ઓછા બજેટમાં હનીમૂન મનાવવા માંગો છો તો નૈનીતાલથી બેસ્ટ બીજી કોઇ જગ્યા નથી

0
577
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હનીમૂન માટે તમે ઓછા બજેટમાં લોકેશન શોધી રહ્યા છો તો ઉત્તરાખંડમાં સ્થિત નૈનીતાલથી સારો વિકલ્પ ન હોઇ શકે. જ્યાં તમે તમારા લાઇફ પાર્ટનરની સાથે હનીમૂનને ખાસ બનાવી શકો છો. પ્રદેશમાં અનેક એવા પર્યટન સ્પૉટ છે જ્યાં આખુ વર્ષ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. અમે આપને આવા જ કેટલાક લોકેશન જણાવી રહ્યા છીએ, જ્યાં તમે સરળતાથી પહોંચી શકો છો.

સરોવરો અને તળાવોના રાજા કહેવાતા શહેર નૈનીતાલમાં ઉંચા ઉંચા પહાડો, વૃક્ષોથી ઘેરાયેલા વળાંકદાર રસ્તા, પળેપળ બદલાતુ રોમાન્ટિક વાતાવરણની સાથે બોટિંગની મજા. કંઇક આવી રહેશે પોતાના પાર્ટનરની સાથે નૈનીતાલની મુસાફરી. હનીમૂન માટે આ ઉત્તરાખંડના સૌથી ખાસ ડેસ્ટિનેશન્સમાંનું એક છે.

ઉત્તરાખંડના કુમાઉમાં વસેલા નૈનીતાલની વાત જ કંઇક અલગ છે. તળાવોની આ નગરી અંગે કહેવાય છે કે જે એકવાર અહીં આવ્યો તેને પાછા જવાનું મન નહીં થાય. નૈનીતાલ શહેરનું નામ નૈની સરોવરના કારણે પડ્યું છે. ઘણીવાર અહીં સ્નોફોલ પણ થાય છે જે હનીમૂન દરમિયાન કોઇ રોમાન્ટિક સ્ટોરીથી ઓછું નથી. ફેબ્રુઆરી મહિનો નૈનીતાલ જવાનો સૌથી સારો સમય છે.

એવુ માનવામાં આવે છે કે નૈની સરોવર ભારતની 51 શક્તિપીઠોમાંનું એક છે. નૈની સરોવરનો ઇતિહાસ લોકપ્રિય દેવી સતીની મૃત્યુ પર આધારીત છે. જ્યારે દેવી સતીનુ મૃત્યુ થયુ તો શોકથી બહાર આવીને ભગવાન શિવ સતીના શબને લઇને બ્રહ્માંડ ફરતા રહ્યા. ત્યારે ભગવાન શિવે સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને દેવી સતીના શરીરને 52 ભાગમાં કાપી નાંખ્યુ. જે પૃથ્વી સ્થળ પર પડીને પવિત્ર સ્થળ બની ગયા. પરંતુ જે સ્થાન પર દેવી સતીની આંખો પડી હતી તેને આંખની નૈન, તાલ કે સરોવર તરીકે ઓળખાવા લાગ્યું. ત્યારબાદ દેવી શક્તિની પૂજા નૈના દેવી તરીકે કરવામાં આવે છે. જેને સ્થાનિક લોકો નૈની દેવી માતા મંદિર સ્વરુપે ઓળખે છે.

નૈનિતાલના આકર્ષણો

નૈનીતાલ યાત્રા કરવા માટે સૌથી આકર્ષક હિલ સ્ટેશનો પૈકીનું એક છે. અહીં રોપ-વેની સવારી મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષિત કરે છે. કેબલ કારની મદદથી તમે નૈની લેકના શાનદાર દ્રશ્યોને જોઇ શકો છો. જો તમે અને તમારા પાર્ટનર એડવેન્ચર સ્પોર્ટ્સના દિવાના છો તો તમારા માટે બેસ્ટ જગ્યા છે. સાહસિક રાઇડ્સમાં વૉટર ઝોરબિંગ, પેરાગ્લાઇડિંગ અને ટ્રેકિંગ ગતિવિધિઓ સામેલ છે.

