાની જગ્યા, રંગબેરંગી બોલની પણ વ્યવસ્થા છે.