હોટ એર બલૂન રાઇડ માટે ઇન્ડિયાની આ 6 જગ્યાઓ છે જાણીતી

0
547
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હોટ એર બલૂન રાઇડ વિદેશીઓની શોધ છે પરંતુ હવે ઇન્ડિયામાં પણ આ એડવેન્ચરને ટ્રાય અને એન્જોય કરનારાઓની કોઇ કમી નથી. આ સ્કાઇ ડાઇવિંગથી બિલકુલ અલગ હોય છે. જેમાં આપને ફ્રેન્ડ્સ કે પાર્ટનરની સાથે બલૂનમાં ઉડતાં નીચે શહેરની સુંદરતા જોવાની તક મળે છે. તો આ એડવેન્ચરને એન્જોય કરવા માટે ઇન્ડિયામાં કઇ-કઇ જગ્યા તે અંગે જાણીશું.

મહારાષ્ટ્ર

હોટ એર બલૂનિંગ માટે મહારાષ્ટ્રમાં લોનાવાલા ઘણી સારી જગ્યા છે. જ્યાં રાઇડિંગ દરમ્યાન આપને લીલાછમ પર્વતો, ઝરણા ઉપરાંત, બીજા પણ અનેક સુંદર નજારા જોવા મળે છે. મુંબઇથી લોનાવાલા સુધી પહોંચવામાં એક કલાક કે તેથી પણ ઓછો સમય લાગે છે. વીકેન્ડમાં આ એડવેન્ચરને ટ્રાય કરનારાઓની સંખ્યા ઘણી વધી જાય છે.

ઉંચાઇ- 4000 ફૂટ

સમય- લગભગ 60 મિનિટ

કિંમત- 6000-12000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

કર્ણાટક

આ એડવેન્ચરને એન્જોય કરવા માટે એક બીજી સારી જગ્યા કર્ણાટક છે. જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને પાર્ટનરની સાથે હોટ એર બલૂનિંગ દરમ્યાન ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. રાઇડ દરમ્યાન કલ્ચર હેરિટેજમાં સામેલ હમ્પી, ગુફાઓ અને મંદિરોને ઉપરથી જોવાનો એક્સપીરિયન્સ જ અલગ હોય છે.

ઉંચાઇ- 5000 ફૂટ

સમય- 60 મિનિટ

કિંમત- 8000 થી 12000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

હરિયાણા

ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે એડવેન્ચરને એન્જોય કરવા માંગો છો તો હરિયાણાના દમદમા લેક જાઓ. આ પિકનિક સ્પોટની સાથે-સાથે રિસોર્ટ પણ છો જ્યાં તમે રિલેક્સિંગ માટે જઇ શકો છો.

હાઇટ- 5000 ફૂટ

સમય- 60 મિનિટ

કિંમત- 9000-13000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

રાજસ્થાન

રાજસ્થાન ફક્ત કિલ્લા અને રેગિસ્તાન માટે જ નહીં પરંતુ હોટ એર બલૂન માટે પણ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. હવામાં પક્ષીની જેમ ઉડીને પિંક સિટીની સુંદરતાનો અનુભવ કરવાની મજા જ કંઇક અલગ હોય છે.

ઉંચાઇ- 4000 ફૂટ

સમય- લગભગ 60 મિનિટ

કિંમત- 6000-12000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ઉત્તર પ્રદેશ

પ્રેમનું પ્રતીક ગણાતા તાજમહેલની સુંદરતાને પોતાના પાર્ટનરની સાથે હોટ એર બલૂન રાઇડ કરતી વખતે જોવાનું કેટલું સારૂં રહેશે. તો પછી આ વખતે પાર્ટનરને સરપ્રાઇઝ કરો આ આઇડિયાની સાથે.

ઉંચાઇ- 500 ફૂટ

સમય- 15-20 મિનિટ

કિંમત- 500-750 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ગોવા

ગોવામાં એડવેન્ચર સ્પોર્ટ્સની ભરમાર છે. વોટર સ્પોર્ટ્સ ઉપરાંત, આ જગ્યા હોટ એર બલૂનિંગ માટે પણ પરફેક્ટ છે. બલૂનમાં ઉડતા ઉડતાં કલરફૂલ લેન્ડસ્કેપ અને સુંદર દરિયાને જોવાનું ઘણું જ એન્જોયફૂલ હોય છે.

ઉંચાઇ- 4000 ફૂટ

કિંમત- 14000 રૂપિયા પ્રતિ વ્યક્તિ