મેદાની વિસ્તારોની તુલનામાં નૈનીતાલ સામાન્ય રીતે ગરમીમાં ઠંડા હોય છે. પોતાના કપડા સાવધાનીથી પસંદ કરો જેથી જળવાયુને અનુરુપ હોય. હંમેશા કેટલાક ગરમ કપડા જેવા કે શૉલ, મોજા, જેકેટ, હાથમોજા અને મફલર સાથે રાખો. નૈનીતાલમાં પર્વતારોહણ અને ટ્રેકિંગ એક અદ્ભુત અનુભવ છે. તમારા દ્ધારા પેક કરવામાં આવેલા શુઝ પહાડો પર ચાલવા કે ટ્રેક કરવા માટે સુવિધાજનક હોવા જોઇએ.

નૈનીતાલનું પ્રસિદ્ધ ફુટબોલ ગ્રાઉન્ડ, આકર્ષક પર્વતોની વચ્ચે કેટલીક રસપ્રદ રમતોમાં પોતાનો હાથ અજમાવવા માટે એક શાનદાર જગ્યા છે. પોતાની યાત્રામાં ફુટબૉલ, ક્રિકેટનો સામાન, બેડમિંટન રેકેટ કે પોતાની પસંદની કોઇ પણ વસ્તુ જરુર સાથે રાખો. નૈનીતાલમાં શોપિંગ કરવું હોય તો ગરમ કપડાથી માંડીને મીણબત્તી સુધી દરેક વસ્તુની ખરીદી કરી શકાય છે. અહીં મૉલ રોડ પર ગરમ કપડાની ખરીદી કરી શકાય છે.

નૈનીતાલનું પ્રસિદ્ધ ભોજન છે રાસ (આ અનેક પકવાનોથી બનેલી એક ડિશ છે) આ ઉપરાંત બાવડી ભટ્ટની ચુરાની, બટાકાના ગુટકા (બાફેલા બટાકાની એક સ્વાદિષ્ટ ડિશ), અરસા એક સ્વીટ ડિશ, ગુલગુલા એક સ્વીટ સ્નેક પણ નૈનીતાલમાં ફેમસ છે.

નૈનીતાલ જવાનો બેસ્ટ ટાઇમ

નૈનીતાલ શહેર પર્યટકોને દર વર્ષે આકર્ષિત કરે છે. જો કે, નૈનીતાલ ફરવાનો સૌથી સારો સમય માર્ચથી જૂન સુધીનો છે, જે દેશમાં ગરમીની ઋતુ હોય છે. મોટાભાગના લોકો દેશમાં સખત ગરમીથી બચવા માંગે છે અને નૈનીતાલ આવવાનું પસંદ કરે છે. બરફ પ્રેમીઓ માટે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય સારો છે. આ સમય શિયાળાનો છે.

નૈનીતાલ કેવીરીતે પહોંચશો

By Train – રોડ સિવાય નૈનીતાલ સાથે કોઇ સીધી કનેક્ટિવિટી નથી. નૈનીતાલથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે, જે લગભગ 35 કિ.મી. છે.

By Air- વિમાનમાં નૈનીતાલ આવવા માટે સીધી કનેક્ટિવિટી નથી. નજીકનું સ્ટેશન પંતનગર છે જે લગભગ 65 કિ.મી. છે.

By Road- નૈનીતાલની યાત્રા તમે રોડ દ્ધારા કરી શકો છો. જો તમારુ બજેટ સારુ છે તો તમે રેડિયો ટેક્સી કે ટેક્સીની સુવિધા લઇને પણ નૈનીતાલ પહોંચી શકો છો.