રાજાશાહી ઠાઠનો આનંદ લેવા માટે ઉમ્મેદ ભવનની યાત્રા કરો

0
578
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જ્યારે તમે કોઇ રાજાશાહી કિલ્લાની ઉંચી દિવાલો, સ્તંભ અને તેની જટિલ બનાવટથી રૂબરૂ થાવ છો, તો તેના ઝરૂખાથી બહાર દૂર સુધી જુઓ છો અને એ સાંભળો છો કે રાજ્યની આન-બાન અને શાન માટે અહીંના સૈનિક દુશ્મન દેશોના સૈનિકો સાથે લડતા પોતાની જાન કુરબાન કરવામાં જરાય નહોતા ખચકાયા. ઉપરાંત, તમને આવા રાજાશાહી ઠાઠ સાથે આવા કિલ્લામાં રહેવા મળે તો તમે પોતાને મહારાજા હોવ કે રાજ પરિવારના સભ્ય હોય તેવી લાગણી અનુભવો છો. જો તમને મનમાં રાજાઓ જેવી જિંદગી જીવવાની ઇચ્છા હોય તો મહેલોમાં રાત પસાર કરો. અત્યાર ભલે રાજા-મહારાજા અને તેમની શાન-બાન બરકરાર ન હોય, પરંતુ તેમના શાહી ઠાઠનો અનુભવ આજના સમયમાં પણ કિલ્લા અને મહેલોમાં જઇને ઘણી હદ સુધી કરી શકો છો.

વૈભવનો સાક્ષી ઉમ્મેદ ભવન

શાહી સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિના રક્ષક રાજસ્થાનમાં રાજસી મહેલોની શાન અદભુત છે. જોધપુરના શાહી મહેલ ઉમ્મેદ ભવન પેલેસ દરેક રાજસી પરંપરા સાથે આપનો પરિચય કરાવે છે. આના માલિક છે મહારાજા ગજ સિંહ. તેમના પિતા મહારાજા ઉમ્મેદ સિંહે આ મહેલને બનાવ્યો હતો. તેના મ્યૂઝિયમમાં રાજસી હવાઇ જહાજના મોડલો, હથિયારો, પ્રાચીન વસ્તુઓ, ઘડિયાળો, બોબ ઘડિયાળો, વાસણો, કટલરી, તસવીરો અને શિકારની ટ્રોફિયો પણ રાખવામાં આવી છે. આજે આ મહેલ મોટા બિઝનેસ ખાનદાનોના શાહી લગ્નો અને બોલીવુડ ફિલ્મો માટે રોયલ ડેસ્ટિનેશન છે.

કહેવાય છે કે મારવાડમાં પડેલા ભીષણ દુકાળ દરમ્યાન વર્ષ 1929માં મહારાજા ઉમ્મેદ સિંહે આનું નિર્માણ કરાવ્યું હતું. આની ડિઝાઇન બ્રિટનની હેનરી લેન્ચેસ્ટરે અંદાજે પાંચ વર્ષમાં તૈયાર કરાવ્યું હતું. ઉમ્મેદ ભવને વર્ષ 1943માં બનીને તૈયાર થઇ ગયું હતું. તેમાં કુલ 347 રૂમો અને હોલ છે. આઝાદી પછી વર્ષ 1978માં આને હોટલમાં ફેરવી નાંખવામાં આવી. જો કે આજે પણ તેના એક ભાગમાં પૂર્વ નરેશનો પરિવાર રહે છે. જોધપુરના પ્રસિદ્ધ ચિત્તર પત્થરથી બનેલો હોવાના કારણે સ્થાનિક લોકો આને ચિત્તર પેલેસના નામે ઓળખે છે. મહેલને ખાસ બલુઆ પથ્થરોને જોડીને બનાવવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે પથ્થરોને બાંધવા માટે કોઇ મસાલાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

કેવી રીતે પહોંચશો

ઉમ્મેદ ભવન પેલેસ જોધપુર રેલવે સ્ટેશનથી અંદાજે 5 કિલોમીટર અને મહેરાન ગઢ કિલ્લાથી છ કિલોમીટરના અંતરે છે.